ETV Bharat / city

'રાજ્યના 6 મહાનગરોમાં લોકડાઉન લાગવાનું છે' જેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરનારા કાપડ વેપારીની ધરપકડ

'રાજ્યના 6 મહાનગરોમાં લોકડાઉન લાગવાનું છે', જેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરનારા વ્યક્તિની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહે છે તેમજ તે કપડાના વેપાર સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું.

ઝડપાયેલો આરોપી કપડાના વેપાર સાથે સંકળાયેલો છે

author img

By

Published : Apr 12, 2021, 4:08 PM IST

  • 'રાજ્યના 6 મહાનગરોમાં લોકડાઉન લાગવાનું છે' જેવી પોસ્ટ થઈ વાયરલ
  • પોસ્ટ શેર કરનારા વ્યક્તિની સુરત સાયબર સેલે ધરપકડ કરી
  • ઝડપાયેલો આરોપી કપડાના વેપાર સાથે સંકળાયેલો છે

સુરત: ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતના સોશિયલ મીડિયામાં ગુજરાત રાજ્યના ગૃહ વિભાગનો બોગસ ડિજીટલ લેટર પેડ પર '11-4-2021થી 17-04-2021 સુધી ગુજરાતના 6 મોટા શહેરોમાં લોકડાઉન લાગવાનું છે' તેવા લખાણો સાથે એક લેટર પેડ વાયરલ થયો હતો. લોકોમાં ગભરાટ અને અફવા ફેલાતા સાયબર ક્રાઈમ સેલ હરકતમાં આવી હતી અને લોકોને આવી ખોટી અફવા ન ફેલાવવા અને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી.

પોસ્ટ શેર કરનારા વ્યક્તિની સુરત સાયબર સેલે ધરપકડ કરી

આ પણ વાંચો: મોરબીમાં સરકારી શિક્ષકને સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવી ભારે પડી

પોસ્ટ ખરાઈ કર્યા વિના શેયર કરી દીધી હતી

આ મામલે સુરત સાયબર સેલે ગુનો નોંધી આવી અફવા ફેલાવનારા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન સુરતના ભેસ્તાનમાં રહેતા 48 વર્ષીય આનંદ ગિરજાશંકર શુક્લાએ સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ખરાઈ કર્યા વિના શેયર કરી દીધી હતી. આ પોસ્ટથી અફવા વધુ ફેલાઈ શકે તેમ હતી. જેથી સુરત સાયબર ક્રાઈમ દ્વારા તેની ધરપકડ કરાઈ હતી. ઝડપાયેલો આરોપી આનંદ ગિરજાશંકર શુક્લા ભેસ્તાન વિસ્તારમાં રહે છે અને તે કાપડના વેપાર સાથે સંકળાયેલો છે. જો કે બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાંચે આ પોસ્ટ બનાવનારા અને વાયરલ કરનારા મુખ્ય આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે.

આ પણ વાંચો: એક તરફી પ્રેમમાં પડેલા યુવાને કર્યું એવુ કામ કે સાયબર ક્રાઇમે કરી ધરપકડ

ખોટી અફવા ફેલાવનારા થઇ જજો સાવધાન

સુરતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તો બીજી તરફ કેટલાક લોકો ખોટી પોસ્ટ બનાવી અફવા અને ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. ત્યારે સુરત સાયબર સેલ દ્વારા આ મામલે સતત સોશિયલ મીડિયામાં વોચ રાખવામાં આવી રહી છે અને આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.