સુરતઃ મંગળવારથી સેનીટાઇઝ વ્હીકલ વેનનો પ્રારંભ ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબે દ્વારા કરાવવામાં આવ્યો હતો. ઇન્વર્ટરની સુવિધાથી સજ્જ આ સેનિટાઈઝ વ્હીકલ વેન હાલના તબક્કે કરફ્યુગ્રસ્ત, તેમજ હોટસ્પોટ વિસ્તારોમાં જશે. જ્યાં ફરજ બજાવતા ટીઆરબી, હોમ ગાર્ડ અને પોલીસ જવાનોને સેનીટાઈઝ કરાશે.
![સુરતમાં સેનેટાઇઝર વેન દ્વારા પોલીસ અને સુરક્ષાકર્મીઓને કરાશે સેનેટાઇઝ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-van-7200931_21042020130905_2104f_1587454745_70.jpg)
મોબાઈલ વેનમાં આ સુવિધા ઉભી કરવામાં આવી છે. જેની સાથે એક જેટ પણ સાથે રહેશે. બસમાં પ્રવેશ કરતા કર્મચારીઓને પ્રવેશ ફેન ઠકી સેનીટાઈઝ કરાશે. કોરોનાની મહામારી વચ્ચે બધા લોકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમાં ખાસ કરીને પોલીસ, ટીઆરબી અને હોમગાર્ડના જવાનો દિવસ-રાત લોકડાઉનને લઈ અલગ અલગ ટ્રાફિક માર્ગ, કરફ્યૂગ્રસ્ત વિસ્તાર સહિત હોટસ્પોટ વિસ્તારોમાં ફરજ બજાવતા હોય છે ત્યારે તેઓ દરરોજ અસંખ્ય લોકોના સંપર્કમાં આવતા હોય છે. જેથી તેઓના આરોગ્યની ચિંતાનો પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.