ETV Bharat / city

શિક્ષણ જગતથી જોડાયેલા અને મોટો રાજકીય હોદ્દો ધરાવતા રાકેશ ભીકડીયાની પોલીસે ધરપકડ કરી

સુરત શહેરના નગર શિક્ષણ સમિતિમાં ચૂંટણીમાં ચૂંટાયેલા અને ભાજપના કાર્યકર્તા રાકેશ ભીકડીયા તથા અન્ય સાત લોકોને અમરોલી પોલીસે દારૂ પીને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચૂંટાયેલા રાકેશ ભીકડીયાની ધકપકડ

author img

By

Published : Sep 13, 2021, 1:08 PM IST

  • દારૂ પી જુગાર રમતા 9 લોકોની વરાછામાં ધરપકડ
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચૂંટાયેલા રાકેશ ભીકડીયાની ધકપકડ
  • વરાછા વોર્ડ નંબર-2ના ભાજપના કાર્યકર્તા છે ભીતડીયા

સુરત: પોલીસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટાયેલા રાકેશ ભીકડીયાની ધરપકડ કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોક પાસે વૃંદાવન સોસાયટીમાં ઘર નંબર-42માં રવિવારે મોડી સાંજે અમરોલી પોલીસ દ્વારા ખાનગી બાતમીદાર પાસેથી મળતી માહિતી મુજબ છાપો માર્યો હતો. તે દરમિયાન કુલ 9 જેટલા વ્યક્તિઓને અમરોલી પોલીસે દારૂ પી જુગાર રમતા ઝડપી પાડયા હતા. આ 9 લોકોમાં એક વ્યક્તિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટાયેલા અને વરાછા વોર્ડ નંબર-2ના ભાજપના કાર્યકર્તા રાકેશ ભીકડીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. અમરોલી પોલીસ દ્વારા આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પહેલા પણ રાકેશ ભીકડીયાની ધરપકડ થઈ ચૂકી છે

વરાછા વોર્ડ નંબર-2ના ભાજપના કાર્યકર્તા રાકેશ ભીકડીયાની ધરપકડ

પોલીસે ખાનગી બાતમીદાર પાસેથી મળતી માહિતીને આધારે છાપો માર્યો હતો. આ દરમિયાન કુલ 9 જેટલા વ્યક્તિઓને અમરોલી પોલીસે દારૂ પી જુગાર રમતા ઝડપી પાડયા હતા. તેમાં સુરત શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટાયેલા રાકેશ ભીકડીયાની ધરપકડ કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટણી પહેલા પણ તેમનો એક દારૂ પીતો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી, પરંતુ તેમને ટૂંકા સમયમાં જ જામીન આપી દેવામાં આવ્યા હતા.

ચૂંટાયેલા સભ્યો જ આવું કરે તો વિદ્યાર્થીઓનું શું?

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી પહેલા પણ તેમનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો હતો

પોલીસે આ મામલે રાકેશ કાળુભાઈ ભીકડીયા, ચેતન કાંતિલાલ ઠક્કર, મનસુખ ગોવર્ધન રાછડીયા, અજય પ્રવીણભાઈ વાસાણી, મૌલિક નિકુંજભાઈ કાત્રોડિયા, ઘનશ્યામ રમણીકલાલ વણઝારા, દિનેશ કનુભાઈ પટેલ, નયન ભાઈલાલ પટેલ, મનસુખભાઈ મારવાણીયાની ધરપકડ કરી છે. સુરત શહેરના નગર શિક્ષણ સમિતિમાં ચૂંટણીમાં ચૂંટાયેલા અને ભાજપના કાર્યકર્તા રાકેશ ભીકડીયાને પોલીસે દારૂ પી જુગાર રમતા ઝડપી પડ્યો છે. તો આવા ચૂંટાયેલા સભ્ય જેઓ અવારનવાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા જતા હોય છે. આવા ચૂંટાયેલા સભ્યોથી વિદ્યાર્થીઓ શું શીખશે?

વધુ વાંચો: હત્યાના કેસમાંથી જામીન મળ્યા બાદ ફરી સુરત આવી હત્યાની ઘટનાને અંજામ આપનારા આરોપીની ધરપકડ

વધુ વાંચો: Breaking News : સુરત : હજીરા રોડ પર ધમ્પરમાં આગ લાગી, કોઈ જાનહાની થઇ નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.