ETV Bharat / city

સાડી પર પહેરી શકાય એવી સૌપ્રથમ PPE Kit બનાવતી સુરતની Ankita Goyal, કેરળની નર્સ બની પ્રેરણા - કોવિડ નારી કવચ

નવરાત્રી જેવા શક્તિના મહાપર્વ પર આયોજિત ETV Bharatના વિશેષ કાર્યક્રમ શક્તિ વંદનામાં આજે અમે એક એવી મહિલાને મળાવી રહ્યાં છે કે જેઓએ કોરોનાકાળમાં હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર માટે દેશમાંં સૌપ્રથમ સાડી પર પહેરી શકાય એવો (PPE kit to be worn on a saree) ડિઝાઇન કર્યો છે. અંકિતા ગોયલ (Ankita Goyal) દ્વારા ‘કોવિડ નારી કવચ’ (Covid Naari Kavach) નામ આપવામાં આવ્યું છે. કેરળની મહિલા નર્સની વ્યથા સમાચારોમાં વાંચી અંકિતાને આ પીપીઈ કીટ બનાવવાનો વિચાર આવ્યો. જેની પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત‘માં (PM Modi's Mann Ki Baat program) કરી છે.

સાડી પર પહેરી શકાય એવી સૌપ્રથમ PPE Kit બનાવતી સુરતની Ankita Goyal

author img

By

Published : Oct 12, 2021, 4:59 PM IST

  • ‘કોવિડ નારી કવચ’ બનાવતી સુરતની અંકિતા ગોયલ
  • કેરળની મહિલા નર્સની વ્યથા જાણી એવી પીપીઈ કિટ બનાવવા પ્રેરણા મળી
  • અંકિતાની પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત‘માં કરી છે

સુરત : કહેવાય છે કે એક મહિલાની પીડા અન્ય મહિલા જ સમજી શકે છે. જ્યારે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યાં હતાં ત્યારે હેલ્થ વર્કરો પીપીઇ કિટ પહેરવાનું ફરજિયાત થઇ ગયું હતું. પરંતુ કેરળની મહિલા નર્સ પોતાની પીપીઈ કિટને લઈ અગવડની સ્થિતિમાં હતી. કારણ કે જમ્પ શૂટ જેવો પીપીઈ સૂટ સાડીમાં પહેરી શકાય એમ નહોતો. જેથી આ મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ત્યારે આવી મહિલાઓની સમસ્યા દૂર કરવા સુરતની ફેશન ડિઝાઈનર અંકિતા ગોયલે (Ankita Goyal) ખાસ પીપીઇ કિટ ડિઝાઈન કરી છે. અંકિતાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઈ કિટ (PPE kit to be worn on a saree) ડિઝાઇન કરી છે.

અંકિતાએ આ કિટને ‘Covid Naari kavach’ નામ આપ્યું હતું

અંકિતા દ્વારા તૈયાર આ પીપીઈ સાડી ઉપર પહેરી શકાય (PPE kit to be worn on a saree) છે. જેનેે સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી ગઈ હતી. અંકિતાએ આ કિટને ‘કોવિડ નારી કવચ’ (Covid Naari kavach) નામ આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, જે તે વખતે જે પીપીઈ કિટ કોરોના વોરિયર્સને આપવામાં આવતી હતી તે સાડી પર પહેરી શકાય તેમ નહોતી. જ્યારે આપણે ત્યાં આજે પણ મોટાભાગની મહિલાઓ પછી તે મેડિકલ ફિલ્ડમાં પણ જોડાયેલી હોય તો પણ સાડી પહેરતી હોય છે. કેરળ સરકારે કોવિડ કેર સ્ટાફ માટે પીપીઇ કિટ પહેરવા માટે ટી-શર્ટ કે શર્ટ ફરજિયાત કરતાં સાડી પહેરતો મહિલા કોવિડ સ્ટાફ મુશ્કેલીમાં મૂકાયો હતો.

સાડી પર પહેરી શકાય એવી સૌપ્રથમ PPE Kit બનાવતી સુરતની Ankita Goyal

સમસ્યા જાણીને અચાનક જ મને વિચાર આવ્યોઃ Ankita Goyal
અંકિતા ગોયલે વધુમાં જણાવ્યું હતું કે કેરલની મહિલાઓની આ સમસ્યા જાણીને અચાનક જ મને વિચાર આવ્યો કે હું એમના માટે એક ખાસ પીપીઈ કિટ તૈયાર કરૂં. જે સાડી ઉપર પણ પહેરી (PPE kit to be worn on a saree) શકાય અને સાથોસાથ જે મહિલાઓને અનેક શારીરિક સમસ્યા થતી હોય છે તેના થકી પણ તેઓને રાહત મળી શકે. આ કદમની પ્રશંસા સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘મન કી બાત (PM Modi's Mann Ki Baat program) કાર્યક્રમમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ધરા શાહે ગરબાને પરંપરાગત રીતે જાળવી રાખવા તૈયાર કરાયું 'જગજનની' ગીત

આ પણ વાંચોઃ અમદાવાદની દિવ્યાંગ દીકરીની હિંમતને સલામ, પગથી ચાલી ન શકનાર મહિલા ચલાવે છે રીક્ષા !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.