ETV Bharat / city

11 June થી ખૂલશે ભગવાનના દ્વાર - ખોડલધામ મંદિર ભક્તો માટે મૂકાશે ખુલ્લું - DEVOTEES WILL BE ABLE TO DO DARSHAN AT Khodaldham Temple

કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ન ફેલાય તે માટે છેલ્લા 2 મહિનાથી સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ ખોડલધામ મંદિર ( Khodaldham Temple ) બંધ રાખવામાં આવ્યું હતું. હવે રાજ્ય સરકાર દ્વારા 11 June થી ધાર્મિક સ્થાનોને Corona Guidelines ના પાલન સાથે ખોલવાની પરવાનગી આપવામાં આવતા ખોડલધામ મંદિર ( Khodaldham Temple ) પણ ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે.

11 June થી ખૂલશે ભગવાનના દ્વાર - ખોડલધામ મંદિર ભક્તો માટે મૂકાશે ખુલ્લું

author img

By

Published : Jun 10, 2021, 7:28 PM IST

  • પ્રવેશ અગાઉ થર્મલ ગન ( Thermal Gun ) થી ટેમ્પરેચર ચેક કરવામાં આવશે
  • દર્શનાર્થીઓને Hand Sanitizer થી હાથ સાફ કરીને જ અંદર પ્રવેશ અપાશે
  • દર્શનાર્થીઓએ માસ્ક અને Social Distancing નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના ધાર્મિક સ્થાનોને 11 June થી ખુલ્લા રાખવાની પરવાનગી આપતા રાજકોટ જિલ્લાના ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીમંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરીને ખોડલધામ મંદિર ( Khodaldham Temple ) ખોલવાનું નક્કી કર્યું છે. ટ્રસ્ટના આ નિર્ણયને ભાવિકો પણ આવકારી રહ્યા છે.

10 એપ્રિલ 2021થી મંદિર કરાયું હતું બંધ

ખોડલધામ મંદિર ( Khodaldham Temple ) કોરોનાના પગલે 10 એપ્રિલ 2021થી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું. હવે જ્યારે બે મહિના બાદ 11 June થી ખોડલધામ મંદિર ( Khodaldham Temple ) ખુલી રહ્યું છે. ત્યારે દર્શનાર્થીઓના અંતરમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. જોકે હવે દર્શન વ્યવસ્થામાં અનેક પ્રકારના ફેરફાર સાથે મંદિર ખુલશે.

ભક્તો સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી રહેશે ખુલ્લા

ખોડલધામ મંદિર ( Khodaldham Temple ) 11 June થી ભક્તો માટે સવારના 7થી સાંજે 7 વાગ્યા સુધી જ મંદિર પરિસર દર્શન માટે ખુલ્લું રહેશે. મંદિરના પ્રવેશદ્વાર પર થર્મલ ગન ( Thermal Gun ) થી તમામ ભક્તોના શરીરનું ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. મુખ્ય પ્રવેશદ્વાર પર Hand Sanitizer થી હાથ સાફ કરીને પ્રવેશ આપવામાં આવશે. મંદિર પરિસરમાં પ્રવેશનારા દરેક ભક્તોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને અંદર પ્રવેશ્યા બાદ Social Distancing નું ખાસ પાલન કરવું પડશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા પણ મંદિર પરિસરમાં ભક્તો વધુ સંખ્યામાં એકઠાં ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે અને દર્શન ગૃહમાં દર્શનાર્થી વચ્ચે જરૂરી અંતર જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.