ETV Bharat / city

શું તમે જાણો છો ? : વૃદ્ધોને આ જગ્યા પર મળે છે વધુ શાંતિ ! - રાજકોટ સમાચાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી( Survey Of Saurashtra University )ના મનોવિજ્ઞાન ભવન ( Psychology Department ) દ્વારા વૃદ્ધોની મનોવૈજ્ઞાનિક સુખાકારી ( Psychological Well Being Of Elderly ) વિશે સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કુલ 240 વૃદ્ધો પર પ્રશ્નાવલીના આધારે વૃદ્ધો ( Elderly People )ને સૌથી વધું પોતાના ઘરમાં કે વૃદ્ધાશ્રમમાં ક્યાં સુખાકારી મળી રહી છે. જેમાં ચોંકાવનારે પરિણામો સામે આવ્યા છે. આ સર્વેમાં કેવા કેવા પ્રશ્નો વૃદ્ધાનો મુંજવી રહ્યા છે તે અંગે તારણો સામે આવ્યા છે.

Survey Of Saurashtra University on  Psychological Well Being Of Elderly
વૃદ્ધોની મનોવૈજ્ઞાનિક સુખાકારી અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સર્વે
author img

By

Published : Jul 4, 2021, 4:03 PM IST

Updated : Jul 4, 2021, 4:30 PM IST

  • વૃદ્ધોમાં મનોવૈજ્ઞાનિક સુખાકારી અંગે કુલ 240 વૃદ્ધોનો સર્વે કરાયો
  • સ્ત્રીઓની સરખામણીએ પુરૂષોમાં એકલતાનું પ્રમાણ વધુ
  • વૃદ્ધાશ્રમ કરતા ઘરે રહેતા વૃદ્ધો એકલતાનો શિકાર

રાજકોટ: સામાન્ય રીતે આજનો આ યુગ એ ખૂબ ઝડપી યુગ છે. એમને પહોંચી વળવા માટે દરેક વ્યક્તિ દોટ મૂકી રહ્યો છે. જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેમની જરૂરિયાતોમાં પણ વધારો થતો જાય છે. આથી, પોતાની જરૂરિયાતો સંતોષવા માટે માનવ સતત કાર્યરત રહે છે. જેના કારણે તે પોતાના પરિવારના સભ્યોને પૂરતો સમય ફાળવી શકતો નથી. તેની અસર કુટુંબમાં બાળક અને વૃદ્ધ ( Elderly People ) પર સૌથી વધુ થતી હોય છે, કે જેઓ પોતાના સંતાનોની ચિંતા કરે છે, પરંતુ તેઓને પોતાના સંતાનો સાથે સમય પસાર કરવાનું સુખ પ્રાપ્ત થતું નથી. આથી, કૌટુંબિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ બાબતે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી( Survey Of Saurashtra University )ના મનોવિજ્ઞાન ભવન ( Psychology Department )દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.

વૃદ્ધોમાં એકલતા અને મનોવૈજ્ઞાનિક સુખાકારી

વ્યક્તિના જીવનમાં વૃદ્ધત્વનો સમય ખૂબ નાજુક હોય છે. જેમાં વ્યક્તિએ સંપૂર્ણ રીતે સમાયોજન સાધવાની શક્તિ ખોઈ બેસે છે. કારણ કે તે સમય દરમિયાન તેઓ ઘણી શારીરિક બિમારીથી ઘેરાયેલા હોય છે. આ સમયે તેમને કુટુંબના સભ્યો સાથે સમય કઈ રીતે પસાર કરવો એ પ્રશ્નો થાય છે. આ બાબતે સમય, અનુભવો અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 240 વૃદ્ધો પર પ્રશ્નાવલીના આધારે મનો વિજ્ઞાનિક ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં સંશોધન ( Psychological Well Being Of Elderly )કરવામાં આવ્યું હતું. જેમાં કુટુંબ સાથે રહેતા વૃદ્ધોની સમસ્યાએ હતી કે તેઓ પરિવાર સાથે રહેતા હોવા છતાં પણ એકલતા અનુભવતા હતા, કારણ કે તેઓ પોતાની અમુક જરૂરિયાતો પોતાના પરિવારના સભ્યો સમક્ષ રજૂ કરી શકતા ન હતા અથવા તેમને એવું થતું હતું, કે જો તેઓ કઈ પણ કહે છે તો તેમને સંતોષપૂર્વક જવાબ નહિ મળે.

