ETV Bharat / city

સુરતના આર્ટિસ્ટ દ્વારા નીરજ ચોપરાની સિદ્ધિને બિરદાવવા ખાસ રંગોળી બનાવાઈ

જેવેલિન થ્રોમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેળવીને આખા ભારતનું ગૌરવ વધાર્યુ છે. ત્યારે સુરતના એક આર્ટિસ્ટ દ્વારા તેના વિનિંગ થ્રોની રંગોળી બનાવી તેની સિદ્ઘીને બિરદાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

s
s
author img

By

Published : Aug 9, 2021, 8:21 PM IST

  • સુરતના આર્ટિસ્ટે તૈયાર કરી નીરજની રંગોળી
  • નીરજની સિદ્ધીને બિરદાવવા બનાવાઈ રંગોળી
  • 10 કલાકમાં બનાવાઈ 5.5 બાય 8.5 ફૂટની રંગોળી

સુરત: ઓલિમ્પિક્સ જેવેલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા નીરજ ચોપરાએ લોકોના દીલ જીત્યા છે. લોકો પોતપોતાની રીતે નીરજ પ્રત્યે પ્રેમ વરસાવી રહ્યા છે, ત્યારે સુરત ખાતે 47 વર્ષીય રંગોળી આર્ટિસ્ટ દ્વારા તેમની આ સિદ્ધિને બિરદાવવા માટે ખાસ રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી જોતા લાગશે કે, નીરજ આંખની સામે જેવેલીન થ્રો કરી રહ્યો છે.

સુરતના આર્ટિસ્ટ દ્વારા નીરજ ચોપરાની સિદ્ધિને બિરદાવવા ખાસ રંગોળી બનાવાઈ

જેવેલીન થ્રોની ઐતિહાસિક મોમેન્ટની રંગોળી

જે રમતને લોકો આજ દિન સુધી ઓળખતા ન હતા, તે જ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતીય સેનાના જવાન અને એથલિટ નીરવ ચોપરાએ ટોક્યોમાં જે કમાલ કરી છે તેને દેશના પ્રત્યેક નાગરિક બિરદાવી રહ્યા છે. આઠ વર્ષ પછી ભારતને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવનારા નીરજ ચોપરાની વાહ વાહી થઇ રહી છે. 121 વર્ષમાં પહેલી વખત એથલેટિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. લોકો પોતપોતાની રીતે નીરજને અભિનંદન આપવા ઈચ્છે છે. સુરતના 47 વર્ષીય રંગોળી આર્ટિસ્ટ અખ્તર ટેલર દ્વારા નીરજના આભાર માટે ખાસ રંગોળી તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓલિમ્પિક સમયે જ્યારે તે જેવેલિન ફેંકીને ગોલ્ડ મેડલ માટે દાવેદારી કરી રહ્યો હતો ત્યારની ઐતિહાસિક મોમેન્ટ આ રંગોળીમાં કંડારવામાં આવી છે.

આ પણ વાંચો- Video: 120 વર્ષ બાદ એથલેટિક્સમાં ગોલ્ડ મેળવનાર નીરજ ચોપરાને સુરતીઓએ પાઠવ્યા અભિનંદન

5.5 બાય 8.5 ફૂટની આ રંગોળી દસ કલાકમાં તૈયાર થઈ

રંગોળી આર્ટિસ્ટ અખ્તર ટેલરે જણાવ્યું હતું કે, નાનપણથી જ મને રંગોળીનો શોખ હતો. તેના માટે કોઈ સ્પેશ્યલ ક્લાસ કર્યા નથી, આ કલા કુદરતની બક્ષિસ છે. મને એથલેટિક્સ ગેઈમ શરૂ થઈ ત્યારથી જ ભારત દેશને ગોલ્ડ મળે તેવી ઈચ્છા હતી અને જ્યારે નીરજ ચોપરા દ્વારા ગોલ્ડ મેડલની આ અમૂલ્ય ભેટ સમગ્ર દેશને મળી છે, ત્યારે મેં મારી ખુશી રંગોળી થકી વ્યક્ત કરી છે અને નીરજનો આભાર માન્યો છે. આ 5.5 બાય 8.5 ફૂટની આ રંગોળી મે દસ કલાકમાં તૈયાર કરી છે. જેમાં નીરજનો વિનિંગ થ્રોનો ફોટો લઈને તેની રંગોળી બનાવી છે. મેં છેલ્લા 25 વર્ષમાં અંદાજીત 400 જેટલી રંગોળીઓ બનાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.