- રાજકોટમાં બે વર્ષથી ઘરમાં પૂરાઈ રહેતા માતા પુત્રને મુક્ત કરાયા
- માનસિક સ્થિતિ ખરાબ હોવાથી બંને ઘરમાં જ પૂરાઈ રહેતા હતા
- સામાજિક સંસ્થા અને સ્થાનિકોએ 181 અભયમને કરી હતી જાણ
- 181 અભયમની ટીમે બંને માતા પુત્રને મુક્ત કર્યા
રાજકોટઃ આ અંગેની વિગત એવી છે કે, 2 વર્ષ પહેલા મહિલાએ સારણગાંઠની સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તેમની માનસિક સ્થિતિ બગડી હતી અને તમામ કામ બેડ પર જ કરતા હતા. તેમના પતિ છેલ્લા ઘણા સમયથી દુબઈ વસવાટ કરે છે. પાડોશીએ 181ને જાણ કરી હતી ત્યારે 181 મારફતે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અહીં તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. એટલે તેમને ફરી ઘરે લાવવામાં આવ્યા હતા.
માતા પુત્રની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી ઘરમાં પૂરાઈ રહેતા
માતા અને તેના 13 વર્ષના બાળકની આવી હાલત કઈ રીતે થઈ તેની વધુ તપાસ કરવામાં આવશે. હાલમાં તો બંનેની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી ઘરમાં પૂરાઈને રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.