ETV Bharat / city

સુરતના ઉદ્યોગમાં કાર્યરત શ્રમિક સમૂહને પોતાનો એક દિવસનો પગાર શ્રી રામ મંદિરના નિર્માણ માટે આપવા અપીલ

સુરત મહાનગર દ્વારા આજે બુધવારે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં લોકોને અપીલ કરવામાં આવી હતી કે, દરેક હિન્દુ પોતાના ઘરેથી 10 રૂપિયા , 100 રૂપિયા, 1000 રૂપિયા, પોતાની ક્ષમતા અનુસાર મોટી રાશીનું સમર્પણ કરી શ્રી રામ મંદિર નિર્માણ દ્વારા બની રહેલા રાષ્ટ્ર મંદિર નિર્માણમાં હનુમાન, અંગદ, વાલી, વાનર કે પછી ખિસકોલી બની પોતાનું સમર્પણ આપે.

એક દિવસનો પગાર શ્રી રામ મંદિરના નિર્માણ માટે આપવા અપીલ

author img

By

Published : Jan 13, 2021, 7:18 PM IST

  • શ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ અભિયાન
  • સુરત મહાનગર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન
  • રામ મંદિર નિર્માણમાં સમર્પણ આપવા અપીલ

સુરતઃ સુરત મહાનગર દ્વારા આજે બુધવારે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં લોકોને અપીલ કરવામાં આવી હતી કે, દરેક હિન્દુ પોતાના ઘરેથી 10 રૂપિયા , 100 રૂપિયા, 1000 રૂપિયા, પોતાની ક્ષમતા અનુસાર મોટી રાશીનું સમર્પણ કરી શ્રી રામ મંદિર નિર્માણ દ્વારા બની રહેલા રાષ્ટ્ર મંદિર નિર્માણમાં હનુમાન, અંગદ, વાલી, વાનર કે પછી ખિસકોલી બની પોતાનું સમર્પણ આપે.

વિવિધ સમાજના અગ્રણીઓની મોભીઓ સાથે બેઠક

આ અંગે દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખ નંદકિશોર શર્માએ જણાવ્યુ કે, 14 જાન્યુઆરી મકરસંક્રાંતિથી લઇને 27 ફેબ્રુઆરી માઘ પૂર્ણિમા દરમિયાન આ અભિયાન ચાલવાનું છે. જ્યારે સમિતિના સુરત શહેરના અધ્યક્ષ પ્રમોદ ચૌધરીના જણાવ્યા અનુસાર સમગ્ર સુરત શહેર શ્રી રામ મંદિર નિર્માણ અભિયાનમાં જોડાવા ઉત્સાહ અને ઉમંગ દર્શાવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સુરતમાં વિવિધ સમાજના અગ્રણીઓ પોતાના સમાજના મોભીઓ સાથે બેઠકો કરી રહ્યા છે. આ બેઠકમાં સમાજના મોભેદારોમાંથી કોઈ પાછળ રહેવા માંગતું નથી. શતાબ્દીઓના સંઘર્ષ બાદ બની રહેલ આ ભવ્ય મંદિર નિર્માણમાં દરેક હોદ્દેદારો પોતાના મોટા સમર્પણ દ્વારા અગ્રેસર રહેવા ઈચ્છુક છે.

ઉદ્યોગકારોના શ્રમિક સમૂહને પોતાનો એક દિવસનો પગાર શ્રી રામ મંદિરના નિર્માણ માટે આપે

આ સાથે તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ, ટેક્સટાઇલ્સ, બિલ્ડર જેવા વિવિધ ઉદ્યોગ જગતમાં નિધિ સંગ્રહના પ્રયાસો ક્રિયાન્વિત થઈ ગયા છે. સમગ્ર સુરત મંદિર નિર્માણમાં સહભાગી થવા હિલોળે ચડ્યું છે. સુરતના તમામ હોસ્પિટલ, ફેક્ટરીઓ અને મોટા ઉદ્યોગકારોના શ્રમિક સમૂહને પોતાનો એક દિવસનો પગાર શ્રી રામ મંદિરના નિર્માણમાં પોતાના સમર્પણના રૂપમાં આપવા માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિ આહવાન કરે છે. આ સમિતિના અગ્રણીઓએ વિશ્વના સૌથી મોટા નિધિ સંગ્રહ અભિયાનમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સુરતના રામપ્રિય હિન્દુ સમાજને રાશી આપતી વખતે પાવતી / કુપનો માગવાનો આગ્રહ રાખવા જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.