ETV Bharat / city

સુરતમાં દિવાલ પર લટકતી બેગ સાથે રમી રહેલા 10 વર્ષીય બાળકને ફાંસો લાગી જતાં મોત - સચીન પોલીસ સ્ટેશન ન્યૂઝ

સુરતમાં વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સચિનમાં લટકતી કપડાંની બેગ સાથે રમી રહેલા 10 વર્ષીય બાળકને ફાંસો લાગી જતા મોત થયું છે.

બાળકને ફાંસો લાગી જતા થયું મોત
બાળકને ફાંસો લાગી જતા થયું મોત
author img

By

Published : Mar 4, 2021, 12:16 PM IST

Updated : Mar 4, 2021, 4:30 PM IST

  • વાલીઓ માટે ચોંકાવનારી ઘટના
  • બાળક કપડાંની લટકતી બેગમાં માથું નાખી ગોળ-ગોળ રમતો હતો
  • બાળકને ફાંસો લાગી જતા થયું મોત

સુરત: જિલ્લાના સચિનમાં રહેતો નેબુલાલ રાજભરનો 10 વર્ષનો અંશ દીવાલ પર લટકતી કપડાંની બેગને ગળામાં લઈ રમી રહ્યો હતો. તે દરમિયાન ફાંસો લાગી જતા મોત થયું છે. પડોશમાં રહેતી મહિલાની અંશ પર નજર પડતાં બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અંશના માતા-પિતા કામ પર ગયા હતા તેવો જાણ કરતા ઘરે દોડી આવ્યા હતા. માસૂમ અંશને મૂર્તક હાલતમાં જોઈ પરિવાર શોકમાં ડૂબ્યું હતું.

આ પણ વાંચો: પતંગ ચગાવતા સમયે બીજા માળેથી પટકાતા 5 વર્ષીય બાળકનું મોત

બાળકનો મૂર્તદેહ પોસ્ટ મોર્ટમ્ અર્થે મોકલી તપાસ હાથ ધરી

મૂળ ઉત્તરપ્રદેશના વતની સચિનમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નેબુલાલ રાજભરના ત્રણ સંતાનોમાં અંશ સૌથી નાનો પુત્રો હતો. 7 મહિના પહેલા જ વતનથી સુરત આવ્યા હતા. ઘરમાં દીવાલ પર લટકતી કપડાંની બેગ ગળામાં નાખી રમી રહેલા અંશને ફાંસો લાગી જતા મોત થતા પરિવારમાં ભારે શોક ફેલાઈ ગયો છે. બનાવને લઈ સચિન જીઆઇડી પોલીસે બાળકનો મૂર્તદેહ પોસ્ટ મોર્ટમ્ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.

Last Updated : Mar 4, 2021, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.