ETV Bharat / city

રાજકોટમાં 6 મહિનાથી બંધ CA કરતી યુવતી આક્ષેપો વચ્ચે જિંદગીની જંગ હારી - રાજકોટના તાજા સમાચાર

રાજકોટ શહેરમાં ગત 8 મહિનાથી એક મકાનમાં બંધ યુવતી મળી આવી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે.

ETV BHARAT
રાજકોટમાં 6 મહિનાથી બંધ CA કરતી યુવતી આક્ષેપો વચ્ચે જિંદગીની જંગ હારી
author img

By

Published : Jan 19, 2021, 3:32 PM IST

  • રાજકોટ યુવતીનો મામલો
  • આક્ષેપો વચ્ચે યુવતી જીંદગીની જંગ કરી
  • ગત 8 મહિનાથી હતી બંધ

રાજકોટઃ રાજકોટમાં ગત 6 મહિનાથી બંધ યુવતીએ આજે મંગળવારે સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે. યુવતીના મોતને લઈને સેવા સાથી ગ્રુપના સભ્યો અને તેના પરિવારના સભ્યો પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પોલીસે પણ ઘટના સ્થળે આવી જરૂરી કાર્યવાહી કરી હતી. જો કે, પરિવાર દ્વારા સાથી સેવા ગ્રુપના સભ્યો પર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જ્યારે સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલ દ્વારા પણ આ અંગે યુવતીના પરિવાર સામે પ્રશ્નો ઉભા કરાયા છે.

રાજકોટમાં 6 મહિનાથી બંધ CA કરતી યુવતી આક્ષેપો વચ્ચે જિંદગીની જંગ હારી

યુવતીનો પરિવાર સારવારના નામે પૈસા ઉઘરાવે છે- જલ્પા પટેલ

યુવતીનું આજે મંગળવારે મોત થતાં સાથી સેવા ગ્રુપની જલ્પા પટેલ પોતાની ટીમ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. તેમજ અહીં તેણે યુવતીના પરિજનોના કારણે આ યુવતીનો જીવ ગયાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે યુવતીના પરિવારજનો દ્વારા પણ તેની સારવારના નામે કુટુંબના અન્ય સભ્યો પાસે નાણાં ઉઘરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેેખનીયછે કે, યુવતીને ગઈકાલે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તેમજ આજે મંગળવારે તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

ગત 8 દિવસથી કઇ ખાધું પીધું નહીં હોવાનું રિપોર્ટમાં આવ્યું સામે

શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા મકાનમાં 25 વર્ષીય અલ્પા સેંજપાલને પોતાના ઘરમાં જ ગત 6 મહિમાથી બંધ રાખવામાં આવી હતી. આ યુવતી CAનો અભ્યાસ કરતી હોવાનું પણ પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. જો કે, સાથી સેવા ગ્રુપના સભ્યો દ્વારા તેને ગઇકાલે સોમવારે જ ઘરે જઈને બહાર કાઢી હતી અને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ યુવતીના રિપોર્ટ કરાવતા સામે આવ્યું હતું કે તેને ગત 8 દિવસથી કઈ ખાધું નથી.

યુવતી મામલે પોલીસની પણ મદદ લેવામાં આવી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા માટે પણ સાથી સેવા ગ્રૂપ દ્વારા પોલીસની મદદ લેવામાં આવી હતી. તેમજ આ યુવતીને આવી અવસ્થામાં પૂરી રાખી હોવાથી પરિવારજનો વિરુદ્ધ પણ જલ્પા પટેલ દ્વારા ગઈકાલે સોમવારે જ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે, જ્યારે આજે મંગળવારે યુવતીનું મોત હાહાકાર મચ્યો છે. પોલીસે પણ સિવિલ હોસ્પિટલ ખાતે આવીને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.