આ પણ વાંચો: Survey OF Saurashtra University: 35.1ટકા વૃદ્ધોમાં કોરોનાની બિમારી પછી યાદશક્તિની ખામીની સમસ્યા

સંતાનોએ પોતાના વડીલોની સંપત્તિ પોતાના હસ્તક કરી લીધી

ઘણાં સંતાનોએ પોતાના વડીલોની સંપત્તિ પોતાના હસ્તક કરી લીધી હોવાથી પણ એવું લાગતું હતું કે, મારું બધું લઈ લીધું છે, હવે મારું કોઈ નથી. જેના કારણે તેઓ એકલતા અનુભવતા હતા. આમ, સતત એકલા હોવાના કારણે વૃદ્ધોના સ્વાસ્થ્ય પર અસર પડતી હોય છે. જેમ કે સતત ચિંતા, હતાશા અને મનોભાર જેવી સમસ્યાને લીધે અનેક શારિરીક તેમજ માનસિક સમસ્યાઓ થવાની શક્યતાઓ વધી જાય છે.

સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં એકલતા વધુ જોવા મળી

સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં એકલતા વધુ જોવા મળી છે. કારણ કે, સ્ત્રીઓ વાચાળ હોય છે. તેથી પોતાની સમસ્યાઓ અન્ય સાથે સહેલાયથી રજૂ કરી શકે છે અને પોતાની લાગણી પોતાના વયજુથના લોકો સાથે વહેંચી શકે છે. આ રીતે તેનું મન હળવું કરી લે છે. જ્યારે, પુરુષો પોતાની વાતો કે લાગણીઓ અન્ય સમક્ષ સહેલાઈથી રજૂ કરી શકતા નથી. કેમ કે, આપણા સમાજમાં પુરુષોને રડતાં કે કોઈ લાગણીભરી વાતો કરતા સાંભળે તો તરત કહે કે, પુરુષો આવા નમાલા રહે તે ઘરને કેમ સાંભળી શકશે. પુરુષોને પણ લાગણી હોઈ ક્યારેક ખુલ્લા મને રડવું હોઈ પણ એ નથી કરી શકતા. કારણ કે, આપણાં સમાજમાં ઉછેર જ એવી રીતે કરવામાં આવ્યો હોય છે.

સૌથી વધુ હાર્ટ એટેક પણ પુરુષોને જ કેમ આવે

WHO રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ હાર્ટ એટેક પણ પુરુષોને આવે છે. કેમ કે પોતાની લાગણી, વાતો કોઈ સાથે શેર ન કરી શકવાના કારણે મનમાં ભરી રાખે છે. મનોવિજ્ઞાનની ભાષામાં તેને 'કેથારસીસ' કહે છે. એટલે કે કેથારસીસ ન કરી શકવાના કારણે પુરુષો વધુ શારીરિક, માનસિક બીમારી અને એકલતાનો ભોગ બને છે. તેથી સ્ત્રીઓ કરતા પુરુષો એકલતા વધારે અનુભવે છે.

આ પણ વાંચો: સર્વેમાં ચોંકાવનારો ખુલાસો : શું માનસિક રોગ માત્ર સ્ત્રીઓને જ થાય છે ?

