ETV Bharat / city

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે જઈને વેક્સિન અપાશે - Door to door vaccine

રાજકોટ આરોગ્ય તંત્ર વૃદ્ધ તેમજ વેક્સિન કેન્દ્ર પર આવી ન શકતા લોકોને ઘરે જઈને વેક્સિન આપશે. સમગ્ર મામલે રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી નિલેશ શાહે જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકોને કોરોના વેક્સિન મળે તે માટે આ નવું અભિયાન અમે હાથ ધર્યું છે. જેમાં અશક્ત અને વૃદ્ધ તેમજ ગંભીર બીમારીઓ ધરાવતા અને જે લોકો વેક્સિનેશન કેન્દ્ર પર આવી ન શકતા હોય તેવા લોકોને ઘરે ઘરે જઈને આ કોરોનાની વ્યક્તિને આપવામાં આવશે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે જઈને વેક્સિન અપાશે

author img

By

Published : Jun 3, 2021, 6:01 PM IST

  • રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે જઈને રસીકરણ કરાશે
  • મોટી ઉંમરના અને કેન્દ્ર સુધી ન જઈ શકે તેવા લોકો માટેનું આયોજન
  • રાજકોટમાં અત્યાર સુધીમાં અઢી લાખથી વધારે લોકોએ લીધી વેક્સિન

રાજકોટ: દેશભરમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી. ત્યારે કોરોના સામે લડવા માટે એકમાત્ર ઉપાય છે કે, વહેલા રસીકરણ કરાવવું જોઈએ. જેને લઇને હાલ રાજ્યભરમાં ઠેર ઠેર શહેર તેમજ ગામડાઓમાં મોટા પ્રમાણમાં લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્ર દ્વારા ગામડે ગામડે જઈને આ કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે વધુમાં વધુ લોકો કોરોનાની વેક્સિન લે તે માટે હવે આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ઘરે-ઘરે જઈને લોકોને વેક્સિન આપશે.

જિલ્લામાં અઢી લાખથી વધુ લોકોનું કરાયું રસીકરણ

રાજકોટ જિલ્લામાં 11 તાલુકાઓ આવે છે, એટલે કે મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે. ત્યારે આ તમામ લોકોને કોરોના વેકસીન આપવા માટે જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં અઢી લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે હવેથી ઘરે ઘરે જઈને લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, લોકોમાં કોરોનાની વેકસીનને લઈને જનજાગૃતિનો અભાવ હોવાના કારણે લોકો પણ વેક્સિન સ્વૈચ્છિક લેતા નથી. જ્યારે તેમને સમજાવીને હાલ કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.