- દીક્ષા લેનાર રિશ્વિ ધો-10અને 12માં શહેરમાં ટોપ
- 1000 જૈન સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં લેશે દીક્ષા
- જૈન સમાજમાં લેવાશે ઐતિહાસિક નોંધ
સુરત: આગામી 20મી ફેબ્રુઆરીએ વેસુના ઐતિહાસિક મેદાનમાં જ્યાં એકસાથે 77 દીક્ષા પ્રદાન કરાવી હતી. એ જ મેદાનમાં શનિવારે 20 વર્ષની સુખી-સંપન્ન ઘરની દીકરી રિશ્વિ શેઠ દીક્ષા ગ્રહણ કરશે. રિશ્વિ શેઠ બોર્ડમાં ધોરણ-10 અને 12માં સુરત શહેરમાં ટોપર રહી ચૂકી છે. હવે તે સંસારનો મોહ ત્યજીને સંયમનો માર્ગ અપનાવવા જઈ રહી છે. છેલ્લા 400 વર્ષમાં ઇતિહાસમાં પહેલીવાર 1000 જૈન સાધુ સાધ્વીઓની ઉપસ્થિતિમાં મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે.
![રિશ્વિ શેઠ સંયમના માર્ગે ચાલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10658893_surat-1.jpg)
ધોરણ-10માં બીજા ક્રમાંકે અને 12માં પ્રથમ ક્રમાંકે
વાવતીર્થની નિવાસી કુમારી રિશ્વિ શ્રીકેશભાઈ શેઠની દીક્ષા સુરીરામચંદ્ર અને સુરીશાંતિચંદ્ર સામ્રાજ્યના 18 આચાર્ય ભગવંતો, 1 ઉપાધ્યાય, 5 ઉપન્યાસ, 9 ગણિતવર્ય આદિ અને 1000 સાધુ-સાધ્વીની ઉપસ્થિતિમાં થશે. સમગ્ર સુરત શહેરમાં ધોરણ-10માં બીજા ક્રમાંકે અને 12માં સર્વ પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થવા છતાં રિશ્વિ શેઠ સાંસારિક સર્વ પ્રલોભનો દૂર કરી દીક્ષા કાજે સ્વજન વર્ગને પોતાની નિષ્ઠાથી અને દ્રઢતાથી સમજાવ્યા હતા.
21મી ફેબ્રુઆરીના રોજ લેશે દીક્ષા
શુક્રવારે 19મી ફેબ્રુઆરીએ રિશ્વિ શેઠ વેસુ વિસ્તારમાં વર્ષીદાન દ્વારા ધન ત્યાગનું પ્રતિક જનજનાના પ્રતિષ્ઠિત કરશે. શનિવારે 21મી ફેબ્રુઆરીના રોજ પ્રવચનકાર સોમસુંદર સુરીશ્વરજી મહારાજ, જીર્ણોદ્ધાર જ્યોતિધર મુક્તિ પ્રયાસ સુરીશ્વરજી મહારાજ સહિત અન્ય મહારાજના નિશ્રામાં આ દીક્ષા પ્રદાન મહોત્સવ ઉજવાશે.