ETV Bharat / city

સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા - સિતમ્બર વિશ્વનાથ નિશાદ કેસ

સુરત શહેરમાં 15 ડિસેમ્બર 2019ના રોજ સચીન જી.આઇ.ડી.સી ખાતે (Surat misdemeanor case) ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ(Rape of a four year old girl in Surat) અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ મામલે સચિન જી.આઇ.ડી.સી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ત્યાર બાદ આજરોજ સુરત કોર્ટ દ્વારા તમામ પુરાવાઓના આધારે આરોપી સિતમ્બર નિશાદને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવી છે.

સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા

author img

By

Published : Apr 13, 2022, 10:58 PM IST

સુરત: શહેરમાં 15 ડિસેમ્બર 2019ના રોજ સચીન જી.આઇ.ડી.સી ખાતે 4 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ (Rape of a four year old girl in Surat) અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ મામલે ભોગ બનનાર બાળકીના પિતાએ સચિન જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સચીન જી.આઇ.ડી.સી પોલીસે (Surat misdemeanor case) મામલાને ગંભીરતાથી લઇ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: 60 વર્ષીય વૃદ્ધે સગીરાને બનાવી ગર્ભવતી, પંચાયતે આબરૂની કિંમત લગાવી 2 લાખ

બાળકીનું નિવેદન: આ મામલે પોલીસે પરિવાર, પિતા અને બાળકીનું નિવેદન લઇ આરોપી સિતમ્બર નિશાદની અટકાયત કરી હતી, ત્યારબાદ પૂછપરછમાં જાણવા મળ્યુ હતુ કે આરોપીએ બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હતુ, ત્યારબાદ પોલીસે વધારાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

36 જેટલા પુરાવા અને 107 પાનાના દસ્તાવેજો: આ કેસમાં સચીન જીઆઇડીસી પોલીસ દ્વારા કોર્ટમાં 9 જાન્યુઆરી 2020 ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ કેસમાં પોલીસે 36 જેટલા પુરાવા અને 107 પાનાના દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

9 લાખ રૂપિયા વળતર: આ ઉપરાંત મેડિકલ એવિડન્સ, સીસીટીવી ફૂટેજ, ડોક્ટરની જુબાની પરિવાર ની જુબાની તથા પોલીસની જુબાની આ તમામ પ્રકારના પુરાવાઓને ધ્યાને લઈ આરોપીને દોષી ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજરોજ આરોપી સિતમ્બર વિશ્વનાથ નિશાદને નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવી છે તથા પરિવારને 9 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે.

આજીવન કેદની સજા: આ બાબતે સરકારી વકીલ નયન સુખડવાલા જણાવ્યું હતુંકે, સચીન જી.આઇ.ડી.સી ચાર વર્ષની બાળકી ઉપર બળાત્કારના મામલે આરોપીને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવી છે. 376-એબી અંતિમ શ્વાસ સુધીની સજા, 363માં સાત વર્ષ, 366માં દસ વર્ષ, 335માં 6 મહિના તે ઉપરાંત નવ લાખ રૂપિયા પરિવારને આપવાનો કોર્ટ દ્વારા હુકમકરવામાં આવેલ છે.

આ પણ વાંચો: આસારામ બાપુના આશ્રમ પરિસરમાં પાર્ક કરેલી કારમાંથી મળ્યો કિશોરીનો મૃતદેહ

શું હતી ઘટના: સુરત શહેરમાં 15ડિસેમ્બર 2019ના રોજ ભોગ બનનાર બાળકી અને તેના પિતા સચીન જી.આઇ.ડી.સી ખાતે આવેલ ઈશ્વર નગરમાં રામલીલા કાર્યક્રમ જોવા ગયેલા હતા અને તે દરમિયાન પિતા આરતીમાં ભાગ લેવા ગયા ત્યારે બાળકી ત્યાંથી જતી રહી હતી. ત્યારે આરોપી બાળકીને પોતાની સાથે નજીકના ઝાડી-ઝાંખરા વાળી જગ્યા ઉપર લઇ જઇ બાળકી સાથે દુષ્કર્મ આચરી થપ્પડ મારી તેને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકના રોડ ઉપર છોડી આરોપી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના બાળકી રડતાં રડતાં પિતાને જણાવી હતી. જેને લઇ ભોગ બનનાર બાળકીના પિતાએ સચિન જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સચીન જી.આઇ.ડી.સી પોલીસે આરોપી સિતમ્બર વિશ્વનાથ નિશાદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.