ETV Bharat / city

રાજકોટની પ્રથમ મહિલા પાયલોટે કોરોના વેક્સિનનો જથ્થો પુનાથી હૈદરાબાદ પહોંચાડ્યો - Women pilot Nidhi Adhiya

રાજકોટ દેશના અલગ-અલગ રાજ્યોમાં મંગળવારે કોરોના વેક્સિનનો જથ્થો પહોચાડવામાં આવ્યો છે. ત્યારે રાજકોટની પ્રથમ મહિલા પાયલોટનું બિરુદ મેળવનારી નિધી અઢીયા નામની યુવતીએ પુનાથી હૈદરાબાદ ખાતે વિમાન દ્વારા કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડ્યો છે.

મહિલા પાયલોટ નિધી અઢીયા
મહિલા પાયલોટ નિધી અઢીયા
author img

By

Published : Jan 12, 2021, 6:31 PM IST

  • રાજકોટની મહિલા પાયલોટે કોરોના વેક્સિનનો જથ્થો પુનાથી હૈદરાબાદ પહોંચાડ્યો
  • નિધી અઢિયાએ રાજકોટની પ્રથમ મહિલા પાયલોટનું મેળવ્યું છે
  • મહિલા પાયલોટે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનું નામ કર્યું રોશન

રાજકોટઃ દેશના અલગ-અલગ રાજ્યોમાં મંગળવારે કોરોના વેક્સિનનો જથ્થો પહોચાડવામાં આવ્યો છે. ત્યારે આ કોરોના વેક્સિન પહોંચાડવામાં પણ રાજકોટની મહિલા પાયલોટનો મહત્વનો રોલ સામે આવ્યો છે. રાજકોટની પ્રથમ મહિલા પાયલોટનું બિરુદ મેળવનારી નિધી અઢિયા નામની યુવતીએ પુનાથી હૈદરાબાદ ખાતે વિમાન દ્વારા કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડ્યો છે. કોરોના વેક્સિનનો જથ્થો દેશના અલગ-અલગ રાજ્યોમાં પહોંચાડવામાં રાજકોટની યુવતીનું નામ ચર્ચામાં આવતા રાજકોટવાસીઓ પણ ગૌરવ અનુભવી રહ્યાં છે.

મહિલા પાયલોટ નિધી અઢીયા
મહિલા પાયલોટ નિધી અઢીયા
પિતા રાજકોટ મનપાના સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેનનિધી અઢિયા નામની યુવતીએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. નિધિના પિતા રાજકોટ મનપાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યાં છે. તેમજ હાલ બીપીનભાઈ સોપ નામની પેઢીના સંચાલક પણ છે. બીપીનભાઈ પોતાની દીકરી દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તેનો ગૌરવ અનુભવી રહ્યા છે. ત્યારે મંગળવારે નિધીએ પુણેથી હૈદરાબાદ ખાતે કોરોના વેક્સિનનો જથ્થો પહોંચાડયો છે.પાયલોટ બનવાની ટ્રેનિંગ અમદાવાદ અને વડોદરામાં લીધીરાજકોટની નિધી અઢિયાએ વડોદરા અને અમદાવાદ એમ બન્ને જિલ્લાઓમાં અભ્યાસ કરીને પાયલોટની તાલીમ લીધી છે. જેમાં ધોરણ 12 પછી તેણે વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં બીએસસી મેજર ઈન ફિઝિક્સ એન્ડ મેથ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમજ અહીં ફ્લાઈંગ કલબમાં 50 કલાકની પાયલોટની તાલીમ પણ તેણે મેળવી હતી. ત્યારબાદ અમદાવાદમાં પાયલોટની ટ્રેનિંગ લીધી હતી. આ સમયે તેને રાજકોટની પ્રથમ મહિલા પાયલોટનું બિરુદ મેળવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.