ETV Bharat / city

દીક્ષા નગરી સુરતમાં ધોરણ 10માં 82% મેળવનારી 16 વર્ષીય ક્રીમા કરશે દીક્ષા ગ્રહણ

સુરત: દીક્ષા નગરી તરીકે ઓળખ ઉભી કરનારા સુરતમાં ફરી એક અનોખા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ધોરણ 10માં 82% મેળવ્યા બાદ કોઈ સારી કોલેજમાં એડમિશન લેવાના બદલે 16 વર્ષીય ક્રીમા દીક્ષા લેવા જઈ રહી છે. ધોરણ 10માં પરીક્ષા આપ્યા બાદ હવે ક્રીમા પરમાત્માની પરીક્ષા આપવા જઇ રહી છે.

સુરત
author img

By

Published : May 15, 2019, 8:12 PM IST

સુરત શહેરમાં આવેલા કૈલાશનગર જૈન સંઘમાં રહેતી 16 વર્ષિય ક્રીમા ધોરણ 10માં બોર્ડની પરીક્ષા પાસ કરી પરમાત્માની પરીક્ષા આપવા જઇ રહી છે. ધોરણ દસની પરીક્ષામાં પાસ થયા બાદ સાગર સમુદાયના બંદુ બેલડી સાથે વેકેશનમાં તે મુંબઈ વિહાર માટે ગઈ હતી. જ્યાં સમયનો રંગ એટલો પાકો લાગ્યો કે, 19 મેના રોજ તે દીક્ષા લેવાની છે.

16 વર્ષીય ક્રીમા કરશે દીક્ષા ગ્રહણ

સાગર સમુદાયના બંદુબેલડી આચાર્ય જીન ચંદ્ર સાગરસુરિની નિશ્રામાં કૈલાશનગર જૈન સંઘમાં 19 મેના રોજ 16 વર્ષની મુમુક્ષુ ક્રીમા આ દીક્ષા લઈ રહી છે. માતા પિતાના સંતાનમાં બે દીકરીઓ જ છે. તેમાં મોટી દિકરી પ્રિમાએ 15 વર્ષની ઉંમરે 4 વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. હવે 16 વર્ષની ઉંમરે નાની દીકરી દીક્ષા લઇ રહી છે. જેને લઈને પરિવારમાં આનંદનો માહોલ છે. ક્રીમા ધોરણ-10ની પરીક્ષા આપી ગુરૂભગવંતોના વિહારમાં ગત વર્ષે જોડાઈ હતી. ચાર મહિનાના વેકેશન પછી રીઝલ્ટમાં તેના બોર્ડમાં 82% આવ્યા છે. પરંતુ ત્યાં સુધીમાં તેને સંયમનો રંગ ચડી ગયો હતો. તેને ઘરે આવવાની ના પાડી 6 મહિના પછી તેને દીક્ષાની રજા માંગી. ક્રીમાના આ નિર્ણય પર પરિવારના લોકોએ મંજુરી આપી દીધી હતી.

આ અંગે ક્રીમાએ જણાવ્યું હતું કે, નિર્ણય આવ્યા બાદ મને હવે સંસારમાં જવાની ઈચ્છા જ નથી. અહીં મને ખબર પડી કે આપણા મોજશોખમાં આપણે કેટલા જીવોની હત્યા કરી રહ્યા છે. તેનું પરિણામ ભોગવવાનું સહન નહીં કરી શકીએ આથી દીક્ષા લઇ રહી છું.

Intro:Body:

R_GJ_05_SUR_15MAY_DIKSHA_KISHORI_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : ધોરણ10 મા 82 ટકા મેળવ્યા બાદ કોઈ સારા કોલેજમાં એડમિશન લેવાના બદલે 16 વર્ષીય કરીમા દીક્ષા લેવા જઈ રહી છે ધોરણ 10 માં પરીક્ષા આપવા બાદ હવે ક્રીમાં પરમાત્માની પરીક્ષા આપવા જઇ રહી છે...

કૈલાશ નગર જૈન સંઘ માં રહેતી 16 વર્ષીય ક્રીમા બોર્ડની 10મા ધોરણની પરીક્ષા પાસ કરી પરમાત્માની પરીક્ષા આપવા જઇ રહી છે. ધોરણ દસ ની પરીક્ષા પાસ થયા બાદ સાગર સમુદાયના બંદુ બેલડી સાથે વેકેશનમાં મુંબઈ વિહાર માટે ગઈ જ્યાં સમય નો રંગ એટલો પાકો લાગ્યો કે 19 મેના રોજ દીક્ષા પણ લઈ લેવાની છે...

સાગર સમુદાયના બંદુબેલડી આચાર્ય જીનચંદ્રસાગરસૂરિની નિશ્રા મા કૈલાશ નગર જૈન સંઘ માં 19 મેના રોજ 16 વર્ષની મુમુક્ષુ ક્રીમા આ દીક્ષા લઈ રહી છે. માતા પિતના સંતાનમાં બે દીકરીઓ જ છે તેમાં મોટી દીકરી  પ્રીમાં એ પંદર વર્ષની ઉંમરે ચાર વર્ષ પહેલા દીક્ષા લીધી હતી હવે 16 વર્ષની ઉંમરે નાની દીકરી દીક્ષા લઇ રહી છે. જેણે લઈ પરિવારમાં આનંદ છે. ક્રીમાં દસમાની પરીક્ષા આપી ગુરુભગવંતો ના વિહાર માં ગત વર્ષે જોડાઈ હતી ચાર મહિનાના વેકેશન પછી રીઝલ્ટ માં તેના બોર્ડમાં 82 ટકા આવ્યા. પરંતુ ત્યાં સુધીમાં તેને સંયમ નો રંગ ચડી ગયો હતો તેને ઘરે આવવાની ના પાડી છ મહિના પછી તેને દીક્ષા ની રજા માંગી.. અને પરિવારના લોકો એ આ અંગે સહમતી આપી દીધી હતી.

ક્રીમાંએ જણાવ્યું હતું કે, નિર્ણય આવ્યા બાદ મને હવે સંસાર મા જવાની ઈચ્છા જ નથી અહીં મને ખબર પડી કે આપણા મોજશોખમાં આપણે કેટલા જીવો ની હત્યા કરી રહ્યા છે. તેનું પરિણામ ભોગવવાનું સહન નહીં કરી શકીએ આથી દીક્ષા લઇ રહી છું.અમારી ઇચ્છા આવતા વર્ષે દીક્ષા આપવાની હતી, પરંતુ તે માની નહીં અને ગુરૂ ભગવંતોએ આ વર્ષે દીક્ષાનું મુહુર્ત સારૂ હોવાનું કહેતા અમે રજા આપી દીધી. બંને દીકરીઓ મારા કરતા આગળ વધી તેનો આનંદ છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.