- અચાનક આવેલી પેટાચૂંટણીનો લાભ લેવા 4 પક્ષો મેદાનમાં
- 70 ટકા સમાન વાયદા સાથે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા
- ભાજપ-શિવસેનાનાએ પ્રદેશની ઓળખ ગુંડાગીરીવાળા પ્રદેશ તરીકે બતાવી
સેલવાસ :- દાદરા નગર હવેલી 491 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ 72 ગામ ધરાવતો અને માત્ર એક શહેર ધરાવતો પ્રદેશ છે. 41.64 ટકા વનરાજી તો, ખેતી, પશુપાલન, ખેત મજૂરી ઉપરાંત અહીં સ્થપાયેલ 4 હજાર જેટલા ઔદ્યોગિક એકમોમાં રોજગારી મુખ્ય વ્યવસાય છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, વારલી, કોંકણી ભાષાનું પ્રભુત્વ ધરાવતા આ પ્રદેશમાં 30મી ઓક્ટોબરે લોકસભાની ( DNH By-election ) પેટાચૂંટણી છે. જેમાં સીધી ટક્કર ધરાવતા ભાજપ-શિવસેનાના ( BJP-Shivsena ) ચૂંટણી ઢંઢેરામાં ( Election Manifesto )આ પ્રદેશની ઓળખ ગુંડાગીરીવાળા પ્રદેશ તરીકે બતાવી ભાષાવાદ પર ચૂંટણી લડાઈ રહી હોવાની છાપ ઉપસાવી છે.
BJP-Shivsena વચ્ચે કાંટાની ટક્કર
30મી ઓક્ટોબરે દાદરા નગર હવેલીની લોકસભાની પેટાચૂંટણી ( DNH By-election ) છે. જે માટે ભાજપ-શિવસેનાએ ( BJP-Shivsena ) મતદારોને રીઝવવા ચૂંટણી ઢંઢેરો ( Election Manifesto ) જાહેર કર્યો છે. દાદરા નગર હવેલીમાં પણ અચાનક આવેલી પેટાચુંટણીનો લાભ લેવા 4 પક્ષો મેદાનમાં છે. જેમાં ભાજપ શિવસેના વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. તે અંગે ETV ભારતે સ્થાનિક યુવાનોમાં શંકર ઘાંગડા, નીતિન રાઉત અને વરિષ્ઠ પત્રકાર વીરેન્દ્રસિંહ સોલંકી સાથે ચર્ચા કરી હતી. તેમના મંતવ્યો મુજબ બંને પક્ષોએ રજૂ કરેલા વાયદા માત્ર વાયદા જ હોવાનું જણાઇ રહ્યું છે.
મોટાભાગના વચનો વર્ષોથી અપાતા વચનો છે
ભાજપ-શિવસેનાએ ( BJP-Shivsena ) ચૂંટણી ઢંઢેરામાં ( Election Manifesto ) જાહેર કરેલા વાયદા અંગે તેઓએ જણાવ્યુ હતું કે મોટાભાગના વચનો વર્ષોથી આપતા વચનો છે. જેમ કે રોજગારીનો વાયદો છે. પણ સ્થાનિક લોકોને ઉદ્યોગોમાં રોજગારી મળતી નથી. દરેક ઉદ્યોગોમાં પરપ્રાંતીય કામદારોની સંખ્યા વધુ છે. ઉદ્યોગો ને પ્રોત્સાહન આપવાની વાત છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી તો અહીં સ્થપાયેલ ઉદ્યોગો ગુજરાત તરફ શિફ્ટ થઈ રહ્યાં છે. સ્થાનિક આદિવાસીઓ માટે ખેતીની ઉત્તમ સુવિધાઓ, પશુપાલન માટે પ્રોત્સાહન આપવાની વાત ગપચાવી છે.
