ETV Bharat / city

કોલેજ-યુનિવર્સિટીની ફી ઉઘરાણીના વિરોધમાં ABVPના સભ્યો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા

કોરોના કાળમાં શાળા અને કોલેજોની ફીને લઈને શૈક્ષણિક સંસ્થાન સામે વાલીઓ દ્વારા વિરોધ અકબંધ છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોલેજ અને યુનિવર્સિટીની ફી ઉઘરાણીના વિરોધમાં ABVPના સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને માત્ર ટ્યુશન ફી જ લેવાની માંગ કરી હતી.

કોલેજ અને યુનિવર્સીટીની ફી ઉઘરાણીના વિરોધમાં ABVPના સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર

author img

By

Published : Oct 12, 2020, 7:11 PM IST

સુરત: નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફી ઉઘરાણીને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ABVP દ્વારા માંગણી કરાઈ કે, યુનિવર્સિટી સંચાલિત કોલેજ દ્વારા ફી ઉઘરાણી રોકવામાં આવે અને માત્ર ટ્યુશન ફી જ લેવામાં આવે.

કોલેજ અને યુનિવર્સિટીની ફી ઉઘરાણીના વિરોધમાં ABVPના સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર

ટ્યુશન ફી જ લઈ શકવાની જોગવાઈ કરાઈ હોવા છતા યુનિવર્સિટી દ્વારા તમામ પ્રકારની લેવાતા વિદ્યાર્થીઓનો વિરોધ કર્યો હતો. ટ્યુશન ફીની સાથે યુનિયન, સ્પોર્ટ્સ, એડમિનિસ્ટ્રેશન જેવી જુદી-જુદી ફી વિદ્યાર્થીઓ પાસેથી ન લેવા માટે ABVPએ વિરોધ દર્શાવ્યો હતો.

સોમવારના રોજ કોલેજ અને યુનિવર્સિટી દ્વારા માત્ર ટ્યુશન ફી જ લઈ અન્ય એક્ટિવિટીની ફી ન લેવાની માંગ સાથે મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધમાં જોડાયા હતા. સાથે લાઈબ્રેરી, કેમ્પસ ડેવલોપમેન્ટ વગેરે જરૂરી ડેવલપમેન્ટ તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે એવી વિદ્યાર્થીઓએ માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.