- એક દિવસમાં 745 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા, 4 લોકોના મોત
- છેલ્લા 2 દિવસમાં કોરોના સંક્રમિત 8 લોકોના મોત નિપજ્યા
- શહેરમાં ટેક્સ્ટાઇલ માર્કેટ, ડાયમંડ ઉદ્યોગ સુપર સ્પ્રેડર્સ બન્યા
- અઠવા ઝોન, રાંદેર ઝોન, લિંબાયત ઝોન અને ઉધના ઝોનમાં સૌથી વધુ કોરોના સંક્રમિત કેસ નોંધાયા
આ પણ વાંચોઃ સુરતમાં માસ્ક ન પહેરનારાઓ પાસે દંડ નહિં વસૂલાઈ, ફક્ત માસ્ક અંગે જાગૃત કરાશે
સુરતઃ જિલ્લાના સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, શુક્રવારે કોરોનાના કેસ રેકોર્ડ બ્રેક આવ્યા છે. એક જ દિવસમાં 745 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે અને 4 લોકોના મોત નિપજ્યા છે. બે દિવસમાં 8 લોકોના મોત નિપજ્યા છે. સૌથી વધુ કેસ અઠવા, રાંદેર, લીંબયાત, ઉધના ઝોનમાં નોંધાઈ રહ્યાં છે. શુક્રવારે અઠવા ઝોનમાં 120, રાંદેર ઝોનમાં 92, લીંબયાત ઝોનમાં 91 અને ઉધના ઝોનમાં 74 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. સેન્ટ્રલ ઝોનમાં 53, વરાછા ઝોન-એમાં 65, વરાછા ઝોન-બીમાં 47 અને કતારગામ ઝોન 67 મળી કુલ સિટીમાં 609 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે, જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે. શહેરમાં કુલ 874 મોતનો આંકડો નોંધાયો છે, જ્યારે સિટીમાં કુલ અત્યાર સુધીમાં 47,248 દર્દી નોંધાયા છે અને 422 લોકો ડિસ્ચાર્જ છે અત્યાર સુધી 43,976 દર્દી સાજા થઈ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. શહેરમાં રિકવરી રેટ 93.09 ટકા નોંધાયો છે.
આ પણ વાંચોઃ સુરતમાં 34 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવ
31,791 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા
શુક્રવારે સુરત ગ્રામ્યમાં નવા 136 કેસ નોંધાયા છે અને 32 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં 14,347 પોઝિટિવ દર્દી નોંધાઈ ચુક્યા છે. 13,096 લોકો લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં ગ્રામ્યમાં 287 દર્દીના મોત થયા છે શહેર અને જિલ્લા મળી કુલ 745 દર્દી નોંધાયા છે અને હાસ 3352 કેસ એકટિવ છે. કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા કુલ 31,791 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે.