રાજકોટમાં દીવસે-દીવસે વાહન ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારેરાજકોટ ક્રાઇમ્બ્રાન્ચને વધુ એક સફળતા હાથ લાગી છે. જેમાં શહેરમાં વાહનચોરી કરતા બે ઈસમો ઝડપાયા છે. ક્રાઇમબ્રાન્ચને મળેલી બાતમીના આધારેનવઘણ રામજી સોલંકી અનેલાખા જેરામ વાઘેલા નામના બે ઇસમોને ઝડપી પાડી તેમની પાસે રહેલ ચાર જેટલા ચોરીના બાઇકપણ કબ્જે કર્યા છે.
![Rajkot Police](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/img-20190323-wa00361553334005825-76_2303email_00362_120.jpg)
આ ઈસમોએ રાજકોટના અલગ-અલગ વિસ્તારમાંથી વાહનોની ચોરી કરી હતી. ક્રાઇમ્બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા બન્ને ઈસમો વાહનચોરીના રીઢા ગુનેગાર છે. મહત્વનું છે કે, આ બન્ને ઇસમોની વધુ પૂછપરછમાં હજુ પણ અન્ય વાહનચોરીના ભેદ ખુલવાની શક્યતાઓ છે.