- મનહર ડાઇન્ગ મિલમાં ફરી આગ લાગી
- ઓઇલને કારણે આગ ખૂબ જ ઝડપથી આજુબાજુ પ્રસરી હતી
- રિક્ષા, બાઈક તેમજ ટેમ્પાઓમાં આગ લાગી
સુરત : પાંડેસરા વિસ્તારમાં આવેલા મનહર ડાઇન્ગ મિલમાં ફરીથી આગ લાગી હતી. સવારે લગભગ છ વાગ્યાના આરસામાં અચાનક આગ લાગી ગઈ હતી. આ આગને કારણે અફરા-તફરી મચી ગઈ હતી. એક ઘરના પતરા ઉપર આગના તણખા પડતા દોડધામ મચી ગઇ હતી. જોતજોતામાં આ આજુબાજુના વાહનો તેમજ ઘરના પતરા ઓને પોતાના કાબૂમાં લઈ લીધી હતી. ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે જઇ આગને કાબૂમાં લીધો હતો.
મકાનોના છાપરા અને વાહનોમાં આગ
આગ લાગવાની સાથે 3 મકાનોના છાપરા અને ત્યાં મુકેલા વાહનોમાં આગ લાગી ગઈ હતી. જોકે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. વાહનોમાં બાઈક, રિક્ષા, અને ટેમ્પોમાં આગ લાગી ગઈ હતી. આ આગ એટલી જ્વલનશીલ હતી કે, મિલમાં આવેલા ઓઇલને કારણે આગ ખૂબ જ ઝડપથી આજુબાજુ પ્રસરવા માંડી હતી. થોડા દિવસ પહેલા પણ આ મિલમાં આગ લાગી હતી. જોકે, સમય સૂચકતાને કારણે ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમે આવીને આગને કાબૂમાં લીધી હતી.
આગ ફેલાવવાનું કારણ સ્ટીમ બોઇલર હતું
આગ લાગવાથી આજુ-બાજુના મકાનો તેમજ વાહનોમાં પણ આગ લાગી હતી. 3 મકાનોના છાપરા બળી ગયા અને સાથે જ રિક્ષા, બાઈકો તેમજ અનેક ટેમ્પાઓમાં આગ લાગી ગઈ હતી. આ આગ લાગવાનું કારણ સ્ટીમ બોઇલરમાં આગ લાગવાની સાથે જ આગે મિલના પેહલા માળને આગે ઝપેટમાં લીધો હતો.