ETV Bharat / city

સુરતની સ્કેટ કોલેજના ભૂતપુર્વ વિદ્યાર્થીઓએ વાઈફાઈથી ચાલતી પેન ડ્રાઈવ બનાવી

આજના ટેક્નોલોજીના સમયમાં વિદ્યાર્થીઓ અવનવી વસ્તુઓ બનાવતાં હોય છે. ત્યારે સુરતની સ્કેટ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓએ સાથે મળીને વાઈફાઈથી ચાલતી પેન ડ્રાઈવ તૈયાર કરી હતી. આ પેનડ્રાઈવને વાઈફાઈ સાથે કનેક્ટ કરીને દેશના કોઈ પણ ખુણામાંથી ડેટાને પેનડ્રાઈવમાં અપલોડ કરી શકાય છે.

સુરતની સ્કેટ કોલેજના ભૂતપુર્વ વિદ્યાર્થીઓએ વાઈફાઈથી ચાલતી પેન ડ્રાઈવ બનાવી
સુરતની સ્કેટ કોલેજના ભૂતપુર્વ વિદ્યાર્થીઓએ વાઈફાઈથી ચાલતી પેન ડ્રાઈવ બનાવી
author img

By

Published : Feb 14, 2021, 2:28 PM IST

  • વિદ્યાર્થીઓએ સાથે મળીને વાઈફાઈથી ચાલતી પેન ડ્રાઈવ તૈયાર કરી
  • પેન ડ્રાઈવ બનાવતા 85,000 રૂપિયાનો ખર્ચ થયો
  • પેનડ્રાઈવને તેમણે Maypole નામ આપ્યું

સુરત: આજના ટેકનોલોજીના સમયમાં વિદ્યાર્થીઓ અવનવી વસ્તુઓ બનાવતાં હોય છે. ત્યારે સુરતની સ્કેટ કોલેજમાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓએ સાથે મળીને વાઈફાઈથી ચાલતી પેન ડ્રાઈવ તૈયાર કરી હતી. આ પેનડ્રાઈવને વાઈફાઈ સાથે કનેક્ટ કરીને દેશના કોઈ પણ ખુણામાંથી ડેટાને પેનડ્રાઈવમાં અપલોડ કરી શકાય છે. જેથી ડેટા અપલોડ કરવા માટે વારંવાર પેન ડ્રાઈવ કાઢવાની કે ડેટા અપલોડ કરવા માટે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સ્પીડની પણ જરૂર નહીં પડે.

પેન ડ્રાઈવ બનાવતા તેમને 45 દિવસનો સમય લાગ્યો

આ પેન ડ્રાઈવ બનાવતા તેમને 45 દિવસનો સમય લાગ્યો હતો. તેમજ 85,000 રૂપિયાનો ખર્ચો થયો હતો. તેમજ પાવર બેકઅપ માટે 250 mahની બેટરી પણ આપવામાં આવી છે. આ પેન ડ્રાઈવ બનાવનાર અક્ષય વસ્તરપરાએ જણાવ્યું હતું કે, સુરતમાં મોટા પાયે એમ્બ્રોડરીના કામકાજ ચાલતા હોય છે. જેમાં મશીનમાં દરરોજ પેન ડ્રાઈવ નાંખી ડિઝાઈન અપલોડ કરવાની હોય છે. એમ્બ્રોડરીના જે કારખાના હોય છે તેમાં કારીગરોને કોમ્પ્યુટર આવડતું ન હોય તે માટે પેન ડ્રાઈવ કાઢીને જાતે જ ડિઝાઈન અપલોડ કરવી પડે છે.

સુરતની સ્કેટ કોલેજના ભૂતપુર્વ વિદ્યાર્થીઓએ વાઈફાઈથી ચાલતી પેન ડ્રાઈવ બનાવી

પેનડ્રાઈવને તેમણે Maypole નામ આપ્યું

બધી ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે છેલ્લા 2 મહિનાથી રિસર્ચ એન્ડ ડિઝાઈન પર કામ કરી રહ્યા હતા. જેમાં 85,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. આ પેનડ્રાઈવનો ઈન્ડસ્ટ્રીલ મશીન, પ્રિન્ટર, મિડીયા પ્લેયર, પ્રોજેક્ટર, ડિજિટલ ડિસ્પ્લે, 3D પ્રિન્ટર, લેઝર કટર, લેબ ઈક્વિપમેન્ટ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ત્રણેય મિત્રોએ ભેગા મળી માર્કેટમાં મળતી સાદી પેન ડ્રાઈવ પર રિસર્ચ કરીને તેમાં ફેરફાર કર્યા છે. તેમણે બનાવેલી પેનડ્રાઈવને તેમણે Maypole નામ આપ્યું છે. જેમાં તેમણે વાઈફાઈ ચીપ, SD કાર્ડ, કાર્ડરીડર, 250 mah ની બેટરી લગાવી હતી.

USB 2.0માં 20 MBPS અને USB 3.0માં 30 MBPSની ઝડપે ડેટા અપલોડ કરી શકાશે

આ બેટરીને ફુલ થતાં 30 મિનિટનો સમય લાગે છે અને બે દિવસનો પાવર બેકઅપ આપે છે. તેમજ ઈન્ટરનેટની સામાન્ય સ્પીડમાં પણ પેનડ્રાઈવમાં ડેટા અપલોડ કરી શકાશે. આ ઉપરાંત USB 2.0માં 20 MBPS અને USB 3.0માં 30 MBPSની ઝડપે ડેટા અપલોડ કરી શકાશે. સાથે ડિઝાઇન સ્ટોરેજ પણ કરી શકાય તે માટે મેમરી કાર્ડનો સ્લોટ પણ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.