ETV Bharat / city

સેલવાસ પોલીસે 103 મોબાઈલ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી - સેલવાસ પોલીસની કામગીરી

દાદરા નગર હવેલીમાં છેલ્લાં ઘણા સમયથી મોબાઈલ સ્નેચિંગના, ચોરીના બનાવો બનતા હતા, આ અંગે પોલીસે એક મોબાઈલ ટ્રેકર ગ્રૂપ બનાવી મહત્વની સફળતા મેળવી છે. જે અંગે પોલીસવડાએ વિગતો આપી હતી કે, અલગ અલગ 5 રાજ્યમાંથી તેમની ટીમે 7 આરોપીઓની ધરપકડ કરી 15 લાખ રૂપિયાના કુલ 103 મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

સેલવાસ પોલીસે 103 મોબાઈલ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી

author img

By

Published : Apr 13, 2021, 9:33 PM IST

  • પોલીસે મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલ્યો
  • સેલવાસ પોલીસે 15 લાખ રૂપિયાના 103 મોબાઈલ ફોન જપ્ત કર્યા
  • પોલીસે મોબાઈલ ફોન ચોરી કરનારા 7 આરોપીઓની ધરપકડ કરી
  • અલગ અલગ 5 રાજ્યમાંથી મોબાઈલ જપ્ત કર્યા

સેલવાસ: દાદરા નગર હવેલી પોલીસે આંતરરાજ્ય ટોળકી દ્વારા કરવામા આવતી મોબાઇલ ચોરીના સાત આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 103 મોબાઇલ જપ્ત કર્યા છે. જેની અંદાજીત કિંમત 15 લાખ રૂપિયા હોવાનું સેલવાસ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું. દાદરા નગર હવેલીના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસવડા હરેશ્વર સ્વામીની અઘ્યક્ષતામા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મોબાઈલ સ્નેચીંગના આરોપીને ઝડપી પાડી એમની પાસેથી મોબાઈલ કબ્જે કરી તમામ મોબાઈલ તેમના માલિકોને સુપ્રત કરવામા આવ્યા હતા. આ અંગે પોલીસવડા હરેશ્વર સ્વામીએ જણાવ્યુ હતું કે, તેમણે એક મોબાઈલ ટ્રેકર નામની ટીમ બનાવી આ સફળતા મેળવી છે.

પોલીસે મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલ્યો
પોલીસે મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલ્યો

આ પણ વાંચોઃ મોંઘીદાટ હોટેલમાં રોકાઈને મોજશોખ માટે લૂંટ કરનારો આરોપી ઝડપાયો

ફરિયાદ બાદ તમામ મોબાઈલ કબ્જે લીધા

સેલવાસમાં છેલ્લા ઘણાં સમયથી મોબાઈલ સ્નેચિંગ, મોબાઈલ ચોરીની ફરિયાદ આવતી હતી. જેને ધ્યાને રાખી આ ગ્રૂપ બનાવી જેટલી મોબાઈલ ચોરીની ફરિયાદ છે તે તમામ મોબાઈલને સર્વેલન્સમાં મુક્યા હતાં. જેને આધારે તેમના લોકેશન ટ્રેક કરતા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારમાં આ તમામ ફોન વેચાયા બાદ ત્યાં તેને ખરીદનાર શખ્સો વાપરતા હતાં. જેને આધારે તે તમામ પાંચેય રાજ્યમાં ટીમને મોકલી ચોરીના ફોન કબ્જે લીધા હતાં.

સેલવાસ પોલીસે 15 લાખ રૂપિયાના 103 મોબાઈલ ફોન જપ્ત કર્યા

તમામ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યાં

ફોન કબ્જે કરતી વખતે આ ફોન કોણે કોને વેચ્યા છે તેની વિગતો લઈ કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ રીતે કુલ 103 મોબાઈલ જપ્ત કરવામા આવ્યા છે. જેની અંદાજીત કિંમત 15 લાખ રૂપિયા છે. પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમા રજૂ કરવામા આવ્યા છે. જે મોબાઈલ કબ્જે કરવામા આવ્યા છે તે તમામ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યાં હતા.

આ પણ વાંચોઃ રાજકોટ નજીક મંદિરની દાનપેટી ચોરી કરી ચોર ફરાર, ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા

સેલવાસમાં જુના મોબાઈલ ખરીદ-વેંચાણનો મોટો કારોબાર

SPએ પ્રદેશની જનતાને ખાસ અપીલ કરી હતી કે, સેલવાસમાં જુના મોબાઈલ ફોનના ખરીદ વેચાણનો ખૂબ મોટો કારોબાર ચાલે છે. જે લોકો જુના મોબાઈલ ખરીદે તે મોબાઈલના માલિક અંગે યોગ્ય ખાતરી કરીને ખરીદે. આ સાથે જ આ મોબાઈલ ગેંગને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પોલીસ જવાનોને અભિનંદન આપી તેમને પુરસ્કૃત કરવામાં આવે તેવી ભલામણ કરવાની ખાતરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.