- સુરતથી 29 કિલોમીટર દુર 3.1 તીવ્રતાનો ભૂકંપ
- કીમથી આગળ આવેલા સિયાલજ ભૂકંપનું કેન્દ્ર બિંદુ
- દક્ષિણ ગુજરાતના લોકોએ આ આંચકો અનુભવ્યો
સુરત: શહેરમાં ફરી એક વખત લોકોએ ભૂકંપના આંચકાના સમાચાર સામે આવ્યાં છે. પરંતુ આ વખતે લોકોને ભૂકંપના આંચકાનો અસર નહિવત જોવા મળી હતી. કારણ કે વહેલી સવારે આશરે 4.35 કલાકે લોકો જ્યારે ઊંઘી રહ્યા હતા ત્યારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. સુરતના કીમથી આગળ આવેલા સિયાલજ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું. સુરતથી 29 કિલોમીટર દુર 3.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
7મી નવેમ્બર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, 7મી નવેમ્બર 2020ના રોજ પણ આવી જ રીતે ભૂકંપનો આંચકો લોકોએ બપોરે અનુભવ્યો હતો. 4.3ની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કિલોમીટર દૂર વાલિયાના ધરોલી ગામમાં નોંધાયું હતું. તે સમયે દક્ષિણ ગુજરાતના લોકોએ આ આંચકો અનુભવ્યો હતો.