- ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી મોજ ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં ઓવરફ્લો
- ડેમ ઓવરફ્લો થતાં ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા
- ડેમના દરવાજા ખોલાયા છે ત્યારે નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ
રાજકોટ: જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમના 6 જેટલા દરવાજાઓ ડેમ ઓવરફ્લો થતા ખોલવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ભારે પ્રમાણમાં વરસાદ થતાં રાજકોટ જિલ્લાના જળાશયો પણ પાણીથી છલોછલ થયા છે.
નદી કાઠાંના ગામોને કરાયા એલર્ટ
હાલ મોજ ડેમમાં પાણીની આવક-જાવક 6351 ક્યુસેક જોવા મળી રહી છે તેમજ પાણીના પ્રવાહમાં, નદીના પટમાં ન જવા માટે તંત્ર તરફથી ખાસ સૂચન અપાયું છે. નદી કાંઠાના ઉપલેટા, મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખી જાળીયા, નવાપરા, સેવંત્રાં, વાડલા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.
વેણુ-2 ડેમના 5 જેટલા દરવાજા ખોલાયા
ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલા ગાયત્રી આશ્રમ નજીકના વેણુ-2 ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પાણીની પુષ્કળ આવક થતાં ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા. હાલ ડેમમાં પાણીની આવક-જાવક 7481 ક્યુસેક જોવા મળી રહી છે. સાથે જ પાણીના પ્રવાહમાં તેમજ નદીના પટમાં ન જવા માટે તંત્ર તરફથી ખાસ સૂચન અપાયું છે.
આ પણ વાંચો- ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલવામાં આવ્યા, 1.24 લાખ ક્યુસેક પાણી છોડાયું
આ પણ વાંચો- ભાવનગરમાં મેઘમહેર યથાવત: સિઝનનો કુલ 84 ટકા વરસાદ તો 4 તાલુકામાં 100 ટકા કરતા વધુ વરસાદ