સુરત : પોલીસે વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધી આ ગેંગના મુખ્ય સુત્રધાર સહીત 8 લોકોની ધરપકડ (Arrest of Vipul Gajipara gang) કરી છે, સાથે આ ગેંગનો સાગરિત છેલ્લા એક વર્ષથી ફરાર હતો તેને પણ હવે ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપી સામે હાફ મર્ડર (Vipul gajipara gang in surat) અને હથીયાર સાથે ધાડ સહિતના 3 ગુના પણ નોંધાઈ (Accused arrested under GUJCTOC Act) ચુક્યા છે.
આ પણ વાંચો : Blast accused arrested : ટેડી બેર ગિફ્ટ બ્લાસ્ટ આરોપી ઝડપાયો, ખતરનાક હતો ઇરાદો
ગુજ્સીટોક હેઠળ ગુનો નોધ્યો : સુરતમાં ગુનાખોરીને કાબુમાં લેવા માટે (Crime Case In Surat) આંતક મચાવતી ગેંગ સામે સુરત પોલીસે લાલ આંખ કરી ગુજ્સીટોક હેઠળ ગુનો નોધ્યો છે. ડીસીબી પોલીસે વિપુલ ગાજીપરા ગેંગના સાગરિત અને છેલ્લા 1 વર્ષથી નાસીપાસ થયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગુનામાં અગાઉ ગેંગના લીડર વિપુલ ડાહ્યાભાઈ ગાજીપરા તેમજ ગેંગના સાગરીતો ડેનીશ ઉર્ફે નાનો ડેનીયો રમેશચંદ્ર ખત્રી બિલાડાવાળા, અલ્તાફ ગફુરભાઈ પટેલ, શશાંકસિહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપસિંગ ભારદ્રવજ, ઉજવલદીપ ઉર્ફે યુડી બ્રીજ મોહનસિગ રાજપૂત, અર્જુન કુમાર ઉર્ફે અરવિંદ સત્યનારાયણ પાંડે, કપિલ કુમાર ઉર્ફે પોપીન ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે મામ ચંદ અને મોહમદ ઇલીયાસ મોહમદ બિલાલ કાપડિયાની ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો : આંધ્રપ્રદેશનાં MLC અનંત ઉદય ભાસ્કરના ડ્રાઇવરનું શંકાસ્પદ સંજોગોમાં થયું મૃત્યુ
વિપુલ ગાજીપરા ગેંગનો સાગરિત: ગુજ્સીટોકના ગુનામાં વિપુલ ગાજીપરા ગેંગનો સાગરિત આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ ઐયુબખાન ઝોજા ગુનો દાખલ થયો ત્યારથી જ સુરત શહેર છોડી નાસ્તો ફરતો હતો. તેમજ ભૂતકાળમાં તેની સામે લાલગેટ પોલીસ મથકમાં હાફ મર્ડર, કતારગામ અને વરાછા પોલીસ મથકમાં હથીયાર સાથે ધાડનો ગુનો નોંધાયો હતો. સુરત પોલીસ છેલ્લા 1 વર્ષથી તેને પકડવા માટે મેહનત કરતી હતી. જો કે આખરે આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ સુરત બસ સ્ટેન્ડ ગરનાળા પાસે આવેલો છે તેવી બાતમી ડીસીબી પોલીસને મળતા પોલીસે તેના પર નજર રાખી તેને ઝડપી પાડ્યો હતો.