- દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના સભ્યોની રેલી
- મોહન ડેલકર આત્મહત્યા કેસમાં ન્યાય માટે રેલી યોજાઈ
- સેલવાસના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે વિરોધ વ્યક્ત કરાયો
સેલવાસ :- દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકર આત્મહત્યા મામલે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામપંચાયતના સરપંચો-સભ્યોએ સેલવાસમાં બેનર સાથે રેલી યોજી મોહન ડેલકરની આત્મહત્યા મામલે ન્યાયની માગ કરી હતી. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો, ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સરપંચો-સભ્યોએ સેલવાસમાં રેલી યોજી મોહન ડેલકર આત્મહત્યા મામલે ન્યાયની માગ કરતા નારા લગાવ્યાં હતાં.
આ પણ વાંચોઃ મોહન ડેલકર આત્મહત્યા મામલે કાર્યવાહીની માંગણી
હાથમાં બેનર રાખી સૂત્રોચ્ચારો કર્યા
સેલવાસમાં આવેલ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયતના સભ્યો ગ્રામ પંચાયતના સરપંચો-સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તમામે હાથમાં બેનર રાખી મોહન ડેલકર આત્મહત્યા મામલે ન્યાયની માગ કરતા સૂત્રોચ્ચારો કર્યા હતાં.
આ પણ વાંચોઃ મોહન ડેલકર આત્મહત્યા મામલે લોકસભાના સાંસદોએ તપાસની માગ કરી
મોહનભાઈ અમર રહે એવા સૂત્રોચ્ચાર કર્યા
સભ્યો-સરપંચો સાથેની આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ-પુરુષો જોડાયા હતાં. જેઓ સેલવાસના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે ફર્યા હતાં. હાથમાં વિવિધ સ્લોગન સાથેના બેનર લઈ યોજાયેલી રેલીમાં તમામે We want justice અને મોહનભાઈ અમર રહે એવા સૂત્રોચ્ચાર કર્યા હતાં.