- સુરત પોલીસ દ્વારા 2 ચેન સ્નેચરની ધડપકડ
- એકટર અને બિલ્ડર ચૈન સ્કેચિંગમાં માહિર
- આરોપીઓ પાસેથી 2.54 લાખનો મુદ્દા-માલ મળી આવ્યો
સુરત: શહેરના રાંદેર પોલીસ દ્વારા આજરોજ બે ચેન સ્કેચિંગ કરનારની ધરપકડ કરવામાં આવી હતી.જોકે જ્યારે રાંદેર પોલીસ દ્વારા આ બે આરોપીઓને પકડવામાં આવ્યા ત્યારે રાંદેર પોલીસ પણ આમાંથી એક આરોપીની જોઈને ચોંકી ગઈ હતી. કારણ કે આમાંથી એક આરોપી હિન્દી ફિલ્મોમાં એક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે. અને બીજો વ્યક્તિ જે રાજકોટમાં બિલ્ડીંગ લાઈન સાથે સંકળાયેલો છે. જોકે રાંદેર પોલીસ દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છેકે આ બંન્ને ચેન સ્નેચિંગમાં માહિર છે.
આરોપીની મિરાજ હિન્દી સિરીયલમાં એક્ટર છે.
રાંદેર પોલીસ દ્વારા જ્યારે આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે રાંદેર પોલીસ આરોપી મિરાજ કપાડીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે મિરાજ કપાડી હિન્દી સિરીયલમાં એક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે. તેને પૂછવામાં આવતા તેના દ્વારા એમ કહેવામાં આવ્યું કે ક્રિકેટના સટ્ટામાં બધુજ હારી ગયો હતો અને હવે અંતે ચેન સ્નેચિંગ કરીએ છીએ.
આ પણ વાંચો : સુરતમાં ચેન સ્નેચિંગ કરતી મહિલાઓ CCTVમાં કેદ
આ બંને જણાએ 12 જેટલા ગુન્હાનો ભેદ ઉકેલીયો
આ બંન્ને જણા મેચના સટ્ટામાં રૂપિયા હારી જતા અંતે ચૈન સ્નેચિંગના રવાડે ચઢીયા હતા. બંને આરોપી પાસે ચેન, મોબાઇલ, બાઈક સહિત રોકડ રકમ મળીને કુલ 2.54 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અને આ બે આરોપીઓ દ્વારા ગુજરાતમાં 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ બંને આરોપી ભણેલા-ગણેલા છે ગ્રેજ્યુએટ અને બીજો કેમેસ્ટ્રી બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. ટીવી એક્ટર મિરાજ બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. વધુમાં એમ પણ જાણવા મળ્યું કે આ બંન્ને જણા સાથે મળીને મિરાજ અને વૈભવ સાથે જ બાઈકનો લોક તોડી પાવરના છેડાને જોડીને બાઈક ચોરી કરતા હતા. એ જ બાઇક લઇને સુરતના અલગ-અલગ વિસ્તારોમાં ફરતા હતા. અને જે વિસ્તારોમાં લોકોની અવરજવર ઓછી હોય ત્યાં એકલામાં ચાલતા વૃદ્ધ મહિલાઓને પોતાનું નિશાન બનાવીને રેકી કરીને ગળામાં પહેરેલી સોનાની ચેન વગેરે તોડીને ભાગી જતા હતા.
આ પણ વાંચો : સુરતમાં ચેન સ્નેચરો બન્યા બેફામ, વૃદ્ધાના કાનની રૂ. 1 લાખની બૂટ્ટી ખેંચી ગયા
રાંદેર પોલીસ દ્વારા બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી
રાંદેર પોલીસને રાંદેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ચૈન સ્નેચિંગની ઘટના સામે આવતા રાંદેર પોલીસને અંતે એવી બાતમી મળી હતી કે સુરત રાંદેર ભેંસાણ ચાર રસ્તા પાસે પોકેટ કોપ મોબાઈલની મદદથી ત્યાંથી પસાર થતા શંકાસ્પદ વાહનને ચેક કરતા હતા તે દરમિયાન ઈચ્છાપુર હાઇવે તરફથી મળેલી બાતમીના આધારે એક બાઈક ઉપર બે જણા આવી રહ્યા છે, રાંદેર પોલીસ દ્વારા ચારે બાજુથી ઉભા રહીને તેઓને પકડી પાડયા હતા. એ સમયે રાંદેર પોલીસને આ બે જણા પાસેથી તૂટેલી સોનાની ચેન ત્રણ નંગ, અને અને અલગ અલગ કંપનીના બે નંગ મોબાઈલ અને એક સ્પ્લેન્ડર ગાડી કુલ મળીને 2.54લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આ બંનેની વધુ તપાસ હાથ ધરી છે.