ETV Bharat / city

સુરતના કામરેજના PI સહિત 10 પોલીસકર્મીઓ સામે લાંચની માંગણીનો ગુનો નોંધાયો

કામરેજ પોલીસ મથક વિસ્તારમાં છેતરપિંડીના ગુનો નહીં દાખલ કરવા તેમજ ગુનાના કામે ગાડી નહીં બતાવવાના અવેજ પેટે કામરેજ પી.આઇ સહિત દસ પોલીસકર્મીઓએ ત્રણ લાખની લાંચની માંગણી કરી હતી. જે અંગે થયેલી ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. ત્યારે પ્રાથમીક તપાસના પુરાવાઓના આધારે પીઆઇ સહિતના પોલીસકર્મીઓએ લાંચ માંગી હોવાનું જણાતા બુધવારના રોજ સુરત ગ્રામ્ય પોલીસ મથકમાં તમામ 10 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા ચકચાર મચી છે.

સુરતના કામરેજના PI સહિત 10 પોલીસકર્મીઓ સામે લાંચની માંગણીનો ગુનો નોંધાયો
સુરતના કામરેજના PI સહિત 10 પોલીસકર્મીઓ સામે લાંચની માંગણીનો ગુનો નોંધાયો
author img

By

Published : Dec 30, 2020, 7:56 PM IST

  • ગત 13મી સપ્ટેમ્બરના રોજ એસીબીએ ગોઠવ્યું હતું છટકું
  • છેતરપિંડીનો કેસ નહીં કરવા અને ગુનાના કામે ગાડી નહીં બતાવવા માંગી હતી લાંચ
  • અંતે રકઝક બાદ 3 લાખ રૂપિયા લાંચ પેટે નક્કી થયા હતા

બારડોલી: ગત 10મી સપ્ટેમ્બરના રોજ સુરત શહેર વિસ્તારમાંથી કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયેશ જયંતિ નિરજની, પો.કો. અલ્પેશ મોતી દેસાઇ અને દિપક હરગોવિંદ દેસાઇ લાંચની ફરિયાદ કરનારના ભાઈને કામરેજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. બાદમાં ફરિયાદી સાથે રૂબરૂ મુલાકાત દરમ્યાન ઉપરોક્ત પોલીસકર્મીઓએ કેસ પતાવવા બાબતે તથા ગાડીનો ગુનાના કામે નહીં બતાવવા માટે તેમજ ફરિયાદીના ભાઈ વિરુદ્ધ અન્ય છેતરપિંડીના ગુનાઓ નહીં દાખલ કરવાના અવેજ પેટે દસ લાખ રૂપિયાની માંગ કરી હતી. જો કે રકઝક બાદ 3 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

છટકા દરમ્યાન લાંચ સ્વીકારી ન હતી

13મી સપ્ટેમ્બરના રોજ સાંજે જમવાની ટિફિન આપવા આવે ત્યારે રૂપિયા 1.20 લાખ અને બાકીના બીજા દિવસે આપવાનું નક્કી થયું હતું. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આરોપીઓ વિરુદ્ધ સુરત ગ્રામ્ય એન્ટિ કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે 13મી સપ્ટેમ્બરના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે લાંચના છટકા દરમ્યાન આરોપીઓએ લાંચની રકમ સ્વીકારી ન હતી. આથી છટકું નિષ્ફળ જતા એસીબીએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં પુરાવાના આધારે ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું

ત્રણ માસની પ્રાથમિક તપાસ દરમ્યાન એકત્રિત થયેલ દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા અને સાયોગિક પુરાવા આધારે આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો કરેલ હોવાનું જણાય આવ્યુ હતુ.

પોલીસે ફરિયાદીના ભાઈને ચાર દિવસ ગેરકાદેસર અટકાયતમાં રાખ્યો હતો

આરોપીએ લાંચના છટકામાં ફરિયાદીના ભાઈને કામરેજ પોલીસ મથકમાં ચાર દિવસ સુધી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખ્યો હતો, આ ઉપરાંત ગત 11મી સપ્ટેમ્બરના રોજ હેડ કોન્સ્ટેબલ કુલદીપ ગંભીરદાન બારહટના કહેવાથી અલ્પેશ, દિપકભાઈ, જયદીપભાઈ અને સાગરભાઈ કારમાં ગેરકાયદેસર રીતે અમદાવાદ ખાતે તપાસમાં લઈ ગયેલો હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું અને લાંચના છટકા દરમ્યાન આરોપી જયેશ તેમજ અલ્પેશે લાંચની માગ કરી હોવાનું પણ જણાય આવ્યું હતું.

પીઆઇ સહિત 10 સામે નોંધાયો ગુનો

એસીબીએ આ ગુનામાં સામેલ કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. વનાર, પોલીસ કોન્સ્ટેબલ જયેશ જયંતિ નિરજની, પો.કો. અલ્પેશ મોતી દેસાઇ, હેડ કોન્સ્ટેબલ કુલદીપદાન ગંભીરદાન બારહટ, પો.કો. દિપક હરગોવિંદ દેસાઇ, જયદીપસિંહ ચૌહાણ, એએસઆઇ ચંદાબેન સુનિલ વસાવા, એએસઆઇ સુશિલા જયંતભાઈ રાવલ, એએસઆઇ સરદાર ધીરાભાઈ ભગોરા અને જી.આર.ડી. જવાન સાગર ભગવાન રાડદિયાની સામે ગુનો નોંધ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.