- સરકારના નિર્ણયથી વેપારીઓ ખુશ
- નાના વેપારીઓ 9 થી 3 વેપારીઓ કરી શકશે ધંધો
- રાજ્ય સરકારે વેપારીઓની રજૂઆત સાંભળી
રાજકોટ: રાજ્યમાં આંશિક લોકડાઉનના કારણ વેપારીઓમાં મુંજવણ હતી કારણ કે જરૂરી સેવાનો વેપાર કરતા વેપારીઓને સરકારે મંજુરી આપી હતી પણ અન્ય વેપારીઓના રોજગાર ધંધા બંધ હતા એટલે વેપારીઓમાં અંસતોષ હતો. ગુરૂવારે સરકાર દ્વારા તમામ વેપારીઓને 3 વાગ્યા સુધી વેપાર કરવાની છૂટ આપવામાં આવતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચો : કોરોનામાં લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર
વેપારીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી. વૈષ્ણવ નું નિવેદન સરકાર દ્વારા જે નાના વેપારીઓને ધંધા રોજગાર માટે નવ થી ત્રણ વાગ્યા સુધીની છૂટ આપી તે આવકાર્ય છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને રાજ્ય સરકારે સાંભળી છે અને વેપારીઓના હિતમાં આ નિર્ણય લીધો છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટના વેપારીઓ સરકારના આ નિર્ણયને આવકાર્યો રહી છે.