ETV Bharat / city

રાજકોટમાં યોજાયેલા હસ્ત કલા પર્વના યુવા ઉદ્યમીઓને પ્રોત્સાહન પૂરૂં પાડતી રાજય સરકાર - Rajkot

રાજકોટમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આયોજિત “હસ્ત કલા પર્વ – એક ડગલું આત્મનિર્ભરતા તરફ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેની મુલાકાત રાજ્યના સ્ટાર્ટ અપ સેલના સંયુક્ત ઉદ્યોગ કમિશનર ડી.આર. પરમારે લઈને યુવા ઉદ્યમીઓને જરૂરી માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતાં.

રાજકોટમાં યોજાયેલા હસ્ત કલા પર્વના યુવા ઉદ્યમીઓને પ્રોત્સાહન પૂરૂં પાડતી રાજયસરકાર

author img

By

Published : Jan 12, 2021, 4:14 PM IST

  • રાજકોટમાં યોજાયેલા હસ્તકલા પર્વના યુવા ઉદ્યમીઓને પ્રોત્સાહન
  • આત્મનિર્ભર થવાની બાબતમાં સ્ટાર્ટ અપ મહત્વનો ભાગ
  • યુવાનો પોતાની આવડતનો ઉપયોગ કરી આગળ વધે

રાજકોટઃ આ તકે સંયુકત ઉદ્યોગ કમિશ્નરશ ડી.આર.પરમારે જણાવ્યું હતું કે, રાજ્યસરકારનો હેતુ નવી ઔદ્યોગિક નીતિ-2020 અંતર્ગત ઉદ્યોગ કમિનર કચેરી તથા ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સ્ટાર્ટ અપને ઉત્તેજન આપવાનો છે. આ સ્ટાર્ટ અપ થકી યુવાનોમાં રહેલી આવડતનો યોગ્ય ઉપયોગ કરીને તેને આર્થિક ઉપાર્જન અને સમાજ કલ્યાણની દિશામાં આગળ વધારવામાં મહત્વનો ફાળો રહેશે. દેશના વિકાસ માટે આત્મનિર્ભર થવાની બાબતમાં સ્ટાર્ટ અપ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

આત્મનિર્ભરથી મધ્યમ કક્ષાના ઉદ્યોગોને લાભ

આ તકે રાજકોટ એન્જી. એસોના જોઈન્ટ સેક્રેટરી નરેન્દ્રભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત સતત આગેકુચ કરી રહ્યુ છે. ત્યારે હસ્ત કલા પર્વ અને સ્ટાર્ટ અપ જેવી બાબતોના સુભગ સમન્વયથી ઈન્ડસ્ટ્રીઝમાં વિકાસ અને વૃદ્ધિ થશે. ઓદ્યોગિક ક્ષેત્રે આત્મનિર્ભર થવાની સરકારની નીતિથી નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને મહત્તમ લાભ થશે. જેના કારણે અનેક પ્રકારની રોજગારી ઉભી થશે.

અંદાજિત 20 જેટલા સ્ટાર્ટ અપ્સનું પ્રદર્શન કરાયું

રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અંદાજિત 20 સ્ટાર્ટ અપ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 8 સેકન્ડમાં સેનેટાઈઝ કરી આપતી ઓટોમેટીક સેનેટાઈઝ્ડ ટનલ, ગ્રેઈન સ્ટ્રો મેનેજમેન્ટની તકનિક વડે નોન-બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટીકનુ ડિગ્રેડેબલ પ્રોડક્ટમાં રૂપાંતરીત કરવાની પદ્ધતિ, ગુરુત્વાકર્ષણ બળની મદદથી રીન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરતા સાધનો, ઓટોમેટીક પમ્પ સ્ટાર્ટર કીટ, અંધ વ્યક્તિઓ માટે બોલતી, હેલ્થ મોનીટરીંગ કરતી તથા વ્યક્તિનું લોકેશન બતાવતી બ્લાઈન્ડ સ્ટીક સહિત બીજા અનેક સાધનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.