ETV Bharat / city

આજે વિશ્વભરમાં ઇસુના જન્મદિન ક્રિસમસની ઉજવણી “મેરી ક્રિસમસ”

વલસાડઃ બિનસાંપ્રદાયિક દેશ ભારતમાં દરેક ધર્મના તહેવારો સમાન ભાવ સાથે ઉજવવામાં આવે છે. ખ્રિસ્તીઓના પર્વ નાતાલની ઉજવણી પણ દેશભરમાં જોરશોરપુર્વક થઈ રહી છે. આ સાથે વાપી દમણ અને સેલવાસમાં વસવાટ કરતા ખ્રિસ્તી પરિવારોએ પણ ભગવાન ઇસુના જન્મ દિવસ એવા નાતાલ પર્વની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. નાતાલ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા માટે હાલ તમામ ચર્ચને રંગબેરંગી સ્ટાર તેમજ ક્રિસમસ ટ્રીથી સુશોભિત કરવામાં આવ્યા છે.

christmas preparation
ક્રિસમસ પર્વની તૈયારીઓને અપાયો આખરી ઓપ
author img

By

Published : Dec 25, 2019, 4:41 AM IST

Updated : Dec 25, 2019, 6:10 AM IST

વિશ્વમાં પ્રેમ અને કરુણાનો સંદેશ આપનાર ભગવાન ઇસુનો જન્મદિવસ એટલે નાતાલ. આ પર્વને વાપી અને તેની આસપાસના સંઘપ્રદેશ સહિતના વિસ્તારમાં રહેતા ખ્રિસ્તી પરિવારો ઉત્સાહભેર ઉજવતા આવ્યા છે. વાપીમાં આશાધામ સ્કૂલ ખાતે આવેલા ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી પરિવારો સજી-ધજીને ઉપસ્થિત રહે છે. ચર્ચમાં પાદરી બાઇબલનો ઉપદેશ આપે છે. ભગવાન ઇસુના જન્મ દિવસની ઉજવણી સાથે એકબીજાને મેરી ક્રિસ્મસની શુભેચ્છા પાઠવે છે.

ઉલ્લેખનીય છે કે, નાતાલ પર્વના દિવસે પ્રેમ, ભાઈચારા અને ગરીબોની સેવા કરનાર ભગવાન ઈસુએ મનુષ્યરૂપે અવતાર લીધો હતો. સમગ્ર દુનિયાને પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યો હતો.

christmas preparation
ક્રિસમસ પર્વની તૈયારીઓને અપાયો આખરી ઓપ

નાતાલની ઉજવણીના ભાગરૂપે મુખ્ય ચર્ચમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ચર્ચને રંગબેરંગી સ્ટાર અને ક્રિસમસ ટ્રીથી શણગારવામાં આવ્યા છે. આ અંગે ચર્ચના ફાધર ટોની લોપસે જણાવ્યું હતું કે, નાતાલ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ. આ દિવસે ભગવાનનો પ્રેમ કઈ રીતે મળતો રહે અને પ્રેમ શું છે? એક બીજાને ક્ષમા આપી પ્રેમનો સંદેશ આપવો એ જ આજના દિવસનો મહિમા છે.

ક્રિસમસ પર્વની તૈયારીઓને અપાયો આખરી ઓપ

આ વર્ષે નાતાલ પર્વની તૈયારીના ભાગરૂપે ઘરે-ઘરે જઇ સંદેશ આપવામાં આવ્યો છે. ગરીબોને ખાદ્ય ચીજવસ્તુઓ તેમજ રમતગમતની સામગ્રી પૂરી પાડવામાં આવી છે. ક્રિસમસ એટલે ક્રિસમસ ટ્રી અને સાન્તાક્લોઝ જ નહીં, પરંતુ આ દિવસે મિસા(પૂજા) કરવામાં આવે છે. જીવનમાં ભગવાન ઇસુનો સ્વીકાર કરવો, પાપી જીવન અને સ્વાર્થી જીવનથી દૂર રહી તન-મનને પવિત્ર રાખવું એ જ આજનો મુખ્ય ઉદ્દેશ છે. આ દિવસ નિમિત્તે ચર્ચમાં ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તે સાથે ભગવાન ઈસુએ ગૌશાળામાં જન્મ લીધો હતો. તે માટે તેની એક નાનકડી ઝૂંપડી બનાવી તેમાં તેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. જીવનને સુંદર બનાવો એ જ ક્રિસમસ સેલિબ્રેશનનો મુળ સંદેશ છે.

