ETV Bharat / city

સુરતના વેપારીને સાત દાંત કાઢ્યા બાદ ખબર પડી કે તેમને મ્યુકોરમાઇકોસીસ છે

કોરોના બાદ સુરત શહેરમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીની સંખ્યા વધી રહી છે. કોરોનાથી સાજા થયેલા એમ્બ્રોઇડરીના વેપારી મનીષભાઈને સાત દાંત કાઢ્યા બાદ ખબર પડી હતી કે, તેઓ બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇકોસીસ નામના રોગના શિકાર બન્યા છે. ઉલ્લેખનિય છે કે, લોકોને ખબર પડે ત્યાં સુધી આ રોગે તેમના જીવનને ઊથલપાથલ કરી દીધું હોય છે.

author img

By

Published : May 19, 2021, 11:03 PM IST

Updated : May 20, 2021, 4:21 PM IST

સુરતના વેપારીને સાત દાંત કાઢ્યા બાદ ખબર પડી કે તેમને મ્યુકોરમાઇકોસીસ છે
સુરતના વેપારીને સાત દાંત કાઢ્યા બાદ ખબર પડી કે તેમને મ્યુકોરમાઇકોસીસ છે
  • કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસના દર્દીની સંખ્યા વધી
  • મ્યુકોરમાઇકોસિસના વધતા કેસ જોઈને લોકોમાં ડરનો માહોલ
  • વેપારી મનીષભાઈને સાત દાંત કાઢ્યા બાદ ખબર પડી કે મ્યુકોરમાઇકોસિસ થયો છે

સુરતઃ કોરોના બાદ સુરત શહેરમાં મ્યુકરમાઇકોસીસના દર્દીની સંખ્યા વધી રહી છે. કોરોનાથી સાજા થયેલા એમ્બ્રોઇડરીના વેપારી મનીષભાઈને સાત દાંત કાઢ્યા બાદ ખબર પડી હતી કે, તેઓ બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસીસ નામના રોગના શિકાર બન્યા છે. કોરોનાના પ્રથમ ફેઝ દરમિયાન પણ આ રોગના દર્દીઓ જોવા મળ્યા હતા. જોકે, બીજા ફેઝમાં આ રોગના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. ત્યારે મ્યુકરમાઇકોસિસના વધતા કેસ જોઈને લોકોમાં ડરનો માહોલ સર્જાઈ રહ્યો છે. જોકે લોકોએ ગભરાયા વગર ઝડપી નિદાનની જરૂર છે. સમયસર મળેલી સારવારને કારણે આજે સુરતમાં અનેક દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. ગત વર્ષથી શરૂ થયેલા આ રોગમાં નાની મોટી સર્જરી કરાવી ચૂકેલા દર્દીઓ આજે સાજા થયા છે.

આર્ટિફિશિયલ દાંત નંખાવી સંપૂર્ણપણે સ્વસ્થ થશે

કોરોના બાદ મ્યુકરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં એવા દર્દીઓ પણ છે જેમને સર્જરી બાદ છ મહિનાથી વધુ સમય થઇ ગયો હોવા છતાં ફૂગનું રીઅકરન્સ થયું નથી અને તેઓ સાજા થયા છે. સર્જરીના સમયે ઇન્ફેકટેડ આખું જડબું કે કેટલાક દાંત કાઢ્યા હોવા છતાં પણ તેઓ આઠ-નવ મહિના બાદ ફરીથી ફૂગ લાગી નથી અને ભવિષ્યમાં આર્ટિફિશિયલ દાંત નંખાવી સંપૂર્ણપણે સ્વસ્થ થશે.

