ETV Bharat / city

રાજકોટ: જેતપુરમાં નકલી નોટના કારોબારનો થયો પર્દાફાશ - નકલી નોટ બનાવનાર

જેતપુર: શહેરમાં આવેલ ઘનશ્યામ પાન નામની દુકાનમાં બે શખ્સે 100 રૂપિયાની નોટ આપીને પરચુરણ માલ સામાનની ખરીદી કરી હતી. જેથી દુકાનદારને નોટ શંકાસ્પદ લાગતા તેમણે નોટ વ્યવસ્થિત તપાસી હતી. જેમાં દુકાનદારને નોટ નકલી હોવાનો ખ્યાલ આવતા તેમણે પોલીસને આ અંગે માહિતી આપી હતી. જેને લઇ પોલીસે નકલી નોટના કારોબારનો પર્દાફાશ કર્યો હતો.

જેતપુરમાં નકલી નોટના કારોબારનો પર્દાફાશ થયો
author img

By

Published : Nov 19, 2019, 7:33 PM IST

જેતપુર શહેરમાં આવેલી ઘનશ્યામ પાન નામની દુકાન ધરાવતા જીતુભાઇ ચૌવટીયા તથા દૂધ ડેરી વાળા સંજયભાઇ ભરવાડ પાસે બે ઇસમોએ 10 રૂપિયાની સામગ્રી માટે રૂપિયા 100ના દરની ચલણી નોટ આપી ખરીદી કરી હતી. જેમાં દુકાનદારને નકલી નોટ હોવાની આશંકા થતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જેતપુરમાં નકલી નોટના કારોબારનો પર્દાફાશ થયો

પોલીસે ફરિયાદના આધારે આરોપી મહમદ સીરાજ અબ્દુલ હમીદ ધડા અને અમીનમીયાં કાદરી સૈયદની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 100ના દરની કુલ 14 નોટ, 500ના દરની 2 નોટ અને 200ના દરની 1 નોટ સહિત પ્રીન્ટર તથા કાગળને જપ્ત કર્યાં છે.

Intro:એન્કર :- જેતપુરમા ચંદ્ર મૌલેશ્વર પાસે આવેલ ઘનશ્યામ પાન નામની દુકાનમા બે શખ્સ બાઇક પર આવી પરચુરણ માલ સામાન લઇ રૂપિયા ૧૦૦ ની નોટ આપતા દુકાનદારને નોટ શંકાસ્પદ લાગતા વ્યવસ્થિત ચેક કરતા તે નોટ નકલી હોવાનું માલુમ પડતા બન્ને શખ્સોની જાણ પોલીસને કરતા પોલીસે નકલી નોટના કારોબારનો પર્દાફાશ કર્યો હતો

વિઓ :- જેતપર શહેરમાં ચંદ્રમૌલેશ્વર પાસે આવેલ ઘનશ્યામ પાન નામની દુકાન ધરાવતા જીતુભાઇ ધીરૂભાઇ ચૌવટીયા વાળા પાસે તથા દુધ ની ડેરી વાળા સંજયભાઇ મલાભાઇ ભરવાડ પાસે બે ઇસમો રૂ.૧૦ - ની વસ્તુ લઇ અને તેમાં રૂ . ૧૦૦ - ના દરની નવી ભારતીય ચલણી નોટ આપેલ તે નોટ ખોટી જાલી હોવાની શંકા જતા તેઓએ આ બન્ને ઇસમો નો પીછો કરેલ અને બીજી તરફ જીતુભાઇ ધીરૂભાઇ ચોવટીયા પોલીસ સ્ટેશને આવી પોતાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદ લઇ જેતપુર સીટી પોલીસે આરોપી મહમદ સીરાજ અબ્દુલ હમીદ ધડા અને અમીનમીયાં ઉમરમીયાં કાદરી સૈયદ ધોરાજી વાળાને પકડી તેમની પાસે થી ભારતીય ચલણી જાલી નોટો રૂ . ૧૦૦ /- ના દરની કુલ ૪૬ નોટ કબજે કરેલ અને બન્ને આરોપીઓ ને હસ્તગત કરી પુછપરછ કરવામાં આવેલ અને એફ.એસ.એલ અધિકારી તથા બેંક અધિકારી શ્રી ને બોલાવી બન્ને ઇસમો પાસે થી પકડાયેલ રૂા.૧૦૦ - ના દરની નોટો ની ખરાઈ તપાસણી કરાવતા જાલી નોટ હોવાનું અભિપ્રાય આપેલ જેથી બન્ને ની અટકાયત કરવામાં આવેલ બાદ તપાસ દરમ્યાન આરોપી મહમદ ધોરાજી એફ.એસ.એલ અધિકારી તથા બેંક અધિકારી સાથે તપાસ કરતા ઘરે થી આ જાલી નોટો બનાવવા માટે ના સાધનો પ્રીન્ટર તથા કાગળ તેમજ અમુક નોટો એક તરફ છાપેલ તેમજ અન્ય બીજી જાલી નોટો પણ મળી આવેલ આ જાલી નોટો માં કોણ કોણ સંડોવાયેલા છે . તેમજ આવી જાલી નોટો બીજી કઈ કઈ જગ્યાએ કોને આપેલ છે તે અંગે આગળ ની તપાસ પોલીસ ચલાવી રહી છેBody:બાઈટ - સાગર બાગમાર (ASP)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.