રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અષાઢી બીજના(Ashashi Beej in Saurashtra) દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા, જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લામાં ગોંડલ(Gondal in Rajkot District) અને લોધિકા તાલુકા નોંધાયો હતો. અનરાધાર વરસાદને પગલે અનેક નદી-નાળા તેમજ ગામમાં આવેલા નાના મોટા ખાડામાં પાણી ભરાઈ ગયાં હતાં. આ સમયે શાપર વેરાવળ પાસે એક તળાવમાં ન્હવા પડેલાં બે બાળકનાં મૃત્યું(Children Drowned in the Lake) થયાં છે.
આ પણ વાંચો: Death by drowning in Navsari sea: ધુળેટીની મજા શોકમાં ફેરવાઈ, ઉભરાટ દરિયામાં નહાવા પડેલા ત્રણ યુવાનોના મોત
બન્ને ગુરૂવારે બપોરે ઘરેથી ભંગાર વીણવા જવાનું કહી નીકળ્યા હતા - પ્રાપ્ત થયેલી વિગત મુજબ, શાપર પાસે તળાવમાંથી બે માસૂમ બાળકના મૃતદેહો મળી આવ્યા હતા. જેથી શાપર વેરાવળ પોલીસે તપાસ કરતાં તેઓ બન્ને ગુરૂવારે બપોરે ઘરેથી ભંગાર વીણવા જવાનું કહી નીકળ્યા બાદ લાપતા થયાં હતાં. આ મુદ્દે બન્નેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન બન્નેની મૃતદેહો મળી આવતાં શ્રમિક પરિવારમાં શોક વ્યાપી ગયો હતો જો કે હાલ પોલીસે બંને બાળકનાં મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: એવું તે શું બન્યું કે હાથી તળાવ છોડી ગેરેજમાં નહાવા પહોંચ્યો
બાળકોના મૃત્યુને લઇને પરિવારમાં ભારે શોકનું મોજું ફેરવાઈ ગયું છે - આ અંગે પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, શાપર વેરાવળમાં આવેલી મીના કાસ્ટિંગ નામની ફેક્ટરીના(Meena Casting factory ) ગેટ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા વિક્રમ બારૈયાનો 9 વર્ષનો અશ્વિન અને 5 વર્ષનો અર્જુન ગુરૂવારે બપોરે ઘરેથી ભંગાર વીણવા જવાનું કહી નીકળ્યા બાદ લાપતા થઈ ગયા હતા. પરિવારજનોએ શોધખોળ કરી હતી એ દરમિયાન તળાવમાંથી બન્ને મૃતદેહો મળ્યા હતા. આ મુદ્દે P.S.I. કુલદીપ સિંહ ગોહિલે વધુ તપાસ કરતાં મૂળ MPના વિક્રમ છેલ્લા કેટલાય સમયથી શાપર વેરાવળમાં મજૂરીકામ કરતા હતા. જેથી આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળકોના મૃત્યુને લઇને પરિવારમાં ભારે શોકનું મોજું ફેરવાઈ ગયું છે.