- રાજકોટમાં નારી સંરક્ષણ ગૃહ ખાતે અનોખા લગ્ન યોજાયા હતા
- સંરક્ષણ નારી ગૃહમાં મહિલા વિકાસગૃહોની ત્રણ દિકરીઓની જાન આવી
- રાજકોટ વહીવટી તંત્રએ આ લગ્નનું આયોજન કર્યું હતું
રાજકોટઃ શહેરમાં આજે અનોખા લગ્ન યોજાયા હતા. રાજકોટ સંરક્ષણ નારી ગૃહ (Women's Defense House) ખાતે મહિલા વિકાસગૃહોની ત્રણ દિકરીઓના લગ્નની જાન આવી પહોંચી હતી. ભારતીય સંસ્કૃતિમાં સોળ પ્રકારની સંસ્કાર વિધિ થાય છે, જેમાંની લગ્ન વિધિ પણ એક પ્રકારની અગત્યની સંસ્કાર વિધિ છે. હિન્દુ સંસ્કૃતિમાં લગ્ન એક ધાર્મિક વિધિ ઉપરાંત અનોખો ઉત્સવ છે. રાજકોટમાં આવેલા નારી સંરક્ષણ ગૃહ ખાતે આ અનોખા લગ્ન યોજાયા હતા. આ લગ્ન સંસ્કારનું ઉત્તમ સાક્ષી રાજકોટ બન્યું હતું. આ લગ્નમાં આ જ સંસ્થામાં રહેતી ત્રણ કન્યાઓના ભવ્ય લગ્ન યોજવામાં આવ્યા હતા. ત્યારે ત્રણેય દિકરીઓના લગ્ન સંસ્કાર વિધિ મુજબ મંડપ પણ રોપવામાં આવ્યો હતો અને મહેંદી પણ મૂકવામાં આવી હતી અને પીઠી પણ ચોડવામાં આવી હતી. જ્યારે આ દિકરીઓનું કન્યાદાન પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- જૂનાગઢના 'સુખ પરિવાર' દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સંગીતના સાધનો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા
દંપતીને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે
રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા (Social Security Department of the State Government) દ્વારા રાજકોટમાં યોજવામાં આવેલા ત્રણેય દિકરીઓને સહાય પણ આપવામાં આવશે, જેમાં વિકલાંગ લગ્ન સહાય યોજના (Disability Marriage Assistance Scheme) અંતર્ગત વ્યક્તિ દીઠ 50,000 રૂપિયા એમ દંપતી દીઠ 1 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. જ્યારે રાજકોટ વહીવટી તંત્ર (Rajkot administration) દ્વારા આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેકટર (District Collector) સહિતના જિલ્લાના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ત્રણે દિકરીઓને નવા જીવન અધ્યાયના આશીર્વાદ પણ આપ્યા હતા. જ્યારે રાજકોટ નારી સંરક્ષણ ગૃહ સાથે એક સાથે ત્રણ-ત્રણ જાન આવતા સંરક્ષણ ગૃહમાં પણ એક અવસરનો માહોલ જોવા મળ્યો હતો.
એક દિકરી સાંભળી અને બોલી નથી શકતી
રાજકોટ નારી સંરક્ષણ ગૃહ (Rajkot Women's Defense House) ખાતે ત્રણ દિકરીઓના લગ્ન યોજાયા હતા. જેમાંથી એક દિકરી સાંભળી અને બોલી શકતી નથી. જ્યારે તેની સામેનું પાત્ર પણ તેના જેવું જ શોધવામાં આવ્યું છે. ત્યારે આ દિકરીની જાન જામનગરથી આવી હતી. આ અંગે જામનગરના જાનૈયા અને વરરાજાના મોટાભાઈએ જણાવ્યું હતું કે, મારા મોટા ભાઈના લગ્ન આજે યોજાઈ રહ્યા છે. તેઓ બોલી અને સાંભળી શકતા નથી. જ્યારે તેમના સામેનું પાત્ર પણ એવું છે. સરકાર દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે. ત્યારે મારા ભાઈના આજે લગ્ન હોય અમારા પરિવારમાં આજે ખુશીનો માહોલ છે. તમામ રાજકોટના અધિકારીઓએ જાનનું સ્વાગત કર્યું હતું. જ્યારે અન્ય બે દિકરીઓના પણ લગ્ન અહીં યોજવામાં આવી રહ્યા છે.
સમાજ સુરક્ષા વિભાગે વરરાજાની પસંદગી કરી
રાજકોટ નારી સંરક્ષણ ગૃહ (Rajkot Women's Defense House) ખાતે આજે અનોખા લગ્ન યોજાયા હતા, જેને લઈને રાજકોટ સમાજ સુરક્ષા વિભાગના (Social Security Department of the State Government) અધિકારીએ જણાવ્યું હતું કે, નારી સંરક્ષણ ગૃહમાં પીડિતો, દુઃખી તેમ જ અનાથ દિકરીઓનું સમાજમાં પુનઃસ્થાપન થાય તે માટેની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે આજે આ દિકરીઓના લગ્ન યોજાયા છે. જ્યારે આ લગ્નની તમામ પ્રક્રિયા સરકારની ગાઈડલાઈન મુજબ જ યોજવામાં આવી છે, જેમાં પરિવારની પસંદગી, વરરાજાની પસંદગી પ્રક્રિયા કરવામાં આવી છે. જ્યારે જિલ્લાની કમિટિ દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ લગ્ન માટેની મંજૂરી આપવામાં આવે છે, જે આજે યોજાઈ રહી છે.