દાદાગીરી ખતમ કરવાની વાત બંને પાર્ટી કરી રહી છે
ભાજપે મહેશ ગાવિત નામના ઉમેદવારને મેદાને ઉતારી તેમના Election Manifesto 15 મુદ્દા જાહેર કર્યા છે. જેમાંથી મોટાભાગના મુદ્દા કેન્દ્ર સરકારની વર્તમાન ચાલતી યોજનાઓ છે. શિવસેનામાં પણ એવું જ વર્ણન જોવા મળે છે. શિવસેનાએ કલાબેન ડેલકરને મેદાને ઉતારી તેમના મેનિફેસ્ટોમાં તો 31 મુદ્દાનો સમાવેશ કર્યો છે. બંનેમાં કોમન હોય તો ભયમુક્ત શાસન લાવવાનો, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો ગરીબોને ઘર આપી વિકાસ કરવાનો, સરકારી નોકરી, સ્થાનિક રોજગારી આપવાનો પરંતુ, અહીં વિકાસને બદલે વિનાશ થઈ રહ્યો છે. ભયમુક્ત વાતાવરણ અહીં છે, છેલ્લા પાંચેક વર્ષોથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહી છે. યુવાનો કહે છે કે નટુભાઈએ 2009માં દાદાગીરી, ડર ખતમ કરવાની વાત કરેલી અને એ જ નટુભાઈએ 2019માં પણ એ જ વાત કરેલી. હાલમાં પણ એ જ વાત છે. એટલે યુવાનો માટે યક્ષ પ્રશ્ન એ છે કે કોની દાદાગીરી અને કોના શાસનમાં હતી જે ખતમ કરવાની વાત બંને પાર્ટી ( BJP-Shivsena ) કરી રહી છે. આ એક ચૂંટણી ( DNH By-election ) વખતે મતદારોને ભડકાવવાની રાજનીતિ છે.
દર વખતે ચૂંટણીમાં ધર્મ-જાત-ભેદનો મુદ્દો ઉછળે છે
કોમવાદ-જાતિવાદ જેવા પ્રશ્નો અહીં લગભગ ક્યારેય ઉદ્દભવ્યાં નથી. કેમ કે મોટાભાગની વસ્તી આદિવાસી છે. તેમ છતાં દર વખતે ચૂંટણીમાં ધર્મ-જાત-ભેદ નો મુદ્દો ઉછળે છે. માટે મતદારોએ વિકાસ અને પ્રદેશને આગળ લઈ જવા યોગ્ય પક્ષને શોધી મતદાન કરવું જોઈએ.
વર્ષો જૂના ચૂંટણી ઢંઢેરાના મુદ્દા આજે પણ પુરા નથી થયા
બંને પક્ષોના ( BJP-Shivsena ) મેનિફેસ્ટોમાં શિક્ષણની અને સ્વતંત્ર યુનિવર્સિટીની વાત છે. આ મુદ્દો પહેલાની ચુંટણીથી લખાતો આવ્યો છે. પરંતુ ઉચ્ચ શિક્ષણ, ક્વોલિટી એજ્યુકેશન, કલાકારીગરી માટેના ટ્રેનિંગ સેન્ટર, આરક્ષણ જેવી મહત્વની વાત તેમાં નથી. એટલે આ ચૂંટણી ઝુમલો કહી શકાય. વિદ્યાર્થીઓ માટે જોઈએ તેવી પરિવહનની યોજના હાલમાં પણ પૂરતી નથી. 2 વર્ષથી નદી પર પુલ બને છે. શહેરી વિસ્તારમાં રસ્તાઓ-બ્રિજ બની રહ્યાં છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારમાં બોટમાં અભ્યાસ માટે જવું પડે છે. મેડિકલ, આવાસના બાંધકામ બન્યાં પહેલા જ તૂટી પડે છે. એવો વિકાસ કઈ રીતે વિકાસ કહી શકાય. શિવસેના હોય કે ભાજપ તેમણે આપેલા વર્ષો જુના ચૂંટણી ઢંઢેરાના ( Election Manifesto ) મુદ્દા આજે પણ પુરા નથી થયાં. તો તે ચોખવટ પણ કરવી જોઈએ.
ખેડૂતલક્ષી અનેક યોજનાઓનો આ પ્રદેશમાં અમલમાં નથી
બંને પાર્ટીના ( BJP-Shivsena ) ચૂંટણી ઢંઢેરામાં ક્યાંય આદિવાસીઓના ઉત્થાન માટે યોગ્ય કહી શકાય તેવા મુદ્દા નથી. 7 ટર્મ જીતેલા મોહન ડેલકરના એફિડેવિટમાં તેઓ ખેડૂત હોવાનો ઉલ્લેખ કરતા દાદરા નગર હવેલીમાં તમામ ગામમાં ખેડૂત છે. ખેતી કરે છે. પરંતુ તેમાં તેઓ સારા પાકનું વાવેતર કરી શકે, બાગાયતી ખેતી કરી શકે, શાકભાજી ઉગાડી સ્થાનિક માર્કેટમાં વેચી ને કે નજીકના રાજ્યમાં મોકલી પગભર થઈ શકે તે માટેના સારા પ્રયાસની કોઈ વાત નથી. ખેડૂતલક્ષી અનેક યોજનાઓ આ પ્રદેશમાં અમલમાં નથી.
