ETV Bharat / city

રાજકોટમાં પેટ્રોપ પંપ પર યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ: જૂઓ સીસીટીવી - રાજકોટ યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટના પેટ્રોલ પંપ પર ગઈકાલે એક યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ (Rajkot youth attempted suicide) કરવામાં આવ્યો હતો. જો કે, પેટ્રોલ પંપના સંચાલકો અને કર્મચારીઓએની સમયસૂચકતાને કારણે આ યુવાનનો જીવ જતા બચી ગયો હતો.

રાજકોટમાં પેટ્રોપ પંપ પર યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ: જૂઓ સીસીટીવી

author img

By

Published : Jan 27, 2022, 10:06 PM IST

રાજકોટઃ રાજકોટના રૈયા સર્કલ નજીક આવેલા ન્યારા પેટ્રોલ પંપ (Rajkot Nyara petrol pump ) પર ગઈકાલે રાત્રે એક યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ (Rajkot youth attempted suicide) કરવામાં આવ્યો હતો. જો કે, પેટ્રોલ પંપના સંચાલકો અને કર્મચારીઓએની સમયસૂચકતાને કારણે આ યુવાનનો જીવ જતા બચી ગયો હતો. જ્યારે કર્મચારીઓએ યુવાનને પોલીસના હવાલે કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી (Rajkot suicide cctv)વીડિયો પણ સામે આવ્યા છે.

રાજકોટમાં પેટ્રોપ પંપ પર યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ: જૂઓ સીસીટીવી

પેટ્રોલ પંપ ખાતે સળગી જવાનો પ્રયાસ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મયુર ભીખાભાઈ સોંદરવા નામનો યુવક ગઇકાલે મોડી રાત્રે ન્યારા પેટ્રોલ પંપ ખાતે ગયો હતો. પેટ્રોલ પંપ ખાતે જઈને આ યુવકે જ્વલનશીલ પદાર્થ પોતાની માથે નાખવા માંડ્યો હતો અને દિવાસળી સળગાવે તે પહેલા જ પેટ્રોલ પંપના કર્મચારીઓએ આ યુવાનને પકડી પાડયો હતો. ત્યારે યુવક આત્મહત્યા કરે તે પહેલાં જ તેને અટકાવ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ પંપના કર્મચારીઓએ યુવાનને પોલીસના હવાલે કર્યો હતો. જો કે, યુવાનના આત્મહત્યાના પ્રયાસને પગલે થોડા સમય માટે પેટ્રોલ પંપ ખાતે દોડાદોડીનો માહોલ પણ સર્જાયો હતો અને એક ભયજનક વાતાવરણ ઊભું થઈ ગયું હતું.

આ પણ વાંચો: GTU Convocation 2022: GTUનો 11મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો, 144 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત

પેટ્રોલ પંપના કર્મચારીઓએ માર માર્યો હતો

મયુર સોંદરવા નામના યુવકે પેટ્રોલ પંપ પર જઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. યુવકની પૂછપરછમાં સામે આવ્યું છે કે અંદાજીત પંદરેક દિવસ પહેલા આ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે મયુરને માથાકૂટ થઇ હતી. જેમાં પંપના કર્મચારીઓ દ્વારા મયુરને માર મારવામાં આવ્યો હતો અને આ અંગેની પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ આ ફરિયાદ અંગે હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના કારણે મયુર સૌંદરવા નામના યુવકે પેટ્રોલ પંપ પર જઈને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: Water shortage in Rajkot : રાજકોટના જળાશયોમાં આગામી બે ત્રણ મહિના સુધી ચાલે તેટલું જ પાણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.