વૃદ્ધાશ્રમ કરતા ઘરે રહેતા વૃદ્ધોમાં એકલતાનું પ્રમાણ વધુ

આ સર્વેમાં વૃદ્ધાશ્રમ કરતા ઘરે રહેતા વૃદ્ધોમાં એકલતાનો પ્રમાણ વધારે જોવા મળ્યું છે. જેનું શક્ય કારણ એ હોઈ શકે કે જે વૃદ્ધ વૃદ્ધાશ્રમમાં રહે છે, તેમને ઘણા વૃદ્ધો સાથે મિત્રતાના સંબંધો હોય છે. કે જ્યાં પોતાના મનની દરેક વાતો કે ઘટનાઓને મન મૂકીને રજૂ કરી શકે છે, પરંતુ ઘરે રહેતા વૃદ્ધો પોતાનો મોટાભાગનો સમય પરિવાર સાથે વિતાવતા હોય છે. તેથી તેમની સાથે મિત્રો અથવા સમોવડીયા વ્યક્તિ હોતા નથી. આ ઉપરાંત, પોતાની દરેક વાતોને તે પરિવાર સામે જણાવી શકતા નથી. તેથી ઘરે રહેતા લોકોમાં એકલતાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.

સ્ત્રીઓ ઘણી લાગણીશીલ હોય

વૃદ્ધાશ્રમમાં રહેતી સ્ત્રીઓ કરતાં પુરુષોમાં એકલતાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. આમ જોઈએ તો સ્ત્રીઓ એ ઘણી લાગણીશીલ હોય છે. માટે તે મોટાભાગે પરિવારની ચિંતા, સંતાનોનો સાથ એવી બાબતો પર ધ્યાન રાખીને પોતાના પરિવારથી દૂર રહેતી હોવાથી ઘણી વખત એકલતાની અનુભૂતિ કરે છે.

સ્ત્રીઓમાં મનોવૈજ્ઞાનિક સુખાકારીમાં વધુ તફાવત નહિ

સ્ત્રીઓમાં મનોવૈજ્ઞાનિક સુખાકારીમાં વધુ તફાવત જોવા મળતો નથી, એટલે કે એક દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ વધારે તફાવત નથી. દરેક વ્યક્તિની સુખાકારીએ વ્યક્તિઓ પર આધારિત હોય છે, પરંતુ આ બાબત વાતાવરણની અસર પણ જોવા મળે છે.

આ પણ વાંચો: Survey OF Saurashtra University : શું તરુણોને ઘરેથી ભાગી જવાનું થાય છે મન ? જાણો...

વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોની મનોવૈજ્ઞાનિક સુખાકારી વધારે સારી

વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોની મનોવૈજ્ઞાનિક સુખાકારી વધારે સારી જોવા મળી છે. કારણ કે તેઓ તેમના પરિવારથી દૂર છે, પરંતુ તેમને કૌટુંબિક જવાબદારીઓ અથવા તો પારિવારિક સમસ્યાઓ વગેરેની જાણ થતી નથી. વૃદ્ધાશ્રમમાં તેઓને માત્ર પોતાના જીવનના અંતિમ વર્ષોમાં પોતાનાથી થાય એવા કાર્ય કરવાના હોય છે. જ્યારે વધુમાં જોઈએ તો કુટુંબની જવાબદારીઓ અમુક પ્રકારના સામાજિક જગડાઓ વગેરે બાબતો એ વ્યક્તિની માનસિકતા પર અસર કરે છે. જેના કારણે મનોવૈજ્ઞાનિક સુખાકારી કથળે છે. વૃદ્ધાશ્રમમાં રહેતી સ્ત્રીઓ કરતા પુરુષોમાં મનોવૈજ્ઞાનિક સુખાકારી સારી જોવા મળી છે. એટલે કે, સ્ત્રીઓ કુટુંબ પરિવાર સાથે વધારે સમય પસાર કરતી હોય છે, પરંતુ અહીં પરિવાર મળતો નથી. આ સાથે તેમની લાગણીઓમાં પર સમસ્યા આવે ત્યારે તેની અસર તેમના માનસ પર પડતી હોય છે. જેના કારણે અમુક પ્રકારની બીમારીઓ પણ થતી હોય છે.

Last Updated : Jul 4, 2021, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.