ETV Bharat / city

સુરત વરાછાના હીરા વેપારી સાથે 2.55 કરોડની છેતરપીંડી, પોલીસ ફરિયાદ નોંધાઈ

સમયસર પેમેન્ટ ચૂકવી આપવાની વાત કરી આપણો વેપાર ઘણો લાંબો ચાલશે તેવું જણાવી, રૂપિયા 2.55 કરોડ અલગ-અલગ કેરેટના હીરા લઈને છેતરપિંડી કરનાર વેપારી દુકાન બંધ કરી ભાગી ગયો હતો. આથી, છેતરપિંડીનો ભોગ બનેલા મેક્સ એન્ટરપ્રાઈઝના હીરા વેપારીએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સુરત વરાછાના હીરા વેપારી સાથે 2.55 કરોડની છેતરપીંડી

author img

By

Published : Mar 4, 2021, 5:32 PM IST

  • સમયસર પેમેન્ટ ચૂકવી આપવાની વાત કરીને ઢગાઈ આચરી
  • હીરા વેપારીએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
  • લોભામણી વાતો કરી હીરાના વેપારીની છેતરપિંડી

સુરત: હીરાબાગ ખાતે મૅક્સ એન્ટરપ્રાઈઝના નામથી હીરાની ભાગીદારી પેઢી ચલાવતા અને પાછલા 30 વર્ષથી હીરાનું મેન્યુફેક્ચરિંગ કરતા વેપારીનો વિશ્વાસ ભરોસો કેળવી લઈ માનગઢ ચોક ડાયમંડ વર્લ્ડમાં દુકાન ધરાવતા હીરા વેપારીએ પોતે હીરાના મોટા વેપારી હોવાની ઓળખ આપી હતી. ત્યાર બાદ, સમયસર પેમેન્ટ ચૂકવી આપવાની વાત કરી આપણો વેપાર ઘણો લાંબો ચાલશે તેવું જણાવી, મેક્સ એન્ટરપ્રાઇઝમાંથી વીતેલા એક વર્ષ સમયગાળામાં રૂપિયા 2.55 કરોડ અલગ-અલગ કેરેટના હીરા મેળવી તેનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું. છેતરપિંડી કરનાર વેપારી દુકાન બંધ કરી ભાગી ગયો હતો. આથી, છેતરપિંડીનો ભોગ બનેલા મેક્સ એન્ટરપ્રાઈઝના હીરા વેપારીએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આપણો ઘણો લાંબો ચાલશે તેવી લોભામણી વાતો

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના જામબરવાળાના વતની અને હાલ હીરાબાગ વરાછા ખાતે રહેતા મગન કરસન વેકરીયા સહજાનંદ કોમ્પલેક્ષ બીજા માળે મેક્સ એન્ટરપ્રાઈઝના નામથી ભાગીદારી પેઢી ચલાવે છે. દલાલ સુરેશ બાબુ ચોડવડીયા મારફતે વર્ષ 2019માં તેઓ તનસુખ માથા વાણીયાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે તેમને એમ કહેવામાં આવ્યું હતું કે, તમે અમારી સાથે કામ કરશો તો અમે તમને સમયસર પેમેન્ટ ચૂકવી આપીશું.

આ પણ વાંચો: સુરતમાં ન્યુ ટેક્સટાઈલ માર્કેટ અને રઘુકુળ ટ્રેક્ટર માર્કેટના વેપારી સાથે ઠગાઈ

પેમેન્ટ 72થી 75 દિવસમાં ચૂકવવા જણાવાયુ

આપણો વેપાર ઘણો લાંબો ચાલશે તેવી લોભામણી વાત કર્યા બાદ એક વર્ષના સમયગાળામાં વેપારી મગન વેકરીયા 2.55 કરોડના 265.16 કેરેટ, 73.60 કેરેટ, 116.94 કેરેટ અને 194.01 કેરેટના હીરા લીધા હતા. તેનું પેમેન્ટ 72થી 75 દિવસમાં ચૂકવી આપવાનું જણાવ્યું હતું. જોકે, લોકડાઉન દરમિયાન પેમેન્ટની માંગણી કરતા 20 લાખનો ચેક આપ્યો હતો. જોકે, ચેક રિટર્ન થયો હતો. તનસુખ દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો હતો હોય જેથી છેતરપિંડીનો ભોગ બનેલા હીરા વેપારી મગન વેકરીયાએ કાપોદ્રા પોલીસ મથકે તેની વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.