- શાળાઓમાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ સામે આવી
- વિદ્યાર્થીને માર મારતાં શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઇ
- વીડિયો મામલે શાળાના આચાર્યને રજૂઆત કરાઇ
રાજકોટ: રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા હવે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે, ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટના નાના મૌવા રોડ પર આવેલી મહાત્મા ગાંધી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઇ
રાજકોટ NSUI દ્વારા આ વીડિયો મામલે શાળાના આચાર્યને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીને માર મારતાં શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેને લઇને આચાર્યએ પણ વિદ્યાર્થીને જે શિક્ષકે માર માર્યો હતો, તે શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા તેમજ આગામી દિવસોમાં આ પ્રકારની ઘટના શાળામાં ન સર્જાય તે માટેની ખાતરી પણ આપી હતી.
વિદ્યાર્થી ધોરણ 12નો કોમર્સમાં કરે છે અભ્યાસ
રાજકોટ નાના મૌવા રોડ પર આવેલી મહાત્મા ગાંધી શાળામાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ટીખળ જેવી નજીવી બાબતમાં અર્થશાસ્ત્રના શિક્ષક ભરત સરવૈયાએ આવેશમાં આવીને ઢોર માર માર્યો હતો. જ્યારે આ વિદ્યાર્થીને માર મારાયો, ત્યારે વર્ગખંડમાંથી જ કોઈ વિદ્યાર્થી દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જે વીડિયો રાજકોટ NSUIને ધ્યાને આવતા તાત્કાલિક શાળાએ જઈને આ સમગ્ર મામલે આચાર્યને રજૂઆત કરી હતી.
માર મારનાર શિક્ષકને કરવામાં આવ્યો સસ્પેન્ડ
રાજકોટમાં શાળામાં વિદ્યાર્થીને ઢોરમાર મારવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થતાંની સાથે જ NSUI દ્વારા શાળાએ જઈને આચાર્ય સમક્ષ રજૂઆત કરી હતી તેમજ આ મામલે કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. જ્યારે શાળામાં હોબાળો થતાં જ ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી. આ સાથે જ આચાર્યએ તાત્કાલિક માર મારનાર શિક્ષક વિરૂદ્ધ પગલાં લઈને તેમને સસ્પેન્ડ કર્યા હતા.
વીડિયો વાયરલ થતાં જ શહેરભરમાં ચકચાર મચી જવા પામી
આચાર્યએ આગામી દિવસોમાં જરૂર પડે આ મામલે કાયદેસરની કાર્યવાહીમાં પણ તેઓ સહકાર આપશે તેવી NSUIને ખાતરી પણ આપી હતી. જ્યારે રાજકોટમાં વિદ્યાર્થી અને શિક્ષક દ્વારા ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થતાં જ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો- માસ પ્રમોશનથી ખુશખુશાલ ધો.12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી બાથરૂમમાં મળી આવ્યો મૃત
આ પણ વાંચો- શિક્ષકોએ શિક્ષણને અભડાવ્યું : શાળામાં દારૂ પીને આવ્યો આચાર્ય, શિક્ષક બન્યો ગુલ્લી માસ્ટર