રાજકોટ : રાજકોટ જિલ્લાના લોધિકાનાં રાવકી ગામના રહીશો ભૂમાફિયાઓનાં ત્રાસ (Torture of land mafias) તેમજ પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના આરોપ સાથે મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની ઓફિસે પહોંચ્યા હતાં. આ પૈકી અમુક લોકોએ રાજકોટ એસપી કચેરીએ આત્મહત્યાનો પ્રયાસ (Trying to suicide at Rajkot SP Office ) કર્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ મોડાસામાં દિવ્યાંગ દંપતી આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે અટકાયત કરી
પોલીસ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોવે છે -આ ઘટના દરમિયાન ગામલોકોનો આક્ષેપ છે કે, સ્થાનિક ભૂમાફિયા (Torture of land mafias)તેમના ગામમાં રીતસરનો આતંક મચાવતા હોવાથી જીવવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ પોલીસ ફરિયાદ લેવાને બદલે મૂક પ્રેક્ષક બનીને તમાશો જોવે છે તેવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જેને લઈને જીવવું મુશ્કેલ બની ચૂક્યું છે તેવું આ લોકોએ જણાવ્યું છે.
રાજકોટમાં વધી રહી છે ગુનાખોરી - રાજકોટ પોલીસ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં જ વ્યસ્ત છે તેવું જણાઈ રહ્યું છે અને બીજી તરફરાજકોટમાં ગુનાખોરીનો વધતો ગ્રાફ (Rising graph of crime in Rajkot) દર્શાવે છે કે ગુનાખોરો બેફામ બન્યા છે. જેમાં ગત દિવસે જ ધોળે દિવસે લૂંટ તેમજ આવારા તત્વોના આતંકની બે ઘટનાઓ સામે આવી હતી. ત્યાં રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ભૂમાફિયાઓનાં અનહદ ત્રાસથી (Torture of land mafias)કંટાળેલા રાવકી ગામનાં રહીશોએ રાજકોટ એસપી કચેરીએ આત્મહત્યાનો પ્રયાસ (Trying to suicide at Rajkot SP Office ) કર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચોઃ સુરતમાં મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે AAP ના મહિલા કોર્પોરેટરના પતિએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
આક્ષેપોમાં કેટલું સત્ય છે તે બાબતે તપાસ - હાલ તો પોલીસે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પૂર્વે તમામની અટકાયત કરી છે. પરંતુ અવારનવાર સામે આવતા આ પ્રકારના બનાવોથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ ઘટનામાં રાવકી ગામના લોકો દ્વારા લગાવવામાં આવેલ આક્ષેપોમાં (Torture of land mafias) કેટલું સત્ય છે તે બાબતે તપાસ કરવામાં આવે તો જ ખ્યાલ આવશે કે આક્ષેપો સાચા છે કે કોઈ બીજા કારણો છે તેને લઈને તટસ્થ તપાસ થવી જરૂરી જણાય છે.