ETV Bharat / city

સુરતના દામકા ગામમાં ધો.12ના 2, ધો.10નો એક વિદ્યાર્થી બે દિવસથી ગુમ

સુરતના દામકા ગામમાં ધોરણ 12ના બે અને ધોરણ 10નો એક વિદ્યાર્થી બે દિવસથી ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં દેખાયો હતો. ત્રણેય મિત્રો ઘરેથી કોઈને કઈ કહ્યા વગર જ ઘરેથી નીકળી પડ્યા હતા. ત્રણેયના માતાપિતાએ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે.

author img

By

Published : Dec 10, 2020, 1:31 PM IST

સુરતના દામકા ગામમાં ધો.12ના 2, ધો.10નો એક વિદ્યાર્થી બે દિવસથી ગુમ
સુરતના દામકા ગામમાં ધો.12ના 2, ધો.10નો એક વિદ્યાર્થી બે દિવસથી ગુમ
  • દામકા ગામમાં ધો.12ના બે અને ધો.10નો એક વિદ્યાર્થી બે દિવસથી ગુમ
  • બાળકોના માતાપિતાએ ઈચ્છાપોર પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી
  • અંકિત સ્કૂલમાં પેપર જમા કરાવવા જવાનું કહી નીકળ્યો હતો
  • બીજા બે વિદ્યાર્થી ઘરે કહ્યા વગર ગુમ થઈ ગયા

સુરતઃ શહેરના ઈચ્છાપોર પોલીસની હદમાં રહેતા ધોરણ-12 અને 10માં અભ્યાસ કરતા ત્રણ મિત્રો છેલ્લા બે દિવસથી ગુમ છે. ત્રણેય મિત્રો ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ ઈચ્છાપોર પોલીસમાં નોંધાઈ છે. ઈચ્છાપોર પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, દામકા ગામમાં મિસ્ત્રી મોહલ્લામાં રહેતા 43 વર્ષીય રાકેશ હરિનંદને ઇચ્છાપોર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટમાં રેડિયોગ્રાફીનું કામ કરે છે. તેમને ત્રણ સંતાન છે, જે પૈકી મોટો પુત્ર 19 વર્ષીય શુભમ છે. શુભમ બીટેકમાં અભ્યાસ કરે છે. બીજા નંબરનો પુત્ર 16 વર્ષીય અંકિત અડાજણ ખાતે આવેલી એચએમવી સ્કૂલ ઈંગ્લિશ મિડિયમમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે.

પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ
આ અંગેની વિગત એવી છે કે, ગત 7 તારીખે બપોરે તેઓ નોકરી પર હતા ત્યારે તેમની પત્નીનો ફોન આવ્યો હતો કે, તેમનો પુત્ર અંકિત સ્કૂલમાં પેપર જમા કરાવવા સવારનો રિક્ષામાં સુરત ગયો છે. તેનો ફોન પણ બંધ છે અને હજી ઘરે આવ્યો નથી. આથી રાકેશભાઈ તેના મિત્ર પ્રિયાંશુ અને દિલીપના ઘરે શોધખોળ કરવા ગયા હતા. તે બંને પણ અંકિત ગુમ થયો તે સમયે જ ઘરેથી કોઈને કહ્યા વગર ગુમ હતા. 16 વર્ષીય પ્રિયાંશુ ધોરણ 12માં અભ્યાસ કરે છે અને 16 વર્ષીય દિલીપ ધોરણ 10માં અભ્યાસ કરે છે.

ઈચ્છાપોર પોલીસે ઘટનાની વધારે તપાસ હાથ ધરી

તેમના માતાપિતા અને પરિવારે ઈચ્છાપોર અને સુરત શહેરમાં શોધખોળ કર્યા બાદ અંતે પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરાવી છે. ઈચ્છાપોર પોલીસે ઘટનાની વધારે તપાસ હાથ ધરી છે. ત્રણેય મિત્રો 15 દિવસ પહેલા પણ બે-ત્રણ દિવસ માટે ગુમ હતા. અંકિત અગાઉ પણ તેના મિત્રો પ્રિયાંશુ રાધેશ્યામ તિવારી તથા દિલીપ પારશ યાદવ સાથે પંદરેક દિવસ પહેલા સુરત સિટીમાં ફરવા માટે ગયા હતા અને બે ત્રણ દિવસ સુધી ગુમ રહ્યા હતા ત્યારબાદ જાતે ઘરે આવી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.