- સૌપ્રથમ રાજકોટમાં આવશે કોરોના વેકસીન
- સૌરાષ્ટ્રના 7થી વધુ જિલ્લાઓ પહોંચશે
- કરોના વેક્સિન ઉભા કરવામાં આવેલા સેન્ટર ખાતે રખાશે
રાજકોટઃ કોરોના વેક્સિનને દેશવાસીઓ રાહ જોઈ રહ્યા હતા. તે બસ હવે ગણતરીની કલાકોમાં જ રાજકોટ ખાતે આવી પહોંચશે. રાજકોટ આવ્યા બાદ સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં આ કોરોના વેક્સિન મોકલવામાં આવશે. હાલ રાજકોટમાં વેક્સિનના સ્ટોરેજ માટે ખાસ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં વેક્સિન રાખવામાં આવશે. આગામી 16 તારીખથી દેશમાં કોરોના વેક્સિન માટેનું મહાભિયાન શરૂ થવાનું છે.
સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં જશે વેક્સિન
કોરોના વેક્સિન આજે રાત્રે અથવા આલતી કાલ સવાર સુધીમાં રાજકોટ ખાતે પહોંચી જશે. જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, ભુજ, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દ્વારકા ખાતે એમ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવશે. જેના માટેની આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી તમામ પ્રક્રિયાઓ પણ કરવામાં આવી છે. આગામી 156 તારીખથી સમગ્ર દેશમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ યોજવાનું હોય તે માટેની તંત્રએ પણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
પ્રથમ તબક્કામાં રાજકોટમાં 77,000 ડોઝ આવશે
રાજકોટમાં કોરોના વેક્સિનનું આગમન થવાનું છે. જેમાં પ્રથમ તબક્કામાં 77,000 જેટલા ડોઝ આવશે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લા બાદ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં આ કોરોના વેક્સિન પણ મોકલવામાં આવશે. જેના માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવમાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરોના વેક્સિન રાજકોટ ખાતે ઉભા કરવામાં આવેલા સેન્ટર ખાતે રાખવામાં આવશે.