ETV Bharat / city

રાજકોટમાં આ સ્મશાનના સંચાલકે એક વર્ષમાં 1,600 મૃતદેહોની કરાવી અંતિમવિધિ - rajkot news

રાજકોટનું સૌથી મોટું મનાતું એવું રામનાથપરા સ્મશાનગૃહમાં હાલ કોરોના પછી દરરોજના 40થી 45 જેટલા મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે આવે છે. ત્યારે અહીંનો પચાસ ટકા સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો હોવા છતાં ત્યાનાં મેનેજર દ્વારા સંપૂર્ણ કામગીરી હાથમાં લઈને નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવામાં આવી રહી છે. છેલ્લા 1 વર્ષમાં રામનાથપરાના આ મેનજરે રજા પણ રાખી નથી.

rajkot
rajkot
author img

By

Published : Apr 16, 2021, 12:51 PM IST

Updated : Apr 16, 2021, 1:04 PM IST

  • રાજકોટમાં આ સ્મશાનના સંચાલકે નથી રાખી એકપણ રજા
  • 1600 મૃતદેહોની કરાવી અંતિમવિધિ
  • પચાસ ટકા સ્ટાફ કોરોના પોઝિટિવ છતાં પણ નિષ્ઠાપૂર્વક થઈ રહ્યું છે કાર્ય

રાજકોટ: રાજકોટનું સૌથી મોટું મનાતું એવું રામનાથપરા સ્મશાનગૃહમાં હાલ કોરોના પછી દરરોજની 40થી 45 જેટલા મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે આવે છે. ત્યારે અહીં 1 મૃતકની અંતિમ વિધિ કરતા ઓછામાં ઓછું 1થી 2 કલાકનો સમય લાગે છે. જ્યારે અહીં 30થી વધુનો સ્ટાફ છે. જેમાં પણ 50 ટકા સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને સ્મશાનની કામગીરી ખોરવાઈ છે પરંતુ અહીંના મેનેજર દ્વારા સંપૂર્ણ કામગીરી હાથમાં લઈને નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવામાં આવી રહી છે. છેલ્લા 1 વર્ષમાં રામનાથપરાના આ મેનજરે રજા પણ રાખી નથી. જ્યારે ગત વર્ષે લોકડાઉન થયું ત્યારે તેઓ આ સ્મશાનમાં કામ માટે જોડાયા હતા અને ત્યારથી અત્યાર સુધી કોરોનાનો બીજો તબક્કો આવ્યો છતાં અવિરત પણ પોતાની કામગીરી શરૂ રાખી છે.

1500થી વધારે મૃતદેહનો કરાવ્યો અગ્નિ સંસ્કાર

સમગ્ર મામલે ETV Bharat દ્વારા રામનાથપરાના મેનેજર શ્યામભાઈ પાનખડીયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ અહીં ગત વર્ષે જ્યારે કોરોના મહામારી આવી ત્યારે કામ માટે જોડાયા હતા અને તમામ સ્મશાનની જવાબદારી લીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી મેં એકપણ દિવસની રજા રાખી નથી. કોરોના મહામારી દરમિયાન સતત કોવિડ બોડી આ સ્મશાનમાં આવતી હતી અને અમે તેને કોરોનાની ગાઇડલાઈન મુજબ અંતિમ વિધિ કરતા હતા. જ્યારે કોવિડ માટે મોટાભાગે અહીં ઇલેક્ટ્રોનિક ભઠ્ઠી જ ઉપયોગમાં લેવામાં આવે છે. જેને લઈને હું જ્યારથી અહીં જોડાયો ત્યારથી અત્યાર સુધીમાં 1500થી 1600 જેટના મૃતકોની અમે અહીં અંતિમવિધિ કરી છે.

કોવિડ માટે ઇલેક્ટ્રોનિક ભઠ્ઠી રાખવામાં આવી છે રિઝર્વ

આ પણ વાંચો: સ્મશાનોનું રિયાલિટી ચેક : સુરતમાં 3 દિવસમાં 90 કોરોનાગ્રસ્ત મૃતદેહોની અંતિમવિધિ કરાઈ

છેલ્લા 1 વર્ષમાં નથી લીધી એક પણ રજા

શ્યામભાઈએ વધુમા જણાવ્યું હતું કે, સ્મશાનમાં કોરોના મહામારી આવ્યા બાદ કામગીરી વધી ગઈ હતી. જ્યારે કોવિડ બોડી સાથે અન્ય લોકોના પણ મૃતદેહ અહીં અંતિમવિધિ માટે આવતા હતા. ત્યારે અમે પહેલા કોવિડ મૃતકોની વિધિ કરતા હતા જ્યારે કોવિડ મૃતક ન હિય ત્યારબાદ સામાન્ય મૃતકોની અંતિમવિધિ એ પણ લાકડામાં કરીએ છીએ. બીજા તબક્કામાં થોડું વેઇટિંગ પણ સ્મશાનમાં જોવા મળ્યું હતું પરંતુ તંત્ર દ્વારા અન્ય સ્મશાન પણ ખુલ્લા મુકવામાં આવતા હાલ પરિસ્થિતિમાં રાહત છે. કામગીરી લઈને શ્યામભાઈએ છેલ્લા એક વર્ષમાં રજા પણ રાખી નથી. જ્યારે હાલ પણ આ સ્મશાનનો 50 ટકા સ્ટાફ પણ કોવિડ પોઝિટિવ આવ્યો છે. જ્યારે તેઓ હજુ પણ અવિરત પણ પોતાની સેવા આપી રહ્યા છે.

રાજકોટના રામનાથ પરા સ્મશાન ગૃહમાં સૌથી વધુ કોવિડ મૃતકોનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારે અહીં ઇલેક્ટ્રોનિક ભઠ્ઠી સાથે લાકડામાં પણ અંતિમ વિધિ કરવામાં આવે છે પરંતુ જ્યારથી કોવિડ મહામારી આવી ત્યારથી અત્યાર સુધી ઇલેક્ટ્રોનિક ભઠ્ઠી માત્રને માત્ર કોવિડ મૃતકો માટે અનામત રાખવામાં આવી છે. બીજી તરફ લાકડામાં સામાન્ય મૃતકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. માત્ર રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહમાં જ દરરોજની 40થી 45 મૃતદેહો આવે છે ત્યારે 24 કલાક અહીં સ્મશાનમાં કામગીરી શરૂ રાખવામાં આવી છે. જ્યારે રામનાથપરા સિવાય અન્ય ત્રણ સ્મશાન પણ કોવિડ મૃતકો માટે અનામત રાખવામાં આવ્યા છે.

365 દિવસ સતત કરી કાર્ય 1,600 મૃતદેહોની કરાવી અંતિમવિધિ

આ પણ વાંચો: ગાંધીનગરના 2 સ્મશાનમાં એક જ દિવસમાં 31 કોરોના સંક્રમિત મૃતદેહોની અંતિમવિધિ કરાઈ

Last Updated : Apr 16, 2021, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.