આદિવાસીઓને પ્રોત્સાહન આપતા હાટ મેળા, માર્કેટ ઉભી કરવાનું ભુલાઈ ગયું છે
પ્રવાસન હબ બનાવવાની વાત છે. તો સ્થાનિક આદિવાસીઓની કલાકૃતિ જેમ કે વારલી પેઇન્ટિંગ્સ, બામ્બુની ચીજવસ્તુઓ, આભૂષણો ગ્રામીણ કલાકૃતિઓ પ્રવાસીઓ ખરીદી શકે તે માટે આદિવાસીઓને પ્રોત્સાહન આપતા હાટ મેળા, માર્કેટ ઉભી કરવાનું ભુલાઈ ગયું છે. આ આત્મમંથન માગતો મુદ્દો છે.
આ પ્રદેશ ગુંડાઓનો પ્રદેશ હોય તેવું ચિત્ર ઉપસાવ્યું છે
જો કે બંને પાર્ટીએ ( BJP-Shivsena ) પ્રદેશની છબી ખરાબ થાય અને આ પ્રદેશ ગુંડાઓનો પ્રદેશ હોય તેવું ચિત્ર ઉપસાવ્યું છે. હકીકતે જ્યાં ઔદ્યોગિક એકમો હોય ત્યાં હપ્તા વસૂલી, દાદાગીરી, કનડગત પ્રાંતવાદ, ભાષાવાદ ફુલતો ફાલતો હોય છે. પરંતુ તે બધે જ છે તેવો હાઉ માત્ર અહીંની ચૂંટણીમાં જ જોવા મળે છે. કદાચ રાજકીય પાર્ટીઓએ પોતાની દુકાન ચાલતી રાખવા તેને વધુ મહત્વ આપ્યું છે અને જેને મહત્વ આપવું જોઈતું હતું તેને કોરાણે મૂકી દીધું છે.
આદિવાસી આદિવાસી નથી રહ્યો શિક્ષિત બની સમાજની સાથે આગળ વધી રહ્યો છે
એ ઉપરાંત મહિલાઓ માટે ભાજપે કેન્દ્ર સરકારની જ 10 યોજનાઓનો ઉલ્લેખ કરી દીધો છે. શિવસેનામાં તો એક આદિવાસી મહિલા પોતે ચૂંટણી મેદાનમાં છે. તેમ છતાં મહિલાઓ માટે એક લીટીમાં જ સ્વનિર્ભર અને આજીવિકા આપવાની વાત સમાવી દીધી છે. મતલબ હાલની કેન્દ્રની યોજનાઓ પર તે સીધી અમલવારી કરશે પરંતુ તેની ઉણપ પુરી કરવાની કોઈ વાત તેમાં રજૂ કરી નથી. તો સરકારી નોકરિયાતો માટેનો મુદ્દો આગળ ધરી મત મેળવવાનો પ્રયાસ થયો છે. જો કે એટલું ચોક્કસ કહી શકાય કે કેન્દ્રના સીધા માર્ગદર્શન હેઠળ આવતા આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પહેલેથી જ પાયાગત સુવિધાઓ મળતી રહી છે. જેનો લાભ જે તે વખતે જે તે ચૂંટાયેલો પક્ષ ખાટતો રહ્યો છે. અહીંનો વનવાસી આદિવાસી આજે આદિવાસી નથી રહ્યો, શિક્ષિત અને સમાજની સાથે આગળ વધી રહ્યો છે. જે BJP-Shivsena ના ચૂંટણી ઢંઢેરાના ( DNH By-election ) વાયદાઓનો સારી રીતે સમજે છે.
આ પણ વાંચોઃ Shivsena અને Congress લોકોને ગુમરાહ કરી રહ્યા છે. ડ્રગ્સ મામલે NCB એ યોગ્ય તપાસ કરવી જોઈએ: Rupala
આ પણ વાંચોઃ દાદરા નગર હવેલી લોકસભાની ચૂંટણીનો ઇતિહાસ, આ વખતે ભાજપ-શિવસેના વચ્ચે હશે ખરાખરીનો જંગ