વરાછાના ટોરેન્ટ પાવર ટ્રાન્સફોર્મરના ધાબા પર આધેડની થઈ હતી હત્યા (Murder)
વરાછા પોલીસે આરોપીને (Accused of murder) ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સાથે રહેતાં આરોપીએ જમવા બાબતે ઝઘડો થતાં કર્યો હતો હુમલો
સુરત : ગત 31 મેએ વરાછામાં કમલપાર્ક સોસાયટી સ્થિત ટોરેન્ટ પાવરના ટ્રાન્સફોર્મરના ધાબા પરથી આધેડની હત્યા (Murder) કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવમાં તપાસ કરી રહેલી વરાછા પોલીસે (Varachha Police) એક આરોપીને (Accused of murder) ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ઈશ્વરભાઈ અને મૃતક નયનભાઈ સાથે જ રહેતાં હતાં. બનાવની રાત્રે બંને વચ્ચે જમવાના બાબતે ઝઘડો થતાં ઈશ્વરભાઈએ ઉશ્કેરાટમાં આવી નયનભાઈ પર હુમલો કર્યો હતો.
ગત 31 મે ની મધરાતે વરાછા પોલીસને (Varachha Police) વરાછા કમલપાર્ક સોસાયટી બંસી કાકાના ડેલામાં ખાતા નં.154 ની સામે ટોરન્ટ પાવરના ટ્રાન્સફોર્મરના ધાબા પરથી મૂળ અમરેલીના વતની અને સુરતમાં રખડતું જીવન ગુજારતા 50 વર્ષીય નયનભાઇ ઉર્ફે નવીનભાઇ બચુભાઇ જોષીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે બ્લ્યુ જેવા કલરના શર્ટ પહેરેલા અજાણ્યાએ પહેલા નયનભાઈને ટુવાલ વડે ગળેટૂંપો આપી બાદમાં માથાના તથા ચહેરાના ભાગે લોખંડના પાઇપ વડે ગંભીર ઇજા પહોચાડી હત્યા (Murder) કરી હતી અને ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં લગ્નના 2 મહિનામાં જ 4.50 લાખ રૂપિયા લઈ લૂંટેરી દુલ્હન ફરાર
જમવા બાબતે ઝઘડો હતો
બનાવ અંગે વરાછા પોલીસે (Varachha Police) અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન, વરાછા પોલીસે મળેલી બાતમીના આધારે સરથાણા યોગીચોક સીમાડા નહેર શાકભાજી માર્કેટ ખાતેથી 50 વર્ષીય ઇશ્વરભાઇ વેલજીભાઇ દેવીપૂજકને (Accused of murder) ઝડપી લીધા હતાં. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી સુરતમાં રહેતા અને કડીયાકામ કરતા ઈશ્વરભાઈ અને મૃતક નયનભાઈ સાથે જ રહેતાં હતાં. બનાવની રાત્રે બંને વચ્ચે જમવાના બાબતે ઝઘડો થતા ઈશ્વરભાઈએ ઉશ્કેરાટમાં નયનભાઈ પર હુમલો કર્યો હતો. જોકે, ત્યાર બાદ નયનભાઈ મારશે એ બીકે ભાગી ગયેલા ઈશ્વરભાઈને બાદમાં હત્યાની જાણ થઈ હતી. આથી તે કામ પર જતા ન હતાં અને વરાછા-કાપોદ્રા વિસ્તારમાં જ્યાં સલામત સ્થાન લાગે ત્યાં છુપાઈને રહેતાં હતાં. જો કે આખરે પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરત વરાછા વિસ્તારમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો