- રાજકોટના યુવાનોની અનોખી પહેલ
- કાગળમાંથી બનાવી ઇકો ફ્રેન્ડલી બોલપેન
- પ્લાસ્ટીક કચરો ફેલાતો અટકાવવામાં યોગદાન
રાજકોટઃ ગુજરાતના મોટા શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની ફોર્બ્સની સૂચિમાં અમદાવાદ અને રાજકોટનો સમાવેશ થઈ રહ્યો છે. ગુજરાત ઔદ્યોગિક, વ્યાપારીક, સેવાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. ત્યારે યુવાનોને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તરત રોજગાર મળે તેવા હેતુથી કૌશલ્ય નિર્માણના વિવિધ કાર્યક્રમોને સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સફળતાપૂર્વક અમલીકૃત કરવામાં આવ્યા છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા રાજકોટના યુવાનોએ બનાવી ઇકો ફ્રેન્ડલી બોલપેન વિદ્યાર્થીઓએ કોઠાસુઝથી મિકેનિઝમ અને મશીન તૈયાર કરાવ્યુંશિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો કારણ કે તેના હાથમાં સમાજ અને રાષ્ટ્રનિર્માણની જવાબદારી તેના શિરે હોય છે. આ વાતને સાબિત કરતા મારવાડી કોલેજના પ્રોફેસર ડૉ. દિપક મશરૂ જણાવે છે કે, શિક્ષક તરીકે મારૂં કામ વિદ્યાર્થીને વર્ગખંડની બહાર પણ મદદ અને માર્ગદર્શન આપવાનું છે. મારા જન્મદિવસે મે બધા વિદ્યાર્થીઓને ચોકલેટના બદલે એનવાયરમેન્ટ ફ્રેન્ડલી પેન્સિલ આપી હતી. જેમાંથી મારો વિદ્યાર્થી યશ પુજારા, કાગળની પેનના વિચારે મારી પાસે આવ્યો અને ત્યાં સુધીમાં તેણે બે -ત્રણ પ્રયોગો કરી લીધા હતા. શરૂઆતમાં રોજ સાંજે ભેગા થઈને હાથવણાટથી પ્રયત્નો કરતા હતા. ત્યાર બાદ ધવલ બારભાયાએ પોતાની કોઠાસુઝથી મિકેનિઝમ અને મશીન તૈયાર કરાવ્યું. આ પ્રકારની રીસાયકલ્ડ પેપરમાંથી પેન બનાવવા તથા તેના થકી કોરોના અંગે જાગૃતિ ફેલાવવા બદલ બંનેને 'વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયા' વતી સન્માન કરવામાં આવ્યું છે. ગુરૂ કરતાં શિષ્ય સવાયો થાય તે ગુરૂ માટે ગૌરવની બાબત છે. ધવલ બારભાયા અને યશ પુજારાએ મેળવેલી સિદ્ધી માટે હું અત્યંત આનંદ અનુભવું છુ. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા રાજકોટના યુવાનોએ બનાવી ઇકો ફ્રેન્ડલી બોલપેન
પ્રતિમાસ પ્લાસ્ટીકની 10 ટન જેટલી પેન ફેંકી દેવાય છે
પેપરજીની એનવાઈરોકેર કંપનીના યુવાસ્થાપક ધવલ બારભાયાએ કહ્યુ હતું કે, અમે ઈન્ડીયા સ્ટાર્ટઅપ અંતર્ગત કંપનીની શરૂઆત કરી છે. જેની અંદર અમે વિવિધ પ્રકારની રિ-સાયકલ અને અપ-સાયકલ પધ્ધતિનો ઉપયોગ કરીને બોલપેન બનાવીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો પ્રયાસ છે કે સિંગલ-યુઝ પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવો. જેને પગલે અમને એવો વિચાર આવ્યો કે પ્રતિમાસ પ્લાસ્ટીકની 10 ટન જેટલી પેન ફેકીં દેવામાં આવે છે, જેથી 10 ટન જેટલા પ્લાસ્ટીકના કચરાનું ઉત્સર્જન થાય છે. આપણે આ બાબતે કાંઈક વિચારીને સમાજ માટે સારૂ શું કરી શકીએ તે વિચારવું જોઇએ.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા રાજકોટના યુવાનોએ બનાવી ઇકો ફ્રેન્ડલી બોલપેન પ્લાસ્ટીકની બોલપેનની કિંમતમાં આપી કાગળની બોલપેનધવલે કહ્યું હતું કે, આપણે જો રિસાયકલ પેપરમાંથી પેન બનાવીએ તો વૃક્ષો કપાય નહીં અને વર્જીન કાગળોનો ઉપયોગ ટાળી શકાય. જેથી પર્યાવરણની જાળવણી કરી શકાય અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડી શકાય. અમે કાગળને વણીને હાથ બનાવટથી બોલપેન બનાવતા હતા. પરંતુ ઉત્પાદન ક્ષમતાની મર્યાદા હોવાના કારણે અમે જાતે જ મશીન ડીઝાઈન કરીને એન્જીનિયર્સ પાસે તૈયાર કરાવ્યું. જેથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો અને પડતર કિંમતમાં ઘટાડો થયો. જેથી પ્લાસ્ટીકની બોલપેનની કિંમતમાં અમે કાગળની બોલપેન આપવા સક્ષમ થયા છીએ.સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા રાજકોટના યુવાનોએ બનાવી ઇકો ફ્રેન્ડલી બોલપેન અભ્યાસ કરીને પણ હું જેટલી સેલેરી નથી મેળવતો તેથી વધુ હું કમાઈને અન્ય લોકોને રોજગારી આપું છુંદેશ અને વિદેશની કોઈ સંસ્થામાંથી પી.એચ.ડી કરીને પોતાના નામ આગળ ડોક્ટર લાગે તે સૌ કોઈનું સપનું હોય છે પરંતુ તે સ્વપ્નને છોડીને રાષ્ટ્રહિતના નિર્માણમાં યોગદાન આપવાનો વિચાર કરીને આગળ વધવાનો નિર્ધાર સાથે કામ કરતા યશ પુજારા જણાવે છે કે, મેં એનવાયરલ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી કરી છે અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં મને રસ રહેલો છે. બહુ બધુ રિસર્ચ કર્યા પછી અમને થયું કે કઈ રીતે અમે કાગળની બોલપેન બનાવવાની વાતને અમે બિઝનેશ મોડેલમાં ફેરવવાના પ્રયત્ન કર્યા. આટલો અભ્યાસ કરીને પણ હું જેટલી સેલેરી નથી મેળવતો તેથી વધુ હું કમાઈને અન્ય લોકોને રોજગારી આપી શકું છું તેની મને ખુશી છે. યશ પુજારાએ કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતના માતા પિતાઓ, યુવાઓને વિનંતી છે કે રોજીંદા જીવનમાં વાપરવામાં આવતી પ્લાસ્ટીકની પેનનો ઉપયોગ અટકાવીને કાગળની પેનનો ઉપયોગ કરીએ,પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં યોગદાન આપીએ.સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા રાજકોટના યુવાનોએ બનાવી ઇકો ફ્રેન્ડલી બોલપેન 'યુઝ એન્ડ થ્રો'ના બદલે 'યુઝ એન્ડ ગ્રો'ની વિચારધારા ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટીકના બદલે કાગળમાંથી બનતી 'પેપર પેન' સંપુર્ણપણે એનવાયરમેન્ટ ફ્રેન્ડલી છે. પ્રદુષણ મુક્ત છે. તે વોટરપ્રૃફ અને પરસેવાની અસરરહિત છે. તેનો એસિડ ટેસ્ટ અને વોટર ટેસ્ટ પોઝિટિવ છે જેથી વ્યક્તિના શરીરપર તેની કોઈ નેગેટીવ અસર થતી નથી. વજનમાં પ્લાસ્ટીકની પેન કરતા હળવી અને પેન લપસતી ન હોવાના કારણે ઝડપથી લખી શકાય છે. 'પેપર પેન' ટેકનોલોજી અંદર રહેલી શાહીને ઠંડીમાં ગરમ રાખે છે અને ગરમીમાં ઠંડી રાખે છે, જેથી બોલપેન ઉભરાતી નથી કે થીજી જતી નથી. ઉપરાંત, લાલ, લીલા,પીળા, કાળા, ગોલ્ડન, સિલ્વર, તમામ કલરમાં પેન ઉપલબ્ધ છે. સામાન્ય રીતે માર્કેટમાં ચાલતી 'યુઝ એન્ડ થ્રો' ના બદલે 'યુઝ એન્ડ ગ્રો'ની વિચારધારા છે. પેપર પેન અને પેપર પેન્સિલના પાછળના ભાગે વિવિધ છોડ અને શાકભાજીના બીયારણ આપવામાં આવે છે જેમાં ટમેટા, મેથી, મરચુ તુલસી, ફુદિનો વગેરેનો સમાવેશ થાય છે. આ પેનનો ઉપયોગ પુર્ણ થયા બાદ તેને ભંગારમાં ફેકી દેવાના બદલે ઘરના કુંડામાં ઉગાડી શકાય છે. આવુ માત્ર પેન-પેન્સિલમાં જ નથી પરંતુ કાગળની નોટબુક, ડાયરી, નિમંત્રણ કાર્ડ, વિઝીટીંગ કાર્ડમાં પણ સીડ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. કંપની જીન્સના કાપડમાંથી પેન બનાવીને બજારમાં ઉપલબ્ધ કરાવી રહી છે. આજે જયારે દુનિયામાં પર્યાવરણીય અસમુતલા વ્યાપ્ત છે અને પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે દુનિયા ભારતના માર્ગદર્શન માટે અપેક્ષીત બની રહ્યું છે. ત્યારે આવા નાના પણ ઉજ્જવળ ભાવી તરફ દોરી જતા પ્રયાસો આ ક્ષેત્રે ચોકકસપણે પથદર્શક અને અનુકરણીય બની રહેશે.