- સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ રાજકીય મેળાવડા શરૂ
- ભાજપ દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું
- કોરોના ગાઈડલાઈનનો થયો ભંગ
રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ રાજકીય મેળાવડા શરૂ થઈ ગયા છે. રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ભાજપ દ્વારા વિજય ભવ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનપાના તમામ 18 વોર્ડના 72 ઉમેદવાર હાજર રહ્યા હતા, ત્યારે આ સભામાં વધુ એક વખત સોશિયલ ડિસ્ટન્ટ, માસ્ક સહિતના નિયમોનું ઉલ્લંઘન થયું હતું.
સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન
સામાન્ય નાગરિક જો માસ્ક ન પહેરે તો 1000 રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે, જોકે, રાજકીય પાર્ટી કોઈ નિયમોનો ભંગ કરે તો કોઈ કાર્યવાહી થતી નથી. આવું જ કંઈક શુક્રવારે રાજકોટમાં જોવા મળ્યું હતું, જ્યાં પોલીસની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થયું હતું. તો સાથે જ અનેક કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા. સામાન્ય માણસો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસુલ્યા બાદ શું રાજકોટ પોલીસ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરશે તે મહત્વનો પ્રશ્ન છે.