આ પણ વાંચોઃ સુરતમાં મ્યુકોરમાઇકોસીસના કુલ 224 કેસ નોંધાયા, નવી સિવિલ હોસ્પિટલમાં અલગ વૉર્ડ શરૂ કરાયો

કિસ્સો-1

મનીષ શાહને જુલાઈ મહિનામાં અચાનક લોહીની વોમીટ થઈ હતી

અડાજણ વિસ્તારના રહેવાસી મનીષ શાહની ઉંમર 53 વર્ષ છે અને એમ્બ્રોઇડરીનો વ્યવસાય કરે છે. તેઓને ગત જુલાઈ મહિનામાં અચાનક લોહીની વોમીટ થઈ હતી. જેને લઈને તેઓ હોસ્પિટલ ગયા હતા. જ્યાં તેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ વગર ઓક્સિજન સપોર્ટે 3 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ ઘરે પરત ફર્યા હતા. એટલું જ નહીં તેમને ડાયાબિટીસ અથવા બીપીની સમસ્યા પણ નહોતી. કોરોના સારવાર લીધા બાદમાં દાંતના દુખાવાને કારણે તપાસમાં મ્યુકરમાઇકોસિસનું નિદાન થયું હતું. હાલ તેઓની સ્થિતિ સારી છે.

રિપોર્ટ બાદ ખબર પડી મ્યુકરમાઇકોસિસ થયો છે

મનીષભાઈએ કહ્યું કે, કોરોનાથી સાજા થયા બાદ દાંતમાં દુખાવો થતા મેં દાંત પડાવ્યો હતો. આવી જ રીતે 7 દાંત પડાવ્યા હતા. જોકે, તે જગ્યાએ ત્યાં હાડકા નીકળવાથી ડોકટરનો સંપર્ક કર્યો અને નવેમ્બરમાં રિપોર્ટ બાદ ખબર પડી મ્યુકરમાઇકોસિસ થયો છે. જોકે, અસર ઓછી હોવાને કારણે તાત્કાલિક સર્જરી કરાવી હતી. ડૉક્ટર ભગવાન બનીને આવ્યાં છે. મારા ઉપલા જડબાના એક તરફના દાંત કાઢયા છે. જેથી જમવાનું ક્રશ કરીને જમવું પડે છે. પરંતુ હાલ હું સ્વસ્થ છું.

કિસ્સો-2

2 દિવસ માટે તેમને 4-5 લિટર ઓક્સિજનની જરૂર પડી

વરાછા વિસ્તારના રહેવાસી 56 વર્ષીય રમેશ કોલડીયા ડાયમંડ વર્કર છે. નવેમ્બરમાં તેમને કોરોના પોઝિટિવ આવતા 8 દિવસ હોસ્પિટલમાં રખાયા હતા. જ્યાં 2 દિવસ માટે તેમને 4-5 લિટર ઓક્સિજનની જરૂર પડી હતી. તેમના પરિવારના અન્ય 2 સભ્યો પણ સંક્રમિત થયા હતા. કોરોનાથી સાજા થઈ ઘરે ગયા બાદ અઠવાડિયામાં જ તેમને દાંતમાં દુખાવો ખૂબ જ રહ્યો હતો. બે ત્રણ ડોકટરોને બતાવ્યા બાદ 10 દિવસમાં મ્યુકરમાઇકોસિસ હોવાની જાણ થઈ હતી. રમેશભાઈ 8 વર્ષથી ડાયાબિટીસના દર્દી છે. હોસ્પિટલમાં એડમિટ થયા બાદ ડાયાબિટીસના અને અન્ય રીપોર્ટ નોર્મલ આવવામાં સમય લાગ્યો હતો. જેથી 4 દિવસ બાદ સર્જરી કરવામાં આવી હતી અને 20 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ તેઓ ઘરે ગયા હતા. ડોક્ટરના કહેવા મુજબ તેમને સ્પષ્ટ બોલવામાં આશરે 6 મહિના જેટલો સમય નીકળી જશે.

જડબાની ચામડી પણ કાઢી છે

રમેશભાઈના ભાઈ અશોક ભાઈએ જણાવ્યું હતું કે, ઈન્ફેકશનને કારણે તેમના ઉપલા જડબાના બધા દાંત કાઢી નાંખ્યા છે. જડબાની ચામડી પણ કાઢી છે. જેથી બોલવાની તકલીફ પડે છે. જોકે, ચામડીની જગ્યા પ્લેટ મૂકીને જડબા પર નવા દાંત મુક્યા બાદ તે તકલીફ દૂર થઈ જશે. ડૉ.નેહલની સમયસૂચકતાએ મારો જીવ બચાવ્યો છે. હાલ જમવામાં લીકવીડ જ લઉ છે અને જલ્દીથી જ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.

Last Updated : May 20, 2021, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.