ETV Bharat / city

એકતરફી પ્રેમીએ સુરત આવી યુવતીનું અપહરણ કર્યું - સાવરકુંડલા

સુરતના પુણા ગામમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે વતનથી સુરત આવી યુવતીનું ચપ્પુની અણીએ અપહરણ કરી લીધું હતું. આ મામલે યુવતીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અપહરણ કરનારા યુવકે યુવતીના ભાઈને કહ્યું હતું કે, હું તારી બહેનને પ્રેમ કરું છું. તે મારી નહીં થાય તો તેને કોઈની નહીં થવા દઉં અને જે પણ એની સાથે લગ્ન કરશે તેને હું તેને મારી નાખીશ. જોકે, હાલ આ મામલે પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એકતરફી પ્રેમીએ સુરત આવી યુવતીનું અપહરણ કર્યું

author img

By

Published : Mar 19, 2021, 2:10 PM IST

  • એકતરફી પ્રેમીએ યુવતીના ભાઈને ધમકી આપી
  • યુવતી સાથે લગ્ન કરનારને મારી નાખવાની ધમકી આપી
  • આ મામલે પુણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ પણ વાંચોઃ દિલ્હીથી અપહરણ થયેલી 9 વર્ષીય બાળકીનો મૃતદેહ UPમાંથી મળ્યો, 4 આરોપીની ધરપકડ

સુરતઃ સાવરકુંડલાના થોરડી ગામમાં રહેતો યુવક તેની 25 વર્ષીય બહેનની સગાઈ માટે 15 દિવસ અગાઉ સુરતના પુણા ગામમાં રહેતા તેના મોટા ભાઈના ઘરે આવ્યો હતો. અને બહેનની સગાઇની તૈયારીઓ થઈ રહી હતી. તે દરમિયાન જ તેની બહેનનો એકતરફી પ્રેમી 3થી 4 સાગરિતો સાથે ઘરમાં આવી ગયો હતો. અહીં આવી યુવક યુવતીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. જોકે, યુવતીના ભાવિ પતિએ યુવતીને બચાવવા જતા આરોપી અજયે તેને પગમાં ચાકુ મારી દીધું હતું.

આ પણ વાંચોઃ જયપુર: ચાલતી કારમાં 12 લોકોએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ, વીડિયો વાયરલ થતાં કેસ દાખલ

બાઈક પર બેસાડી અપહરણ કર્યું

એકતરફી પ્રેમમાં પાગલ અજયે યુવતીનું પોતાના સાગરિતો સાથે અપહરણ કરી લીધું હતું. બાદમાં બાઈક પર બેસાડી તેનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ યુવતીના પરિવારજનોએ આ મામલે વતનમાં રહેતા તેના માતાપિતા અને પરિવારજનોને જાણ કરી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ પુણા પોલીસે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરુ કરી છે.

'તું મારી નહીં તો કોઈની નહીં'ની ધમકી આપી આરોપી અજય ફરાર

યુવતી તેના વતન સાવરકુંડલાના થોરડી ગામે રહેતી હતી ત્યાં જ રહેતો અજય બાલુભાઈ કનાણી તેને અવારનવાર પરેશાન કરતો હતો. તેની સાથે પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો. આ ઘટના અંગે યુવતીએ તેના ભાઈને જાણ કરી હતી. જેથી તેનો ભાઈ અજયને સમજાવવા ગયો હતો. ત્યારે અજયે કહ્યું હતું કે, હું તારી બહેનને પ્રેમ કરું છું. તે મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં, અને જે પણ એની સાથે લગ્ન કરશે તેને હું જાનથી મારી દઈશ. તેવી ધાક ધમકીઓ પણ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.