ETV Bharat / city

રાજકોટમાં એક માસમાં ત્રણ સગા ભાઈઓનો કોરોનાએ ભોગ લીધો - Corona News in Rajkot

કોરોનાની બીજી લહેર દેશ માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કારણે અનેક લોકોના પરિવાર વીંખાઈ ગયા છે. એવામાં રાજકોટમાં કોરોનાના કારણે ત્રણ સગાભાઇઓના એક જ મહિનામાં મોત થયા છે. જેને લઇને તેમના પરિવારમાં જાણે દુઃખનો આભ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Corona News
Corona News
author img

By

Published : May 28, 2021, 10:35 PM IST

  • રાજકોટમાં એક માસમાં ત્રણ સગા ભાઈઓનો કોરોનાએ ભોગ લીધો
  • એક જ પરિવારના ત્રણ ભાઈઓના જીવ કોરોનાના કારણે ગયા હોય તેવી બીજી ઘટનાૉ
  • પરિવાર શોકમાં ગરકાવ થયો

રાજકોટઃ કોરોનાની બીજી લહેર દેશ માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કારણે અનેક લોકોના પરિવાર વીંખાઈ ગયા છે. એવામાં રાજકોટમાં કોરોનાના કારણે ત્રણ સગાભાઇઓના એક જ મહિનામાં મોત થયા છે. જેને લઇને તેમના પરિવારમાં જાણે દુઃખનો આભ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે આ અગાઉ પણ રાજકોટમાં 20 દિવસમાં જ પન્નાલાલ ફ્રૂટ્સવાળા પેઢી અને જસાણી પરિવારના ત્રણ જેટલા ભાઈઓના માત્ર 20 દિવસમાં કોરોનાના કારણે મોત થયા હતા, ત્યારે રાજકોટમાં આ બીજી ઘટના છે. જેમાં એક જ પરિવારના ત્રણ ભાઈઓના જીવ કોરોનાના કારણે ગયા છે.

એક જ માસમાં પરિવારના ત્રણ-ત્રણ મોભીઓના મોત

રાજકોટના એસ્ટ્રોન રોડ આવેલા કુંદનાની પરિવા૨ના જાણીતા '૨મેશ જન૨લ સ્ટો૨' ગ્રુપના માલિક એવા અર્જુનભાઇ કુંદનાની, ૨મેશભાઇ કુંદનાની અને કૈલાસભાઇ કુંદનાની આ ત્રણેય સગા ભાઈઓનો માત્ર એક માસમાં જ કોરોનાએ ભોગ લીધો છે. પ્રથમ ૨મેશભાઇ કુંદના કોરોના કારણે સિવિલ હોસ્પિટલમાં સા૨વા૨ હેઠળ હતા. જેમનું 8 એપ્રિલ 2021ના રોજ તેમનું મૃત્યુ થયું છે. ત્રણ દિવસ પછી રાજકોટ સિવિલમાં જ સારવાર હેઠળ રહેલા તેમના ભાઈ અર્જુનભાઇ કુંદનાનીનું 11 એપ્રિલના રોજ મોત થઈ ગયું હતું. જે બાદ ત્રીજા ભાઈ કૈલાસભાઇ કુંદનાનીનું 13 મેના રોજ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : રાજકોટમાં મ્યુકોર માઇકોસિસ બાદ એસ્પરજીલસ ફૂગનાં કેસમાં પણ થયો વધારો

મૃતક અર્જુનભાઇનાં ધર્મ૫ત્ની હાલ મ્યુકો૨ માઇકોસિસ નામના ગંભી૨ રોગનો ભોગ બન્યાં

જસાણી પરિવારના ત્રણ જેટલા ભાઈઓમાં માત્ર 20 દિવસના અંતરે કોરોનાના કારણે મોત થયા હતા. જ્યારે આ જસાણી પરિવારની જેમ કુંદનાની પરિવારના ત્રણ ત્રણ ભાઈઓના કોરોનાના કારણે માત્ર એક જ માસમાં ભોગ લેવાયા છે. જેને લઈને તેમના પરિવારમાં પણ દુઃખની માહોલ સર્જાયો છે. જ્યારે મૃતક અર્જુનભાઇ કુંદનાનીનાં ધર્મ૫ત્ની નીતાબેન કુંદનાનીને હાલ બ્લેક ફંગસ એટલે કે મ્યુકો૨ માઇકોસિસ નામના ગંભી૨ રોગનો ભોગ બન્યાં છે. તેઓ પણ હાલમાં સારવાર હેઠળ છે. કોરોનાની બીજી લહેરમાં રાજકોટ સહિત દેશમાં અનેક લોકોના પરિવાર વીંખાઈ ગયા છે, ત્યારે હજુ પણ કોરોના જવાનું નામ નથી લઈ રહ્યો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.