ETV Bharat / city

સુરતના યુવક સાથે સાયબર ફ્રોડ કરનારી પશ્ચિમ બંગાળની યુવતી ઝડપાઇ - Online fraud in Surat

ઓનલાઈન ફેક વેબસાઈટ (Online fake website) તથા યુનીલીવરના લોગો વાળી બનાવટી એપ્લિકેશન (Fake application) બનાવી સુરતના યુવક સાથે ઓનલાઈન ગેમિંગ દ્વારા પ્રોફિટ આપવાના બહાને રૂપિયા 3.56 લાખની રકમ પડાવી લેવામાં આવી હતી. આ બનાવમાં સુરત સાયબર સેલે પશ્ચિમ બંગાળથી એક મહિલાની ધરપકડ કરી છે.

Latest news of Surat
Latest news of Surat
author img

By

Published : Oct 19, 2021, 10:07 AM IST

  • સુરતના યુવક પાસેથી ઓનલાઈન ગેમિંગ દ્વારા પ્રોફિટ આપવાના બહાને 3.56 લાખની રકમ પડાવી
  • શરૂઆતમાં યુવકે 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, જેમાં તેને 3 દિવસમાં 140 રૂપિયાનો પ્રોફિટ થયો
  • ગુનામાં સામેલ પશ્ચિમ બંગાળથી અનીતા કુમાર સુમ્બા નામની મહિલાની ધરપકડ કરાઈ

સુરત: શહેરમાં રહેતા એક યુવકને વોટ્સએપ પર અજાણ્યા લોકોએ એક લીંક મોકલી તે લીંક થકી યુનીલીવરના લોગો વાળી બનાવટી એપ્લિકેશન (Fake application) ડાઉનલોડ કરાવી. જે બાદ યુવકને વિશ્વાસમાં લઈને એપ્લિકેશનમાં ઇન્વેસ્ટ કરવાથી પ્રોફિટ થશે તેમ જણાવ્યું હતું. જેથી શરૂઆતમાં યુવકે 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. જેમાં તેને 3 દિવસમાં 140 રૂપિયાનો પ્રોફિટ થયો હતો. આવી રીતે તેણે બેથી ત્રણ વાર ઇન્વેસ્ટ કર્યા હતા અને તેને પ્રોફિટ થયો હતો. જે બાદ તેને વિશ્વાસ આવી જતા તેણે અલગ અલગ તારીખે અલગ અલગ રીતે 3.56 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા પરંતુ ત્યારબાદ તે રૂપિયા ઉપડ્યા ન હતા.

પશ્ચિમ બંગાળથી ઝડપાઇ સુરતના યુવક સાથે ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારી યુવતી

7 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા

આખરે યુવકને પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા તેણએ સાયબર ક્રાઈમ પોલીસ મથક (Cyber Crime Police Station) માં ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા જોઈ સાયબર ક્રાઈમ સેલે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં આ ગુનામાં સામેલ પશ્ચિમ બંગાળથી અનીતા કુમાર સુમ્બા નામની મહિલાની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

અજાણ્યા નંબરથી વોટ્સએપ પર લીંક મોકલે છે

આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ ગુનો ગત ત્રીજા મહિનામાં બન્યો હતો. આ બનાવ બાદ યુવકે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં અનીતા કુમાર સુમ્બા નામની મહિલાની ધરપકડ કરી છે. મહિલાની ઉમર 36 વર્ષ છે અને તે ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તે 2010 થી જડીબુટ્ટી લે વેચનું કામ કરે છે. આ લોકો અજાણ્યા નબરથી વોટ્સએપ પર લીંક મોકલે છે અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે. શરૂઆતમાં તેઓને પ્રોફિટ આપવામાં આવે છે અને ત્યારબાદ મોટી રકમ ઇન્વેસ્ટ કરાવી ઠગાઈ કરવામાં આવે છે. સુરતમાં યુવક સાથે 3.56 લાખની ઠગાઈ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે, આ એક મોટું કોભાંડ હોય શકે છે. કારણ કે આવી રીતે ઠગાઈ એક ગેંગ દ્વારા થતી હોય શકે છે.

આ પણ વાંચો: 25 વર્ષીય એન્કર મોના સોલંકી સાથે 80 હજારની ઓનલાઈન ઠગાઈ

આ પણ વાંચો: કોરોનાની બીજી લહેરમાં ગયા વર્ષની સરખામણીમાં સાઇબર ક્રાઇમના કેસમાં લગભગ 300 ટકાનો નોંધાયો વધારો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.