ETV Bharat / city

Art Exhibition in Surat : સામાન્યજનની ચિત્રકળાની સંતર્પક અનુભૂતિ કરાવતું પ્રદર્શન જોયું? - સુરત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી

સુરતમાં યોજાયેલું આર્ટ એક્ઝિબિશન (Art Exhibition in Surat)લોકોને આકર્ષી (Intriguing display of painting)રહ્યું છે. સિનિયર સિટીઝન અશોક પટેલના કૃષ્ણલીન રહેવા માટે બનાવવામાં આવેલ પેઇન્ટિંગ અને 42 વર્ષીય ચિત્રકાર દ્વારા 150 કલાકમાં તૈયાર કરાયેલા મોઢેરાના સૂર્યમંદિરના પેઇન્ટિંગને લોકો ખૂબ વખાણી રહ્યાં છે.

Art Exhibition in Surat : સામાન્યજનની ચિત્રકળાની સંતર્પક અનુભૂતિ કરાવતું પ્રદર્શન જોયું?

author img

By

Published : May 9, 2022, 9:25 PM IST

સુરત : વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં (Surat Vanita Vishram Art Gallery )આર્ટ એક્ઝિબિશન (Art Exhibition in Surat)આયોજિત કરાયું છે. જેમાં શહેરના સિનિયર સિટીઝન અશોક પટેલના કૃષ્ણલીન રહેવા માટે બનાવવામાં આવેલ પેઇન્ટિંગ અને 42 વર્ષીય ચિત્રકાર દ્વારા 150 કલાકમાં તૈયાર કરાયેલા મોઢેરાના સૂર્યમંદિરના પેઇન્ટિંગને લોકો ખૂબ વખાણી રહ્યા છે.

વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં આર્ટ એક્ઝિબિશન આયોજિત કરાયું છે

રિટાયરમેન્ટના છેલ્લા 5 વર્ષમાં 20 પેઈન્ટિંગ બનાવ્યાં - વૃદ્ધાવસ્થાની ઉંમરે શરીરમાં સ્ફૂર્તિ ઓછી થવા માંડે છે. કેટલાય સિનિયર સિટીઝનના હાથ અને પગ સામાન્ય કામ કરતી વખતે પણ ધ્રુજતા જોવા મળે છે. જોકે તે સુરતના 64 વર્ષીય સિનિયર સિટીઝન અશોક પટેલ જે કલાત્મક અંદાજમાં કેનવાસ પેઇન્ટિંગ કરે છે તે જોઈને ભલભલા આશ્ચર્ય ચકિત રહી જાય છે. 37 વર્ષ નોકરીને કારણે તેમની છૂટી ગયેલી પરંતુ વારસામાં મળેલી પેઇન્ટિંગની કળાને ફરી જીવંત (Intriguing display of painting)કરી છે. તેમણે તેમના રિટાયરમેન્ટના છેલ્લા 5 વર્ષમાં 20 પેઈન્ટિંગ બનાવ્યાં છે જે મોટેભાગે કૃષ્ણ ભક્તિ (Art Exhibition in Surat)પર આધારિત છે. રાધાકૃષ્ણ અને ભગવાન કૃષ્ણના (Beautiful picture of Lord Krishna ) ઓઇલ પેઇન્ટિંગ લોકોમાં આકર્ષણ જમાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Surat Couple Painting: સુરતના દંપતીએ બનાવ્યું ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર દર્શાવતું સૌથી મોટું અને લાંબુ સ્ક્રોલ પેઇન્ટિંગ

55 પેઇન્ટિંગ બનાવ્યું - અશોક પટેલે જણાવ્યું હતું, આ કળા વારસામાં મળી છે. જે નોકરીને કારણે છૂટી ગઈ હતી. પરંતુ મેં ફરીથી પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું છે. મારે માટે મારી ચિત્ર કળા એ ભગવાન કૃષ્ણની ભક્તિ (Beautiful picture of Lord Krishna )માટેનું એક માધ્યમ પણ છે. હું મોટેભાગે કેનવાસ પેઇન્ટિંગમાં ભગવાન કૃષ્ણ અને રાધાકૃષ્ણના ચિત્રો બનાવું છું. મેં મારા અત્યાર સુધીના જીવનકાળ દરમિયાન 55 પેઇન્ટિંગ બનાવ્યાં છે.

150 કલાકમાં તૈયાર થયું આ પેઇન્ટિંગ - 42 વર્ષના ચિત્રકારે બનાવેલ મોઢેરાના સૂર્યમંદિરના પેઇન્ટિંગને (Painting of the Sun Temple of Modhera)પણ લોકો ખૂબ વખાણી રહ્યા છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં વીવર કારીગર તરીકે કામ કરતા અને ઉધના વિસ્તારમાં રહેતા રિતેશ માવાપુરીવાલાએ નોકરી છોડીને 5 વર્ષ પહેલા પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું.પારિવારિક કારણોને કારણે તેઓ ધોરણ-10થી વધુ ભણી શક્યાં ન હતાં. પરંતુ તેમની રુચિ પેઇન્ટિંગમાં હતી. મિત્રોના મોટીવેશનને કારણે તેમણે મોટો નિર્ણય પોતાની રુચિ અનુસાર કામ કરવાનું શરૂ કર્યું હતું. આજે મોઢેરાના સૂર્યમંદિરનું પેઇન્ટિંગ મંદિર લાઈવ હોય એ રીતે તેમણે (Art Exhibition in Surat)તૈયાર કર્યું છે. કલાત્મક નકશીકામ માટે જાણીતા આ મંદિર જેવી પ્રતિકૃતિ સુરતના ચિત્રકાર રિતેશ માવાપુરીવાલાએ માત્ર પેન્સિલ સ્કેચથી તૈયાર કરી છે. 150 કલાકમાં તૈયાર થયેલી આ પેઇન્ટિંગ સુરતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

મોઢેરાના સૂર્યમંદિરનું પેઇન્ટિંગ મંદિર લાઈવ હોય એ રીતે તેમણે તૈયાર કર્યું

આ પણ વાંચોઃ Raja Ravi Varma Famous Paintings સાડી પર બનાવીને પ્રદર્શન યોજવામાં આવ્યું

પેન્સિલ સ્કેચ થકી હૂબહુ બનાવવા પ્રયત્ન - આ અંગે રિતેશભાઈએ જણાવ્યું હતું કે, સૂર્યમંદિર (Painting of the Sun Temple of Modhera)જઈને અલગ અલગ એંગલથી તેના ફોટા પાડ્યા હતાં. જેમાંથી એક ફોટામાંથી મેં પેન્સિલ સ્કેચ થકી તેને હૂબહુ બનાવવાનો (Art Exhibition in Surat)પ્રયત્ન કર્યો છે. પડછાયાથી લઈને કોતરણીની નાનામાં નાની બારીકાઈ સારી રીતે કરી શકું એ માટે દિવસરાત કામ કર્યું છે. આ પેઇન્ટિંગ 3 બાય 4 ફૂટનું છે અને માત્ર બ્લેક એન્ડ વ્હાઈટ પેન્સિલનો ઉપયોગ કરીને બનાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.