ઉલ્લેખનીય છે કે, 24મી અને 25મી ડિસેમ્બરની રાત્રીના નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના મહિલાઓ-પુરુષો, બાળકો, યુવાનો ઉપસ્થિત રહી પ્રભુ ઈસુના પ્રાર્થના ગીતો ગાય છે. મિસા બાઈબલનું પ્રવચન સાંભળી એકબીજા મેરી ક્રિસમસની શુભકામના પાઠવે છે.

Intro:assignment approved story...

location :- વાપી

વાપી :- સમગ્ર દેશની સાથે વાપી દમણ અને સેલવાસમાં વસતા ખ્રિસ્તી પરિવારોએ પણ ભગવાન ઇસુના જન્મ દિવસ એવા નાતાલ પર્વની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. નાતાલ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા માટે હાલ તમામ ચર્ચને રંગબેરંગી સ્ટારથી તેમજ ક્રિસમસ ટ્રી થી સુશોભિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નાતાલ પર્વના દિવસે પ્રેમ ભાઈચારો અને ગરીબોની સેવા કરનાર ભગવાન ઈસુએ મનુષ્યરૂપે અવતાર લીધો હતો. અને સમગ્ર દુનિયાને પ્રેમ કરુણાનો સંદેશ આપ્યો હતો

Body:વિશ્વમાં પ્રેમ કરુણાનો સંદેશ આપનાર ભગવાન ઇસુનો જન્મદિવસ એટલે કે નાતાલ પર્વ, આ પર્વને વાપીમાં અને તેની આસપાસના સંઘપ્રદેશ સહિતના વિસ્તારમાં રહેતા ખ્રિસ્તી પરિવારો ઉત્સાહભેર ઉજવતા આવ્યા છે. વાપીમા આશાધામ સ્કૂલ ખાતે આવેલ ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી પરિવારો સજી-ધજીને ઉપસ્થિત રહે છે. અને ચર્ચમાં પાદરી દ્વારા અપાયેલ બાઇબલના સંગીત સાથેના સંદેશનું શ્રવણ કરી પરમ પ્રસાદ ગ્રહણ કરી ભગવાન ઇસુના જન્મ દિવસની ઉજવણી સાથે એકબીજાને મેરી ક્રિસ્મસની શુભેચ્છા પાઠવે છે.

જેને ધ્યાનમાં રાખીને હાલ તમામ મુખ્ય ચર્ચમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ચર્ચને રંગબેરંગી સ્ટાર અને ક્રિસમસ ટ્રિથી શણગારવામાં આવ્યા છે. આ અંગે ચર્ચના ફાધર ટોની લોપસે જણાવ્યું હતું કે, નાતાલ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ આ દિવસે ભગવાનનો પ્રેમ કઈ રીતે મળતો રહે અને પ્રેમ શું છે? એક બીજાને ક્ષમા આપી પ્રેમનો સંદેશ આપવો એ જ આજના દિવસનો મહિમા છે.

આ વર્ષે નાતાલ પર્વની તૈયારીના ભાગરૂપે ઘરે-ઘરે જઇ સંદેશ આપવામાં આવ્યો છે. અને ગરીબોને ખાદ્ય ચીજવસ્તુઓ તેમજ રમતગમતની સામગ્રી પૂરી પાડવામાં આવી છે. ક્રિસમસ એટલે ક્રિસમસ ટ્રી અને સાન્તાક્લોઝ નહીં પરંતુ આ દિવસે મિસા(પૂજા) કરવામાં આવે છે. જીવનમાં ભગવાન ઇસુનો સ્વીકાર કરવો, પાપી જીવન અને સ્વાર્થ જીવનથી દૂર રહી તન-મનને પવિત્ર રાખવું એજ આજ નો મુખ્ય ઉદ્દેશ દેશ છે. આ દિવસ નિમિત્તે ચર્ચમાં ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તે સાથે ભગવાન ઈસુએ ગૌશાળામાં જન્મ લીધો હતો. તે માટે તેની એક નાનકડી ઝૂંપડી બનાવી તેમાં તેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. જીવનને સુંદર બનાવો એજ ક્રિસમસ સેલિબ્રેશન નો મુખ્ય સંદેશ હોવાનું ફાધર ટોની લોપસે જણાવ્યું હતું.

Conclusion:ઉલ્લેખનીય છે કે 24મી અને 25મી ડિસેમ્બરની રાત્રીના નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના મહિલાઓ-પુરુષો, બાળકો, યુવાનો ઉપસ્થિત રહી પ્રભુ ઈસુના પ્રાર્થના ગીતો ગાય છે. અને મિસા બાઈબલનું પ્રવચન સાંભળી એકબીજા મેરી ક્રિસમસની શુભકામના પાઠવે છે.

bite :- ફાધર ટોની લોપસ, ફાધર, વાપી ચર્ચ
Last Updated : Dec 25, 2019, 6:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.